6.બેરોજગારી

Section-A
1-ગુણ

બેરોજગારી

1 / 6

ફરિજીયાત સ્વરુપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે ?

2 / 6

બેરોજગારીના પ્રકારો નક્કિ કરવા માટેના ચાર માપદંડો કોણે રજૂ કર્યા છે ?

3 / 6

કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે ?

4 / 6

અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે ?

5 / 6

સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે કયા વર્ષની વયજૂથની વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે ?

6 / 6

કયાં દિવસને રોજગારી દિવસ જાહેર કરે છે ?

Your score is

The average score is 55%

0%

Section-B
1-ગુણ

Section-C
2-ગુણ

  • ‘જે વ્યક્તિઓ પ્રવર્તમાના વૈતન દરે રોજગારી મેળવવા માંગે છે અને જરૂરી લાયકાત પણ ધરાવે છે. પરંતુ તેમને બિલકુલ રોજગારી ના મળતી હોય તો તેઓ સંપૂર્ણ બેરોજગાર કે ખુલ્લા બેરોજગાર કહેવાય.’
  • સામાન્ય રીતે જ્યાં શ્રમનો પુરવઠો વધુ હોય અને શહેરીકરણની પ્રક્રિયા ઝડપી હોય ત્યાં સંપૂર્ણ બેરોજગારીનો દર ઊંચો હોય છે.
  • આવી બેરોજગારી ગામડા કરતાં શહેરોમાં વધુ હોય છે.
  • શિક્ષિતો અને તાલીમ વગરના વ્યક્તિઓ આવી બેકારીનો ભોગ વધુ બને છે.
  • આવી વ્યક્તિઓ કામ ના કરતા હોવા છતાં વપરાશ તો કરે છે તેથી બોજારૂપ છે.
  • સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ 15થી 25 વર્ષની વયજૂથની વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે.
  • જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં, ચીજવસ્તુની માંગમાં કે ચીજવસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થવાથી કે શોધખોળ અને નવી ટેક્નોલોજીને કારણે બજારમાં નવી વસ્તુ પ્રવેશવાથી જો બેરોજગારી સર્જાય તો આવી બેરોજગારી ઘર્ષણજન્ય કહેવાય છે.
  • ઉદાહરણ : સાદા મોબાઇલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઇલ ફોન આવતાં સાદા મોબાઇલ ફોનના ઉત્પાદન, વેચાણ અને સર્વિસ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોને રોજગારી મળતી બંધ થતાં તેઓ બેરોજગાર બને છે તેવી સ્થિતિને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય છે.
  • આવી બેરોજગારી વિકસિત દેશોમાં જોવા મળે છે. આવી બેરોજગારી ટૂંકા ગાળાની હોય છે.
  • ભારતમાં રાષ્ટ્રીય આવકના વધારા સાથે વસ્તી વૃદ્ધિનો દર પણ ઊંચો રહેતાં માથાદીઠ આવક નીચી રહે છે.
  • એક બાજુ માથાદીઠ આવક નીચી છે અને બીજી બાજુ વધુ વસ્તીના નિભાવ પાછળ વધુ ખર્ચ થાય છે તેથી બચતો ઘટે છે તથા મૂડીરોકાણનો દર નીચો રહે છે.
  • ‘ મૂડીરોકાણનો દર નીચો હોવાથી ખેતી, ઉદ્યોગ, સેવા જેવાં ક્ષેત્રોમાં રોજગારીની નવી તકો ઊભી થતી નથી તેથી બેરોજગારી સર્જાય છે.
  • ભારતમાં મૂડીની અછત અને શ્રમની છત છે તેથી શ્રમિકો સરળતાથી મળી શકે છે.
  • ભારતની શિક્ષણ પદ્ધતિ કેળવાયેલા, ટેક્નિકલ જ્ઞાન ધરાવતા શ્રમિકો તૈયાર થાય તેવું વ્યાવસાયિક શિક્ષણ આપવામાં નિષ્ફળ ગઈ છે.
  • વર્તમાન શિક્ષણ પદ્ધતિ માનવીનું માનસિક અને શારીરિક ઘડતર કરવામાં નિષ્ફળ ગઈ છે.
  • વળી, શિક્ષણ મેળવ્યા બાદ વ્યક્તિ સ્વરોજગારી મેળવી શકે તેવી ક્ષમતા પ્રાપ્ત કરી શકતા નથી.
  • ગ્રામ્ય વિસ્તારમાં સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરવા દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના શરૂ કરવામાં આવી તેનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારમાં 24×7 સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરવાનો છે.
  • પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 1 જુલાઈ, 2015થી શરૂ કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ ખેત ઉત્પાદકતા વધારવા અને દેશના ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે તે પ્રમાણે કૃષિક્ષેત્ર માટે સિંચાઈ યોજનાનું આયોજન કરવાનો છે.

Section-D
3-ગુણ

  • મૂડીવાદી વિકસિત દેશોમાં બજારનાં તેજી-મંદીનાં પરિબળોને લીધે પ્રાપ્ત રોજગારીની તકોમાં વધઘટ થવાથી જે બેરોજગારી સર્જાય છે તેને ચક્રિય બેરોજગારી કહેવાય છે.
  • ‘બીજી રીતે કહીએ તો અસરકારક મંગના અભાવે સર્જાતી બેરોજગારી એટલે ચક્રિય બેરોજગારી.’
  • મૂડીવાદી દેશોમાં અવાર-નવાર બચત અને મૂડીરોકાણ વચ્ચે અસમતુલા સર્જાતાં તેજી-મંદીનું સર્જન થાય છે.
  •  અર્થતંત્રમાં તેજીના તબક્કામાં ઉત્પાદન, રોજગારી અને આવક વધતાં ઓછા લોકો બેરોજગાર બને છે જ્યારે મંદીના તબક્કામાં તેનાથી વિરુદ્ધ પરિસ્થિતિ ઊભી થતાં વધુ લોકો બેરોજગાર બને છે.
  • મંદીના તબક્કામાં અસરકારક માંગ ઘટતાં ઉત્પાદન ઘટાડવાની ફરજ પડે છે અથવા ઉત્પાદન એકમો બંધ કરવા પડે છે. જેથી રોજગારીની તકો ઘટે છે અને વધુ લોકો બેરોજગાર બને છે.
  • દા. ત., ૧૯૨૯-૩૦માં અમેરિકામાં આવેલી મહામંદીની અસર વિશ્વમાં ઘણા દેશોમાં જોવા મળી હતી. તેથી તેને વિશ્વ મંદી પણ કહે છે.
  • જોકે ચક્રિય બેરોજગારીની સમસ્યા ટૂંકા ગાળા માટેની હોય છે. આ સંજોગોમાં ઉત્પાદકીય અને વિકાસલક્ષી કાર્યક્રમોમાં વધુ રોકાણ કરી રોજગારીની તકો વધારી બેરોજગારી ઘટાડી શકાય છે.
  • વર્તમાનમાં અમેરિકા, ઇંગ્લેન્ડ અને યુરોપના દેશોમાં આવી બેરોજગારી સર્જાઈ છે. ભારતમાં પણ વૈશ્વિકીકરણની પ્રક્રિયા પછી કેટલાક ઉદ્યોગોમાં આવી બેરોજગારી જોવા મળે છે.
  • દા. ત., ભારતના હીરા ઉધોગમાં આવી બેરોજગારી સર્જાય છે.

બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12એ નીચેના ચાર માપદંડ રજૂ કર્યા છે.

(A) સમય:

  •  જે વ્યક્તિ કામ કરવાની શક્તિ અને વૃત્તિ ધરાવતી હોય પરંતુ અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછા કલાક માટે કામ મળે તો તેને તીવ્ર રીતે બેરોજગાર ગણાય.
  • પરંતુ તેને અઠવાડિયામાં 28 કલાકથી વધુ પણ 42 કલાકથી ઓછું કામ મળતું હોય તો તેની બેરોજગારીની તીવ્રતા ઓછી ગણાય.

(B) આવક :

  • વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેની ગરીબી દૂર ન થઈ શકે તો તે આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય છે.
  • ગ્રામીણ વિસ્તારમાં આવી બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.
  • દા. ત., કોઈ વ્યક્તિને પરિવારનું ભરણ-પોષણ કરવા માટે એક મહિનામાં રૂા. 30000ની જગ્યાએ રૂા. 15000 કે તેથી ઓછી આવક મળતી હોય.

(C) સંમતિ :

  • વ્યક્તિ જે કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય પરંતુ તે લાયકાત પ્રમાણેનું કામ તેને ન મળતું હોય તેવા સંજોગોમાં તેને પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું અન્ય પ્રકારનું કામ સ્વીકારવું પડે છે જેથી તેને ઓછી આવક પ્રાપ્ત થતી હોવાથી તે અર્ધ બેરોજગાર કહેવાય છે.
  • દા. ત., C.A.ની ડિગ્રી મેળવેલ વ્યક્તિને ક્લાર્ક તરીકે કામ કરવું પડે.

(D) ઉત્પાદકતા :

  • જ્યારે શ્રમિકને તેની વાસ્તવિક ઉત્પાદકતા કરતાં ઓછી ઉત્પાદકતાએ કામ કરવું પડે ત્યારે તે ઉત્પાદકતાની દૃષ્ટિએ બેરોજગાર ગણાય છે.
  • દા. ત., કોઈ શ્રમિક એક દિવસમાં 20 મીટર કાપડ બનાવી શકવાની ક્ષમતા ધરાવતો હોય પણ તેને 10 મીટર જ કાપડ બનાવી શકે તેટલું કામ મળતું હોય. આ માપદંડ વડે પ્રરચ્છન્ન બેરોજગારી જાણી શકાય છે,

Section-E
5-ગુણ

ભારત એક કરતાં વધુ પ્રકારની બેરોજગારીથી પીડાતો દેશ છે. ભારતમાં આયોજન દરમિયાન બેરોજગારીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. ભારતમાં મોટા ભાગની બેરોજગારી માળખાકીય અને લાંબા ગાળાની છે તેથી બેરોજગારી આર્થિક સમસ્યા સાથે સામાજિક સમસ્યા ઊભી કરે છે.

ભારતમાં બેરોજગારી ઉદ્ભવવાનાં કારણો :

(1) વસ્તીવૃદ્ધિના ઊંચો દર :

  • ભારતમાં વસ્તીવૃદ્ધિનો દર ઊંચો રહેવાથી શ્રમના પુરવઠામાં ઝડપી વધારો થાય છે. આમ રોજગારી શોધનાર શ્રમિકોની સંખ્યામાં ઝડપી વધારો થાય છે.
  • બીજી બાજુ રોજગારીની તકોમાં ઘીમા દરે વધારો થતો હોવાથી બેરોજગારી અને અર્ધબેરોજગારીની સમસ્યા વધતી જાય છે.
  • ભારતમાં દર વર્ષે 1.70 કરોડ જેટલી વસ્તી વધે છે તેની સામે રોજગારીનાં સાધનો મર્યાદિત છે. પરિણામે બેરોજગારીની સમસ્યા સર્જાય છે.

(2) રોજગારીની તકોમાં ઘીમો વધારો :

  • ભારતનો આર્થિક વિકાસ રોજગારી વગરનો વિકાસ રહ્યો છે.
  • ભારતમાં આયોજનના પ્રથમ ત્રણ દશકામાં સરેરાશ લગભગ 3.5 ટકાના દરે, દસમી યોજનામાં 7.6 ટકાના દરે અગિયારમી યોજનામાં 7.8 ટકાના દરે આર્થિક વિકાસ થયો હોવા છતાં બેરોજગારીની સંખ્યા વધતી ગઈ છે.
  • ભારતમાં ખેતી ક્ષેત્ર અને નાના ઉદ્યોગોની અવગણના કરવામાં આવી છે જેથી આ ક્ષેત્રે રોજગારીની તકોનું પૂરતું સર્જન થઈ શક્યું નથી.
  • ખેતીમાં હરિયાળી ક્રાંતિનો લાભ અમુક વિસ્તારોમાં અને મર્યાદિત ખેડૂતોને જ મળ્યો છે.
  • નાના પાયાના ઉદ્યોગો મોટા ઉદ્યોગો સામે ટકી. શક્યા નહીં. વળી નાના ઉધોગોને પૂરતું બજાર મળતું નહોતું તેથી રોજગારીની તકોમાં વધારો થઈ શક્યો નહીં.

(3) બચત અને મૂડીરોકાણનો નીચો દર :

  • ભારતમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે પણ સાથે સાથે વસ્તીવૃદ્ધિનો દર પણ ઊંચો જોવા મળ્યો છે. પરિણામે માથાદીઠ આવકમાં નીચા દરે વધારો થયો છે.
  • વળી નીચી માથાદીઠ આવક અને બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ થતો ખર્ચ વધુ છે. પરિણામે બચત અને મૂડીરોકાણનો દર નીચો રહ્યો છે.
  • મૂડીરોકાણનો દર નીચો હોવાથી ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર કે અન્ય ક્ષેત્રોમાં પૂરતા પ્રમાણમાં નવી રોજગારીની તકો ઊભી થઈ શકી નથી. તેથી બેરોજગારીમાં વધારો થયો છે.

(4) મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ :

  • ભારતમાં મૂડીની અછત અને શ્રમની છત છે તેથી શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ આવે પરંતુ બીજી પંચવર્ષીય યોજનાથી ભારતમાં મોટા અને પાયાના ઉદ્યોગોના વિકાસની નીતિ અપનાવી છે. જેમાં શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિને ઓછું મહત્ત્વ મળ્યું છે. જેથી રોજગારીની તકો વધતી નથી.
  • ઉદ્યોગ ક્ષેત્રને વધુ મહત્ત્વ આપવા વ્યાજના દર નીચા રાખી મૂડીને સસ્તી બનાવી છે. તેથી મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિને વેગ મળતાં વધુ રોજગારી મળતી નથી.
  • વળી, સંગઠિત મજૂર મંડળો સામે રક્ષણ મેળવવા, શ્રમનો બચાવ કરે તેવી મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવાનું વલણ અપનાવ્યું છે.
  • ઉપરાંત રેલવે, સિંચાઈ, રસ્તા, બાંધકામ તેમજ જાહેર યક્ષેત્રમાં મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ વધતો જાય છે.
  • પરિણામે બેરોજગારી વધતી જાય છે. તેથી જ બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલ પેંકટરામન સમિતિ અને ભગવતી સમિતિએ વધારે યાંત્રીકરણનો વિરોધ કર્યો હતો.

(5) વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ :

  • ભારતની આજની શિક્ષણ પદ્ધતિ દેશમાં બદલાતી જતી કાર્ય પદ્ધતિને અનુરૂપ કામ કરી શકે તેવા શ્રમિકો તૈયાર કરવામાં નિષ્ફળ ગઈ છે.
  • ભારતમાં ઉદ્યોગ, ખેતી તેમજ અન્ય ક્ષેત્રોમાં જે નવી ટેક્નોલૉજી અને યાંત્રિકરણ અપનાવવામાં આવ્યું છે તેને અનુરૂપ શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પદ્ધતિ નિષ્ફળ ગઈ છે.
  • વર્તમાન શિક્ષણ માનવીનું માનસિક અને શારીરિક ઘડતર કરવામાં નિષ્ફળ નીવડયું છે.
  •  શિક્ષણ મેળવ્યા પછી શ્રમિકો સ્વરોજગારી મેળવી શકે તેટલી ક્ષમતા પ્રાપ્ત કરી શકતા નથી. તેથી બેરોજગારીની સમસ્યા વધતી જાય છે.

(6) માનવશક્તિ આયોજનનો અભાવ :

  • શ્રમિકોની માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા લાવવી એટલે માનવશક્તિ આયોજન.
  • દેશમાં આર્થિક વિકાસ માટે કેટલા અને કેવા પ્રકારના શ્રમિકોની જરૂર ઊભી થશે તેનો ચોક્કસ અંદાજ મેળવ્યા વગર શિક્ષણનો વ્યાપ વધારાયો છે.
  • દેશમાં દર વર્ષે લાખોની સંખ્યામાં ડિગ્રી ધારણ કરેલા શ્રમિકો તૈયાર થાય છે. પરંતુ તેમનામાં આર્થિક વિકાસ માટે અપનાવેલ ટેક્નોલોજીનું જ્ઞાન કે તાલીમ નથી. પરિણામે બેરોજગારી સર્જાય છે.
  • દેશમાં ઉચ્ચ લાયકાત ધરાવતા ડોક્ટરો, ઇજનેરો અને નિષ્ણાતોને લાયકાત પ્રમાણે કામ ન મળતાં તેઓ વિદેશ ચાલ્યા જાય છે. જેથી સરકારની નીતિઓ નિષ્ફળ જાય છે અને સરકારી મૂડીરોકાણ નિષ્ફળ જાય છે.

(7) જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા :

  • ભારતમાં ખાનગી ક્ષેત્ર કરતાં જાહેર ક્ષેત્રને વધુ મહત્ત્વ અપાયું છે પરંતુ જાહેરક્ષેત્ર બિનકાર્યક્ષમ અને ભ્રષ્ટાચારવાળું રહેવાથી પ્રમાણમાં ઓછી રોજગારીની તકો સર્જાય છે.
  • ખાનગી ક્ષેત્ર વધુ રોજગારી પૂરી પાડી શકે તેમ હોવા છતાં તેના ઉપર બિનજરૂરી અંકુશો મૂકવામાં આવ્યા છે તેથી તેનો વિકાસ ધીમો રહેતાં બેરોજગારીની સમસ્યા વધી છે.
  • 1991થી આર્થિક સુધારા અપનાવ્યા છે પરંતુ તેનો . અસરકારક અમલ થયો નથી તેથી પણ બેરોજગારી હલ થઈ શકી નથી.
  • ભારતની આર્થિકવિકાસ નીતિમાં કૃષિ ક્ષેત્રન વિકાસને ઓછું મહત્ત્વ અપાતા કૃષિ ક્ષેત્રે રોકાયેલા શ્રમિકોને પૂરા સમયની રોજગારી મળી શકતી નથી.
  • હરિયાળી ક્રાંતિનો લાભ પણ માત્ર પંજાબ, હરિયાણા જેવાં અમુક રાજ્યોને જ થયો છે તેથી પણ કૃષિક્ષેત્રે સાર્વત્રિક રોજગારીની તકોમાં વધારો ના થઈ શક્યો.
  • ભારતના નાના અને સીમાંત ખેડૂતોને પણ આ હરિયાળી ક્રાંતિનો લાભ મળ્યો નથી પણ માત્ર મોટા ખેડૂતોને જ મળતાં ગરીબ ખેડૂતો બેરોજગાર રહે છે.
  • ભારતમાં સિંચાઈની ઓછી સગવડ, કૃષિ ધિરાણની અપૂરતી સગવડ, વરસાદની અનિશ્ચિતતા તથા કૃષિ ક્ષેત્રનાં અન્ય જોખમોને કારણે કૃષિવિકાસ પૂરતો થયો નથી.
  • ગ્રામ્ય વિસ્તારમાં બિનકૃષિક્ષેત્રનો અપૂરતો વિકાસ થયો છે તેથી કૃષિ આધારિત ગ્રામીણ શ્રમિકોમાં મોસમી અને પ્રચ્છન્ન બેરોજગારી જોવા મળે છે.

(9) શ્રમની ઓછી ગતિશીલતા :

  • ભારતમાં સામાજિક પરિબળો, કૌટુંબિક સંબંધો, ભાષા, ધર્મ, રીતરિવાજો, સંસ્કૃતિ, માહિતીનો અભાવ, વાહનવ્યવહારની અપૂરતી સગવડો, રહેઠાણની સમસ્યા જેવાં કારણોસર શ્રમની ગતિશીલતામાં અવરોધ સર્જાતાં બેરોજગારીની સમસ્યા વધે છે.
  • શહેરી જીવનનાં આકર્ષણો અને સુવિધાથી આકર્ષાયેલા ઉચ્ચ શિક્ષણ મેળવેલા શ્રમિકો પછાત વિસ્તારો કે ગામડાંઓમાં કે દૂરનાં સ્થળે કામ મળતું હોવા છતાં જવા તૈયાર થતાં નથી પણ પોતાના શહેરમાં બેરોજગાર રહેવાનું પસંદ કરે છે.

(10) અપૂરતી માળખાકીય સુવિધા :

  • ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી માળખાકીય સુવિધા પણ બેરોજગારીની સમસ્યાનું એક કારણ છે.
  • ગામડામાં અપૂરતી વાહનવ્યવહારની સગવડ, સારા રસ્તાઓની ઓછી સગવડ, શિક્ષણ, આરોગ્ય અને વીજળીની અપૂરતી સુવિધા હોવાથી રોજગારીનું સર્જન થઈ શકતું નથી.
  • ગામાડાંઓમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈ માટે તથા નાના ઉદ્યોગોને સતત પૂરતી વીજળીની સગવડ મળતી નથી તેથી આ બંને ક્ષેત્રે નવી રોજગારીની તકો ઊભી થઈ શકતી નથી તેથી બેરોજગારી સર્જાય છે.
  •  ભારતમાં રાષ્ટ્રીય રોજગાર નીતિનો અભાવ, ઉદ્યોગોને પ્રોત્સાહક વાતાવરણનો અભાવ, કુદરતી સંસાધનો અપૂરતા વગેરે પણ બેરોજગારીની સમસ્યા વધારે છે.

ભારતમાં બેરોજગારીની સમસ્યા દિન-પ્રતિદિન ચિંતાજનક બનતી જાય છે. ભારતમાં બેરોજગારીનો પ્રશ્ન માત્ર આર્થિક પ્રશ્ન નથી પરંતુ તે સામાજિક, નૈતિક, માનસશાસ્ત્રીય અને • રાજકીય દૃષ્ટિએ અનેક પ્રશ્નો ઊભા કરે છે. તેથી જુદી જુદી પંચવર્ષીય યોજનાઓમાં રોજગારલક્ષી પગલાં લેવામાં આવ્યાં છે. નેરોજગારીની સમસ્યા હલ કરવાના ઉપાયો (પગલાં) :

(1) વસ્તી નિયંત્રણ :

ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવી હોય તો વસ્તી નિયંત્રણ માટેનાં અસરકારક પગલાં ભરવાં જોઈએ.

આમ કરવાથી દેશની વસ્તીવૃદ્ધિનો દર નીચો આવશે અને શ્રમના પુરવઠામાં થતો વધારો મંદ પડશે જેથી રોજગારી માંગનારાઓની સંખ્યા ઘટશે.

બીજી બાજુ સાધનો વધુ ફાજલ થશે તેથી મૂડીરોકાણનો દર વધશે અને રોજગારીની તકો પણ વધશે. પરિણામે બેરોજગારી ઘટશે.

વસ્તી નિયંત્રણ કરવાથી લાંબા ગાળે ઉત્પાદક વયજૂથ. (15થી 64 વર્ષ)નું યથાયોગ્ય નિયમન કરી શકાશે.

(2) આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો :

  •  જો દેશના આર્થિક વિકાસમાં નિયમિત ઊંચા દરે વધારો થાય તો રોજગારીની તકોમાં પણ ઊંચા દર વધારો શક્ય બને અને બેરોજગારીની સમસ્યા હળવી બને.
  • આ માટે અર્થતંત્રના જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન કરવું જેથી જાહેર ક્ષેત્રે, ખાનગી ક્ષેત્રે, સહકારી ક્ષેત્ર કે અન્ય સ્વરૂપના ઔધોગિક ક્ષેત્રે મૂડીરોકાણ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ.
  • કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડ વધારીને તથા અન્ય સવલતો પૂરી પાડીને કૃષિ વિકાસનો દર ઊંચે લઈ જવો જોઈએ.
  • હરિયાળી ક્રાંતિના લાભ દેશના બધાં જ રાજ્યોને થાય તેવા પ્રયાસો કરીને આર્થિક વિકાસનો દર 8% થી 10% ઊંચે લઈ જઈને રોજગારીની તકોમાં વધારો કરી શેરોજગારીની પ્રાપ્યા હળવી કરી શકાય તેમ છે.
  • આવા ઉદ્યોગો ઓછી મૂડીએ વધુ રોજગારી પૂરી પાડે છે. તેથી રોજગારલક્ષી ઉદ્યોગોના સ્થાપના અને વિકાસ કરવા જોઈએ. જેથી બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય.
  • બાંધકામ ક્ષેત્રે પણ રોજગારલક્ષી આયોજન કરી બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય.

(4) રોજગારલક્ષી શિક્ષણ :

  • ભારતમાં શિક્ષિત બેરોજગારીનો પ્રશ્ના ઉકેલવા શિક્ષણક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો લાવવાની જરૂર છે જેવા કે….
  • માત્ર પરીક્ષાલક્ષી અભિગમને બદલે કૌશલ્ય કે આવડત પ્રાપ્ત થાય તેવો અભિગમ અપનાવવો જોઈએ.
  • વર્તમાન વેપાર, વાણિજ્ય, ઉદ્યોગો, ખેતી તેમજ અન્ય ક્ષેત્રોને અનુરૂપ વ્યવસાયલક્ષી શિક્ષણ આપવું જોઈએ. તથા તેને અનુરૂપ તાલીમી કાર્યક્રમો અને અભ્યાસક્રમો દાખલ કરવા જોઈએ.
  • અત્યારે ઇન્ફોટેકનોલોજી અને ભવિષ્યમાં બાયોટેક્નોલોજીના યુગને ધ્યાનમાં લઈને તેને અનુરૂપ શિક્ષિતો તૈયાર કરવા જોઈએ.
  • શિક્ષિત બેરોજગારીને વ્યવસાયલક્ષી તાલીમ આપીને તેમના વ્યવસાયના વિકાસ માટે સબસીડીવાળી લોન આપવી જોઈએ.
  • વ્યવસાયલક્ષી અને ટેકનિકલ તાલીમ આપતા કેન્દ્રો શરૂ કરવા જોઈએ. જો કે ઈ. સ. 2015ની નવી શિક્ષણ નીતિમાં આ હેતુ રખાયો છે.
  • રોજગારલક્ષી અભ્યાસક્રમો તૈયાર કરવા ખાનગી ક્ષેત્રનો સહકાર મેળવી અમલ કરવો જોઈએ.

(5) ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ :

  • આ ઉદ્યોગો શ્રમપ્રધાન છે તેથી તે ઓછા મૂડીરોકાણે
  • વધુ રોજગારીની તકોનું સર્જન કરી શકે છે.
  • એક અંદાજ મુજબ એકસરખા મૂડીરોકાણે નાના ઉદ્યોગો મોટા ઉદ્યોગોની સરખામણીમાં 7.5 ગણી વધુ રોજગારીનું સર્જન કરે છે.
  • 1956ની બીજી ઔધોગિક નીતિથી સરકાર દ્વારા વપરાશના ઉદ્યોગોમાં શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવા પર ભાર મૂકાયો છે.
  • શ્રમપ્રધાન ગૃહ અને નાના ઉદ્યોગોને અનામત દ્વારા રક્ષણ આપવાના તથા નાણાંકીય ટેકનિકલ અને સંચાલકીય સહાયમાં વધારો કરી તેનો વિકાસ કરવાથી પણ રોજગારીની તકો વધે છે અને બેરોજગારી હળવી થાય છે.

(6) આંતરમાળખાકીય સેવાનો વિસ્તાર :

  • જો ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, વસવાટ, રસ્તા, વાહનવ્યવહાર, વીજળી તથા વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો જેવી આંતર માળખાકીય સેવાઓ વિકસાવાય તો ગ્રામ્યક્ષેત્રે ઉદ્યોગો સ્થપાશે.
  • જેથી લોકોને ગામડામાં જ પોતાના વસવાટની નજીક રોજગારીની તકો પ્રાપ્ત થશે તથા શહેરીકરણની સમસ્યા પણ હળવી બનશે. ગ્રામીણ આંતર માળખાનો વિકાસ થવાથી ગૃહ અને નાના ઉધોગોનો વિકાસ થશે અને લોકો આત્મનિર્ભર બનશે જેથી બેરોજગારી ઘટશે.

(7) કૃષિક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર :

  • જો સારી રીતે આયોજન કરવામાં આવે તો અન્ય કોઈ પણ ક્ષેત્ર કરતાં કૃષિ ક્ષેત્રમાં રોજગારીની તકો વધારે પ્રમાણમાં ઊભી કરી શકાય છે.
  • પ્રો. પી. સી. મહાલનોબિસની ગણતરીના અંદાજો પ્રમાણે જો ભારતમાં કૃષિ ક્ષેત્રે ₹ 1 કરોડનું મૂડીરોકાણ કરવાથી 40000 વ્યક્તિને રોજગારી આપી શકાય છે અને ઉત્પાદનમાં 5.7 ટકાના દરે વધારો કરી શકાય છે. જ્યારે મોટા ઉદ્યોગોમાં ₹ 1 કરોડનું મૂડીરોકાણ કરવાથી માત્ર 500 વ્યક્તિને જ રોજગારી આપી શકાય છે અને ઉત્પાદનમાં 1.4% દરે જ વધારો કરી શકાય છે.
  •  કૃષિક્ષેત્રનો વિકાસ કરવા નાની અને મધ્યમ કદની સિંચાઈ જમીન સંરક્ષણ, મિશ્ર ખેતી, વન વિકાસ, સઘન ખેતી, જમીનનું નવીનીકરણ, ગ્રામોઘોગને વેગ આપીને રોજગારીની તકોમાં વધારો કરી શકાય તેમ છે.
  • ડો. એમ. એસ. સ્વામીનાથને પણ કૃષિ વિકાસની દિશામાં વધારે પ્રયત્ન કરવા ઉપર ભાર મૂક્યો છે.

ભારતમાં 1951થી આયોજન અમલમાં મૂક્યું ત્યારે એવી ગણતરી હતી કે આર્થિક વિકાસ થતાં આપોઆપ બેરોજગારીની સમસ્યા હલ થશે. પરંતુ ચાર યોજનામાં આ ખ્યાલ ભ્રામક નીવડતાં રાજ્યે (સરકારે) પાંચમી યોજનાથી બેરોજગારીની સમસ્યા ઉકેલવા વિવિધ રોજગારલક્ષી કાર્યક્રમો હાથ ધર્યા છે. જે નીચે પ્રમાણે છે :

(1) મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો (મનરેગા MGNREGA) :

  • ફેબ્રુઆરી 2006માં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો (નરેગા-NREGA) શરૂ કરવામાં આવેલ હતો. જેનો હેતુ પછાત જિલ્લાઓમાં વસતા ગ્રામીણ લોકોને રોજગારી આપવાનો હતો.
  • આ નરેગા યોજાનાનું નામ 2 ઓક્ટોબર, 2009થી બદલીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ (મનરેગા-MGNREGA) કરવામાં આવ્યું.
  • આ કાર્યક્રમ સફળ બનાવવાના હેતુથી સરકારે :2 ફેબ્રુઆરીના દિવસે રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો છે.
  • આ યોજના દ્વારા પ્રત્યેક ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને વર્ષમાં 100 દિવસન રોજગારી આપવાની બાંહેધરી આપવામાં આવી છે જેમાં 1/3 ભાગની રોજગારી સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે.
  • આ કાર્યક્રમમાં ગ્રામીણ લોકોને શારીરિક શ્રમ દ્વાર નક્કી થયેલ ન્યૂનતમ વેતન આપવાની જોગવાદ કરવામાં આવી છે. તેમજ તેનું વેતન સાત દિવસમાં આપી દેવામાં આવે છે.
  • – શ્રમિકને તેના રહેઠાણથી 5 કિલોમીટર અંતરમાં જ રોજગારી આપવામાં આવે છે. જો આ અંતરથી દૂર રોજગારી આપવામાં આવો તે તેને 10% વધારે મજૂરી આપવામાં આવે છે.
  • આ યોજનામાં નોંધાયેલા શ્રમિકોને પાંચ વર્ષ માટે જોબકાર્ડ આપવામાં આવે છે. જોબકાર્ડ મેળવ્યા પછી વ્યક્તિને 15 દિવસ સુધી કામ ન મળે તો તેને નક્ક કરેલ બેરોજગારી ભથ્થું આપવાની જોગવાઈ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવી છે.

(2) પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના (PDUSJY)

  • આ યોજના 16 ઓક્ટોબર, 2014થી શરૂ કરવામાં આવી છે.
  • આ યોજનાનો હેતુ અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલ શ્રમિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે સારું સંચાલન.. કૌશલ્ય વિકાસ અને શ્રમિકોનું કલ્યાણ કરવાનો છે. તેમજ ઔધોગિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય તેવો પણ હેતુ રાખવામાં આવ્યો છે.

(3) દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના (DUGJY

  • અગાઉની (રાજીવ ગાંધી) ગ્રામીણ વિધુતીકરણ યોજનાના સ્થાને આ નવી યોજના શરૂ કરવામાં આવી.
  • આ યોજનાનો હેતુ (મુખ્ય ઉદ્દેશ) ગ્રામ્ય વિસ્તારમાં 24×7 સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરવાનો છે.

(4) દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (DUGKY)

  • આ યોજનાની શરૂઆત 25 સપ્ટેમ્બર, 2014થી કરવામાં આવી.
  • જેનો મુખ્ય ઉદ્દેશ 18થી 35 વર્ષના યુવાનોને રોજગારી આપવાનો છે.

(5) પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના :

  • આ કાર્યક્રમની શરૂઆત 1 જુલાઈ, 2015થી કરવામાં આવી.
  • ‘હર ખેત કો પાની’ એ સૂત્રને સાર્થક કરવાના ઉદ્દેશથી ખેત-ઉત્પાદકતા વધારવા અને દેશનાં ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે તે પ્રમાણે કૃષિ ક્ષેત્ર માટે સિંચાઈ યોજનાઓનું આયોજન કરવાનું લક્ષ્ય આ કાર્યક્રમમાં રાખવામાં આવ્યું છે.

Leave a Comment