3. મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ વગેરેનો પ્રકરણ પ્રમાણે વિભાજીત કરી વૈશ્વિક સ્તરે અભ્યાસ થાય છે.
4. ઉ.દા. 'કુદરતી વનસ્પતિ' નો સર્વ પ્રથમ વૈશ્વિક સ્તરે અભ્યાસ કર્યા બાદ ભૂમધ્ય પ્રકાર્ની, શંકુદ્રુમ પ્રકારની, વિષવવૃતીય પ્રકારની વનસ્પતીનો અભ્યાસ કરવામા આવે છે.
5. પધ્ધતીસરના અભિગમમાં સમગ્ર પરથી અંશ પર આવવામા આવેછે.
પ્રાદેશિક અભિગમ:
1. જર્મન ભૂગોળવિદ્ કાર્લ રિટર તેના પ્રવર્તક છે.
2. પૃથ્વીના જુદા-જુદા એકમો પાડીને ચોક્કસ એકમોના સંદર્ભમા અભ્યાસ કરવામા આવે છે
3. દક્ષિણ અમેરિકાનો એમેઝોનનો ખીણ પ્રદેશ,આફ્રિકાનો કોંગો નદીનો ખીણ પ્રદેશ, મલેશીયા, ઈડોનેશીયા, ફિલિપાઈન્સ દ્વિપ સમૂહ વગેરેને એક પ્રાકૃતિક પ્રદેશમાં જોડીને 'વિષુવવૃતિય જંગલોનો પ્રદેશ' તરીકે અભ્યાસ કરવામાં આવે છે.
4. આપ્રદેશની સમગ્ર બાબતોનો અભ્યાસ કરવામા આવેછે. જેમકે..આબોહવા, વનસ્પતિ, કૃષિ, ખનીજ સંપતી, પ્રાણીજીવન વગેરે
પ્રશ્ન-ભૂગોળનું મહત્વ અથવા ભૂગોળની ઉપયોગીતા સમજાવો.