સમુદાયનો અર્થ :
“સમુદાય એટલે નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં વસવાટ કરતા, સમાન સંસ્કૃતિ અને અમેપણાંની સામૂહિક ભાવના પરાવતા, પારસ્પરિક સંબંધ ધરાવતા માનવસમૂહને સમુદાય કહે છે."
ધાર્મિક સમુદાય, ગ્રામીણ સમુદાય, શહેર સમુદાય અને આદિવાસી સમુદાયની વિસ્તૃત સમજ મેળવીવ્યું.
સમુદાયના પ્રકારો :
(1) ધાર્મિક સમુદાય :
ધાર્મિક સમુદાયની વ્યાખ્યા :
ધાર્મિક સમુદાય એટલે એવું ચોક્કસ જૂથ કે જેને પોતાનું આગવું તત્ત્વજ્ઞાન, પૂજા-ઉપાસના પદ્ધતિ, ધાર્મિક માન્યતાઓ, વિધિ-વિધાનો અને આચાર સંહિતામાં સમાનતા હોય છે.
હિંદુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન પારસી અને યહૂદી ધર્મનો સમાવેશ થાય છે. ભારતમાં દરેક ગામ કે શહેરમાં મંદિર, મસ્જિદ, ગિરિજાઘર (ચર્ચ), ગુરુદ્વારા કે અગિયારી જેવાં સ્થળો ધર્મનાં પ્રતીક સ્વરૂપે જોવા મળે છે.
ભારતનાં બંધારણની કલમ 25(1) દરેક વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે સ્વીકારવા, વ્યવહારમાં લાવવા તેમજ તેનો પ્રચાર-પ્રસાર કરવાનો અધિકાર આપે છે. વિશ્વમાં ભારતમાં પ્રવર્તતી ધાર્મિક વિશ્વાસની સહિષ્ણુતા અને વિવિધતાની સ્વીકૃતિ ઉદાહરણરૂપ બને છે. ભારતમાં બધા જ પ્રકારના લોકો પોતાની ધાર્મિક શ્રદ્ધાને માનવા અને તેને સુરક્ષિત રાખવા સ્વતંત્ર છે. જુદા જુદા ધાર્મિક સમુદાયનો પરિચય નીચે મુજબ મેળવીશું.