3. ‘ભૌગોલિક પર્યાવરણ તથા માનવીની ક્રિયાઓના પરસ્પર સંબંધોનો અભ્યાસ એટલે માનવ ભૂગોળ.’ - ઍલ્સવર્થ હંટિંગ્ટન
=>ઍરિસ્ટોટલ,બકલ,હંમ્બોલ્ટ,રિટર...આ વિદ્વાનોએ ઈતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્વ આપ્યું હતું.
=>કુ. ઍલન સૅમ્પલે,ફ્રેડરિક રેઝેલ....-આ વિદ્વાનોએ ભૌતિક પર્યાવરણ માનવ ક્રિયાઓને કેવી રીતે પ્રભાવિત કરે છે. તે સમજાવ્યું,
=>હંટિંગ્ટને....- સમાજ, સંસ્કૃતિ અને ઈતિહાસ ઉપર આબોહવાના પ્રભાવને સમજાવ્યું.
=>માનવ ભૂગોળ માનવ સમાજ અને તેના પર્યાવરણ વચ્ચેના આંતરસંબંધોને પ્રાધાન્ય આપે છે.
=> માનવ ભૂગોળ એ ગત્યાત્મક વિજ્ઞાન છે.
=> માનવ ભૂગોળના વિષયવસ્તુમાં સમયની સાથે વૃદ્ધિ અને વિસ્તાર થઈ રહ્યો છે.
માનવ ભૂગોળનું વિષય વસ્તુ:-
=> તકનીકી વિકાસની સાથે મનુષ્ય અને પર્યાવરણના સંબંધો બદલાઈ રહ્યા છે. માનવીનો પર્યાવરણ સાથેનો સંબંધ એ માનવ ભૂગોળના અભ્યાસનું કેન્દ્રબિંદુ છે.
=> વિભિન્ન પ્રદેશોના માનવીઓના રંગ, સ્વાસ્થ્ય, વસ્ત્ર, રહેઠાણ, ભાષા, ધર્મ, સામાજિક માળખું વગેરે અનેક બાબતોમાં વૈવિધ્ય છે.
=>સાંસ્કૃતિક ભિન્નતાઓનું ઉત્તમ ઉદાહરણ યુ.એસ.એ. અને ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશોમાં જોવા મળે છે.
અમેરિકન ભૂગોળવેત્તાઓ ફ્રિન્ચ અને ટ્રેવાર્થાએ માનવ ભૂગોળના વિષય વસ્તુના બે વિભાગ પાડ્યા છે
(1) પ્રાકૃતિક પર્યાવરણ
(2) સાંસ્કૃતિક પર્યાવરણ.
=>માનવ ભૂગોળ અભ્યાસના ક્ષેત્રોમાં સમયાંતરે મોટા ફેરફારો થતા રહ્યા છે.
=>20મી સદીની શરૂઆતમાં સાંસ્કૃતિક અને આર્થિક પાસાં પર ધ્યાન આપવામાં આવ્યું હતું, પરંતુ પછીથી માનવ સમાજ સામે આવેલી નવી સમસ્યાઓ અને પડકારો વિષય વસ્તુના કેન્દ્રમાં રહ્યાં.
=>માનવ ભૂગોળમાં તત્કાલીન, સમન્વયકારી અને આંતરવિષયક વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
=>અર્થશાસ્ત્ર, ઈતિહાસ, વસ્તી વિજ્ઞાન, કૃષિવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે વિષયો સાથે માનવ ભૂગોળ અનુબંધ અને સહસંબંધ ધરાવે છે.
Q. માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રોમાં સમાવિષ્ટ મહત્વનાં પાસાં આ પ્રમાણે છે :
1. માનવીની ઉત્પત્તિ, તેની પ્રજાતિઓ અને પૃથ્વી પર માનવ પ્રજાતિઓનું સ્થાયીકરણ માનવવસ્તીનું વિતરણ, વસ્તીગીચતા, વસ્તીવૃદ્ધિ, વસ્તીની વિશેષતાઓ અને માનવ વસ્તીનું સ્થળાંતરણ.
2. માનવીની પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ.
3. ભૂમિસ્વરૂપો, વાતાવરણ, જમીન, વનસ્પતિ, જલાવરણ, ખનીજો વગેરે સાથે માનવીનો સંબંધ અનેતેમની સાથેનું સમાયોજન.
7. ભવિષ્યના સંદર્ભમાં સંસાધનોની મૂલવણી અને સંરક્ષણની યોજનાઓ.
પ્રશ્ન:માનવ ભૂગોળનાં અભિગમો જણાવો.
માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધોની ચર્ચા માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને છે. આ સંબંધોના વિશ્લેષણ માટે જુદા જુદા અભિગમ અપનાવવામાં આવ્યા છે.
સમય પરિવર્તનની સાથે સાથે માનવ ભૂગોળના વિષયવસ્તુ તથા તેનો અભ્યાસ કરવાની પદ્ધતિઓ, પ્રવિધિઓ અને અભિગમો પણ બદલાતા રહ્યા છે.
1. ઐતિહાસિક અભિગમ
2. ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ
વિશ્વના વિભિન્ન પ્રદેશો અને ભાગોમાં વસતા માનવીના માનવસર્જિત પર્યાવરણને પ્રાધાન્ય આ અભિગમથી પ્રાપ્ત થાય છે.
આ પ્રકારના અભિગમ દ્વારા માનવજીવનની શૈલીઓની વિવિધતા પ્રાપ્ત થાય છે.
લગભગ 20મી સદીના પ્રારંભ સુધી માનવજીવનની શૈલી પ્રાકૃતિક પર્યાવરણને આધારિત હતી.
પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ
માનવી પોતાની પ્રવૃત્તિઓનું પ્રાકૃતિક પર્યાવરણમાં કેવી રીતે સમાયોજન કરે છે અને તનીકી વિકાસ દ્વારા પ્રાકૃતિક પ્રતિકૂળતાઓનો સામનો કેવી રીતે કરે છે, તેનું વિશ્લેષણ આ અભિગમ દ્વારા કરવામાં આવેછે. પ્રાકૃતિક પર્યાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિઓની સાથે અનુકૂલન સ્થાપવામાં જે પારિસ્થિતિક પરિવર્તન જોવા મળે છે તેનો અભ્યાસ આ અભિગમમાં સમાવિષ્ટ છે
ઉ.દા. તરીકે...મેદાનીપ્રદેશમાં વસતો માનવી ખેતી પ્રવૃત્તિ કરે છે.
નિયતિવાદ
4. વર્તનલક્ષી અભિગમ
કોઈ પણ ક્ષેત્રમાં ઉત્પન્ન થતું સાંસ્કૃતિક પર્યાવરણ તે ક્ષેત્રના માનવીના વ્યક્તિગત ગુણો, માન્યતાઓ, મૂલ્યો, વ્યવહારો, રીતરિવાજો વગેરેનું પરિણામ છે. કોઈ પણ પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ ત્યાંના લોકોના વર્તન પર અસર કરે છે. માનવ સમુદાયોના વર્તન અને જીવનશૈલીથી સાંસ્કૃતિક પર્યાવરણ ઉદ્ભવે છે.
5. માનવ કલ્યાણલક્ષી અભિગમ
આ અભિગમ ગરીબી, ભૂખમરો, દુષ્કાળ, યુદ્ધો, રંગભેદ, જાતિભેદ, વર્ગવિગ્રહો, આતંકવાદ, માનવસર્જિત હોનારતો વગેરેને પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં પ્રાદેશિક અભ્યાસ કરે છે.આ અભિગમ એવા પ્રકારની સામાજિક – આર્થિક વ્યવસ્થાઓ પર ભાર મૂકે છે કે જેના દ્વારા વિશ્વના તમામ નાગરિકોને વિશ્વના બધાં જ સંસાધનો પર સમાન અધિકાર અને નિયંત્રણ પ્રાપ્ત થાય. સામાજિક ન્યાયનો હેતુ પાર પાડી શકાય. માનવીને તેની પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી મળી રહે અને માનવકલ્યાણ સાધી શકાય.
માનવ ભૂગોળના અભિગમો વિશે રિટર, રેઝેલ, હંટિંગ્ટન, બ્લાશ, બ્રુન્સ, ડિમાજિયાં, હિંચ, ટ્રેવાર્થી, ડિકન્સ, હાઈટ વગેરે વિદ્વાનોએ પોતાના વિચારો રજૂ કર્યા છે. માનવી હંમેશાં પ્રયત્નશીલ રહ્યો છે.
માનવ ભૂગોળના અભિગમોની તુલના
માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો માનવ અને પ્રાકૃતિક પર્યાવરણ વચ્ચેના સંબંધોનું વિશ્લેષણ કરે છે.
નિશ્ચયવાદી વિચારધારા મુજબ મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. કોઈ પણ રાષ્ટ્રનો ઈતિહાસ, સંસ્કૃતિ, લોકોની જીવનશૈલી અને વિકાસની દિશાને પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે, સંભવવાદી વિચારધારા પ્રાકૃતિક પર્યાવરણને બદલે માનવને વધુ મહત્ત્વ આપે છે. માનવી પોતે જ સંભાવનાઓનો સ્વામી છે.
ઐતિહાસિક અભિગમ એ બાબતને સ્પષ્ટ કરે છે કે ભૌતિક પર્યાવરણની સમતુલા જળવાશે તો જ માનવ કલ્યાણ અને પ્રગતિ થઈ શકશે. પ્રાકૃતિક નિયમોનું પાલન કરવાથી જ માનવી પ્રકૃતિ પર વિજય મેળવી શકશે. સાંસ્કૃતિક પરિબળો અને પ્રાકૃતિક પરિબળો વચ્ચેના સંબંધો નિરંતર પરિવર્તનશીલ રહ્યા છે. પ્રાકૃતિક પર્યાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે અનુકૂલન સાધવા -માનવ કલ્યાણલક્ષી અભિગમ સામાજિક ન્યાયનો હેતુ સિદ્ધ થાય તે માટે વિશ્વના બધા જ માનવોનો સૃષ્ટિના બધાં જ સંસાધનો પર સમાન અધિકાર પ્રસ્થાપિત કરે છે. આ વિચારધારા સમજાવે છે કે ગરીબી, ભૂખમરો, ગૃહયુદ્ધો, અરાજકતા, રંગભેદ અને આતંકવાદ વગેરે સામાજિક અને આર્થિક સમસ્યાઓ સંપૂર્ણ રીતે દૂર થાય તો જ માનવ કલ્યાણ શક્ય બનશે.