Q. માનવીની પ્રાથમિક આર્થીક પ્રવૃતીમાં શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ વિશે નોંધ લખો.

=> માનવીની પ્રાથમિક પ્રવૃત્તિઓમાં શિકાર, વન્ય પેદાશો એકઠી કરવી, મત્સ્યયન, પશુપાલન, ખનન, ખેતી અને ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

           આર્થિક રીતે વિકસીત રાષ્ટ્રોના લગભગ પાંચ ટકાથી ઓછા લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે જ્યારે વિકાસશીલ દેશોમાં માનવશ્રમને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

પશુપાલન

  • પ્રાથમિક પ્રવૃત્તિઓમાં પશુપાલનનું કાર્ય મહત્ત્વનું રહ્યું.
  • આજે પણ ઘાસના મેદાનોમાં વસતા લોકો ગાય, ભેંસ, બળદ, ઘોડા; ટુંડ્ર પ્રદેશના લોકો રૅન્ડિયર; રણપ્રદેશના લોકો ઊંટ, ઘેટાં, બકરાં; પર્વતીય પ્રદેશના લોકો લામા અને યાક પ્રાણીઓને પાળે છે.
  • આ પ્રાણીઓ ભારવહન, ખેતીકામ અને પશુપેદાશો માટે ઉપયોગી છે.
  • ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધમાં વસતા લોકો અસ્થાયી પ્રકારનું પશુપાલન કરતા હતા પણ હવે તેઓ વ્યાપારી પશુપાલન પ્રવૃત્તિ તરફ વળ્યા છે.

ઉદ્યોગોનું વર્ગીકરણ

ગૃહઉદ્યોગ (કુટિર ઉદ્યોગ)

ગૃહઉદ્યોગ એ ઔદ્યોગિક ઉત્પાદનનું સૌથી નાનું સ્વરૂપ છે. હાથકારીગર કે શિલ્પકાર પોતાના કુટુંબના સભ્યોની મદદથી સ્થાનિક કાચામાલ વડે સામાન્ય સાધનોના ઉપયોગ દ્વારા પોતાના ઘરમાં જ ચીજવસ્તુઓનું નિર્માણ કરે છે.

  • ઉત્પાદન કાર્ય ખૂબ જ મર્યાદિત હોય છે.
  • ઉત્પાદિત ચીજવસ્તુનું વેચાણ સ્થાનિક બજારમાં કરવામાં આવે છે.
  • કુંભાર, લુહાર, મોચી વગેરે પરંપરાગત ગૃહઉદ્યોગ સ્વરૂપે ચીજવસ્તુ બનાવે છે.
  • એશિયા અને આફ્રિકાના દેશોમાં આજે પણ આવા ગૃહઉદ્યોગો દ્વારા ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે. તેમાંથી કેટલીક ચીજવસ્તુઓની માંગ વિકસીત દેશોમાં વધુ છે.
  • મૂડી અને પરિવહન ગૃહઉદ્યોગોને નોંધપાત્ર અસર કરતાં નથી.
  • કપડાં, ચટાઈઓ, વાસણો, ફર્નીચર, નાની મૂર્તિઓ, પથ્થરની ચીજો અને માટીનાં વાસ ચીજો, બૂટ-ચંપલ, સોનાનાં કે તાંબાનાં ઘરેણાં, વાંસમાંથી બનાવેલી ચીજો વગેરે ગૃહઉદ્યોગો દ્વારા તૈયાર થાય છે.

 લઘુ ઉદ્યોગ

આ પ્રકારના ઉદ્યોગોમાં શક્તિ સંચાલનનાં આધુનિક યંત્રો અને કૌશલ્ય ધરાવતા કારીગરોની મદદ લેવામાં આવે છે.

  • આ ઉદ્યોગ માટે જરૂરી કાચો માલ સ્થાનિક બજારમાંથી ઉપલબ્ધ થતો ન હોય તો દૂરથી પણ મંગાવવામાં આવે છે.
  • ગૃહઉદ્યોગની તુલનામાં આ ઉદ્યોગ કદમાં વિસ્તૃત હોય છે. રોજગારીની તકો અહીં વધારે હોય છે, જેથી સ્થાનિક લોકોની આવક વધે છે.
  • ભારત, ચીન, ઈન્ડોનેશિયા અને બ્રાઝિલ વગેરે દેશોમાં લોકોની રોજગારી વધે તે માટે આ પ્રકારના ઉદ્યોગોના વિકાસ માટે સ્થાનિક સરકારો પ્રયત્નશીલ રહે છે. ચીન અને ભારતમાં કાપડ, રમકડાં, ફર્નીચર, ખાદ્યતેલ અને ચામડાનો સામાન વગેરેનું ઉત્પાદન એ લઘુઉદ્યોગના એકમો દ્વારા થાય છે.

મોટા પાયાના ઉદ્યોગ

  • આ પ્રકારના ઉદ્યોગો માટે વિસ્તૃત બજારો, જુદા જુદા પ્રકારનો કાચો માલ, ઊર્જાનાં સાધનો, કુશળ કારીગરો, વધારે મૂડી, ભારે યંત્રસામગ્રી, પાકા માર્ગો, રેલ માર્ગ, વીજળીની પ્રાપ્તિ, પાણી, બેંકોની અને વીમાની સગવડો વગેરેની જરૂર પડે છે.
  • લોખંડ-પોલાદ ઉદ્યોગ, પેટ્રો રસાયણ ઉદ્યોગ, ઑટોમોબાઈલ્સ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ વગેરે આ કક્ષાના ઉદ્યોગો છે.
  • વ્યવસ્થાતંત્ર એ ઉચ્ચ મૂલ્ય આધારિત તથા જટિલ પ્રકારનું હોય છે. 
  • ઉત્પાદનની ગુણવત્તા અને વિશિષ્ટીકરણ ઉપર વધુ ધ્યાન આપવામાં આવે છે.
  • આ પ્રકારના ઉદ્યોગમાં ચીજ-વસ્તુનું ઉત્પાદન વધુ માત્રામાં થાય છે, ઉત્પાદનોને વેચાણ અર્થે દૂરનાં વિસ્તૃત બજારોમાં મોકલવામાં આવે છે.
  • ઔદ્યોગિક ક્રાંતિ પછીના વર્ષોમાં આવા ઉદ્યોગોનો વિકાસ વધુ થયો છે. વિશ્વના ઘણા દેશોમાં આ પ્રકારના ઉદ્યોગો પ્રસ્થાપિત થયા છે.