પ્રસ્તાવના :
શરૂઆતનાં વર્ષોમાં ગ્રામસમાજ વ્યવસ્થા હતી, ખેતીનો પરસ્પર વ્યવહાર, ઓછી જરૂરિયાતો, સાદું જીવન હતું એટલે વસ્તુ વિનિમય પ્રથા શક્ય હતી. પરંતુ સમાજ અને આર્થિક જગતનો વિકાસ થયો,
પ્રાચીન સમયમાં માનવીએ પોતાની જરુરીયાત હોય તેવી વસ્તુઓ અને સેવાઓ આપીને પોતાની જરુરીયાત હોય તેવી વસ્તુકે સેવા મેળવવા પ્રયત્ન કર્યો છે. આ પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા કહે છે.
દા. ત., ખેડૂત ઘઉંના બદલામાં ચોખા, કાપડ, ચંપલ મેળવતો. એ જ રીતે ચંપલ બનાવનાર ચંપલ આપી અનાજ, કાપડ, ઘી વગેરે મેળવતો હતો.

સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાઓ સમજાવો
સાટા પ્રથાનો અર્થ : (વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ)
‘વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા એટલે વસ્તુવિનિમય પ્રથા કે સાટા પ્રથા.’
સાટા પ્રથા વસ્તુવિનિમય પ્રથા કે બદલા પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે.
સાટા પ્રથાની મર્યાદાઓ :
(1) જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા :
સાટા પ્રથામાં બે પક્ષકારો વચ્ચે સીધી લેવડ-દેવડ થતી હોય છે. આથી બંને પક્ષોની જરૂરિયાતોનો સુમેળ જ્યાં સુધી સાધી ના શકાય ત્યાં સુધી વિનિમય શક્ય બનતો નથી.
વળી, આર્થિક અને સામાજિક વિકાસની સાથે માનવીની જરૂરિયાતો પણ વધતી ગઈ. આથી વિનિમય કરવાનું કાર્ય વધુ જટિલ બન્યું.
દા. ત.. - ખેડૂત પાસે ઘઉં છે અને તેને કાપડની જરૂર છે. પરંતુ વણકર પાસે કાપડ છે પણ તેને ઘઉં નહીં પરંતુ પગરખાંની જરૂર છે.
મોચી પાસે પગરખાં છે પણ તેને ઘઉંની જરૂર છે.
આમ અહીં એકબીજાની જરૂરિયાતનો મેળ બેસતો નથી. તેથી દરેકે અનેક વ્યક્તિઓ સાથે વિનિમય કરવો પડશે.
આમ કરવાથી સમય અને શક્તિનો બગાડ થતો હતો. આ ઉપરાંત અવિભાજ્ય વસ્તુના બદલામાં વિભાજય વસ્તુનો વિનિમય કરવો વધુ મુશ્કેલ બનતો હતો.

(ii) મૂલ્યના સંગ્રહની મુશ્કેલી :
સાટા પ્રથામાં મૂલ્યના સંગ્રહની મુશ્કેલી હતી. અહીંયાં મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય ગણાય છે.
દિન-પ્રતિદિન ઉત્પાદન અને ઉત્પાદકતા વધતાં તેમાંથી સ્વવપરાશ માટે વસ્તુઓ રાખી બાકીની વસ્તુઓના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવી લેવી પડતી.
ભવિષ્યમાં વસ્તુ ખરીદવા કે ભાવિ આપત્તિ સામે રક્ષણ મેળવવા વ્યક્તિએ વસ્તુના સ્વરૂપમાં જ મૂલ્યનો સંગ્રહ કરવો પડતો પરંતુ તેમ કરવું મુશ્કેલ હતું કારણ કે.......
વસ્તુની ગુણવત્તા ઘટી જાય, સંગ્રહ કરવાનો ખર્ચ વધુ આવે, અનાજ સડી જાય, લોખંડની વસ્તુને કાટ લાગે, લાકડાની વસ્તુને ઊધઈ લાગે, ગાય-ભેંસ જેવાં પ્રાણીઓ બીમાર પડી જાય કે ઘરડાં થઈ જાય કે મૃત્યુ પામે વગેરેને લીધે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી પડતાં સાટા પ્રથા મર્યાદાવાળી બની.
.png)
(iii) મૂલ્ય માપનની મુશ્કેલી (સર્વ સામાન્ય માપદંડનો અભાવ :
શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔઘોગિક આર્થિક જગતમાં વસ્તુઓ અને સેવાઓના મૂલ્યમાપનનો પ્રશ્ન ઊભો થયો.
જ્યાં સુધી મથર્યાદિત વસ્તુઓ અને માંદીગ જરૂરિયાતો હતી ત્યાં સુધી વિનિમય કરવાનું કાર્ય સરળ હતુ પરંતુ અર્થતંત્રમાં અનેક વસ્તુખી થાવી ગઈ તથા લોકોની જરૂરિયાતો વધતી ગઈ. પરિણામે દરેક વસ્તુઓના વિનિમય દરને યાદ રાખવાનું અને. નક્કી કરવાનું મુશ્કેલ બખાયું.
દા. ત.. એક મણ ઘઉં કેટલા મીટર કાય ? એક મણ ઘઉં - કેટલા એકમ પગરખાં વગેરેનું મૂલ્ય નક્કી કરવાનું અને તે મુજબ વેપાર કરવાનું કાર્ય મુશ્કેલ બન્યું. એક જ વસ્તુના અનેક મૂલ્યો યાદ રાખવાનું મુશ્કેલ બન્યું.
નાણાંના ઉદ્ભવ અને વિકાસ પર ટૂંક નોંધ લખો.
- વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ તથા વિનિમયને સરળ બનાવવા સર્વસામાન્ય માધ્યમ તરીકે પશુનો ઉપયોગ શરૂ થયો, ભારતમાં ખાસ કરીને ગાયને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ થયું.
- ખેતીપ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન થતું. તેમાંથી વપરાશનું અનાજ બાદ કરી વધેલાં અનાજથી પશુ ખરીદવામાં આવતા અને જરૂર પડે પશુને વેચીને અનાજ પાછું મેળવતા હતા કે અન્ય વસ્તુઓ મેળવતા હતા. આમ ગાય, ભેંસ, ઘોડા જેવા પશુ વિનિમયનું માધ્યમ અને મૂલ્યનું સંગ્રાહક બન્યું.
- જોકે વિનિમયના માધ્યમ અને મૂલ્યના સંગ્રાહક તરીકે પશુનો ઉપયોગ મર્યાદિત બન્યો. કારણ કે પશુઓ પણ બીમાર પડતા, મૃત્યુ પામતા, તેમને સાચવવાની સગવડ નહોતી, અમુક હદથી વધુ પશુ રાખવા શક્ય પણ નહોતું, તેમની હેરફેરની મુશ્કેલી હતી.
- ત્યારબાદ કિંમતી પથ્થરોનો ઉપયોગ થવા લાગ્યો.
- રાજાશાહી અર્થવ્યવસ્થા આવતાં સિક્કાઓ(ધાતુનાણું)ની શરૂઆત થઈ અને રાજધાની તથા નગરોમાં સિક્કાએ વિનિમયના માધ્યમ તરીકે કાર્ય શરૂ કર્યું.
લોકશાહીના ઉદ્ભવે અને આધુનિકરણે આધુનિક નાણાંના સ્વરૂપને મોટું પ્રેરકબળ પૂરું પાડ્યું. કેન્દ્રીય સત્તાના પીઠબળથી બહાર પાડવામાં આવનાર નાણાંને સર્વમાન્ય સ્વીકૃતી મળી અને વિનિમયના માધ્યમ તરીકે ઝડપભેર માન્યતા મળી. જે મૂલ્યના સંગ્રાહક તરીકે સફળ થયું.


.png)

ઉપરોક્ત વ્યાખ્યા પરથી કહી શકાય કે " જે નાણાનું કાર્ય કરે છે તે નાણું છે." નાણાને સમજવા માટે નાણાના કાર્યોને સમજવા જોઈએ...
(1) નાણાંના વિનિમયના માધ્યમ તરીકેના કાર્યને સમજાવો.
- નાણાંનું સૌથી અગત્યનું કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું છે.
- નાણું આપણા આર્થિક વ્યવહારોને સરળ બનાવે છે અને વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવામાં જે તકલીફ પડતી હતી તેનો ઉકેલ લાવે છે. દા. ત., ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે છે અને પછી નાણાં આપીને ચોખા, કાપડ, ઘી વગેરે મેળવે છે.
- વ્યક્તિ નાણાંનો ખર્ચ કરીને વર્તમાનમાં વસ્તુઓ અને સેવાઓ મેળવે છે, તો બચત કરીને ભવિષ્યમાં વસ્તુઓ અને સેવાઓ મેળવે છે.
- મૂળભૂત રીતે આપણી જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણું ખૂબ ઉપયોગીમાધ્યમ છે
2.મૂલ્યના સંગ્રાહક તરીકે :
- નાણાંની બીજી અગત્યની કામગીરી મૂલ્યના સંગ્રાહક તરીકેની છે.
- વ્યક્તિ પોતે ઉત્પન્ન કરેલ વસ્તુ કે સેલ કે આપીને અન્ય વસ્તુ કે સેવા મેળવતો પણ ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવવા માટે તેણે બચત કેવી રી તે કરવી ? તે પ્રશ્ન હતો,
- નાણાં દ્વારા તે વિનિમય મૂલ્યનો સંગ્રહ કરી શકે છે. અનાજ કે પશુના સ્વરૂપ મૂલ્યનો સંગ્રહ લાંબા સમય સુધી શક્ય ન હતો.
- નાણું આ બાબતમાં વધુ સફળ પુરવાર થયું છે. નાથ સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ સરળ છે. અનાજ વેચી નાણું મેળવી નાણાંનાં સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ થાય અને પછી જ્યારે જરૂર હોય ત્યારે તેના દ્વારા વસ્તુ કે સેવાની ખરીદી પણ થાય.
મૂલ્ય સંગ્રાહક તરીકે નાણું સફળ હોવાથી જ તે વિલંબિત ચૂકવણીનું ધોરણ પણ બની શક્યું છે. ધિરાણની , આખી જ વ્યવસ્થા, ઉધાર ખરીદ-વેચાણની પદ્ધતિ અને હપ્તા પદ્ધતિના પાયામાં નાણાંનું આ લક્ષણ જ મદદ નમ થયું છે.
3. મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય :
- નાણું મૂલ્યના માપદંડ તરીકે અગત્યનું કાર્ય બજાવે છે.
- વસ્તુવિનિમય પ્રથામાં દરેક વસ્તુનું વિનિમય મુલ્ય યાદ રાખવું પડતું. એક મણ ઘઉં બરાબર કેટલા મણ ચોખા ? કેટલા મીટર કાપડ ? કેટલા કિલો થી, જોડ ચંપલ ? વગેરે....
- નાણું આ કાર્યને સરળ બનાવે છે.
- નાણાંને કારણે કિંમતોનું તંત્ર કામ કરે છે અને દરેક વસ્તુને સે કિંમત નક્કી થાય છે અને પરિણામે મૂલ્યની ગણતરી સરળ બને છે.
- નાણું મૂલ્યનો તુલનાત્મક અભ્યાસ પણ બનાવે છે માટે નિર્ણયોની પ્રક્રિયા ઝડપથી થાય છે.
વસ્તુવિનિમય પ્રથાના સમયથી જ વિનિમયનું માધ્યમ કે મૂલ્યના સંગ્રાહક તરીકેની કામગીરી કરવા માટેની પશુઓ કે કીમતી પથ્થરો ઉપયોગમાં લેવાયા. ત્યાર બાદ ધાતુના સિક્કાઓએ આ કામ કર્યું અને કારો કાયદામાન્ય નાણાં તરીકે ચલણી નોટો અને સિક્કાઓ આવ્યા તથા બેન્કિંગ સિસ્ટમનો વિકાસ થતા બૅ- આવ્યું. હવે તો ક્રેડિટ કાર્ડ કે ઈ-બેન્કિંગમાં નાણાંએ નવું સ્વરૂપ ધારણ કર્યું. ટૂંકમાં નાણાંના પ્રકારો ગણીએતો

સામાન્ય રીતે ભાવવધારો એટલે કુગાવો. ફુગાવો એ આર્થિક સમસ્યા છે અને નાણાંકીય ઘટના છે. સામાન્ય પ્રજા ચીજવસ્તુના ભાવવધારાને ફુગાવો માને છે પરંતુ અર્થશાસ્ત્રમાં ફુગાવાનો સ્પષ્ટ અર્થ આપવાનો પ્રયત્ન થયો છે. જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ ફુગાવાની વ્યાખ્યાઓ આપી છે.
ફુગાવાનો અર્થ : સામાન્ય રીતે નાણાંના પુરવઠાના વધારાને કારણે લોકોની આવકમાં વધારો થતાં વસ્તુ અને સેવાની માંગમાં પણ વધારો થતાં તેની ભાવ સપાટીમાં સતત અને સર્વગ્રાહી વધારો થાય છે જેને ફુગાવો કહે છે.
વ્યાખ્યાઓ : ડો. એ. પી. લર્નર : 'વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે.'


ડો. એ. સી. પિગુ : 'વાસ્તવિક આવક કરતાં નાણાંકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે.'
ડો. જે. એમ. કેઇન્સ : 'ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાંકીય આવક વધે તો સર્જાય છે.'
ટૂંકમાં ભાવસપાટીમાં થતો સતત અને સર્વગ્રાહી વધારો એ ફુગાવો છે, જેમાં નાણાંની ખરીદશક્તિ સતત ઘટે છે.
ફુગાવાનાં લક્ષણો જણાવો.
(1) ભાવ સપાટીમાં સતત વધારો થાય છે.
(2) અર્થતંત્રમાં બધાં જ ક્ષેત્રોમાં ભાવ વધે છે.
(3) નાણાંની ખરીદશક્તિ (નાણાંનું મૂલ્ય) ઘટતી જાય છે.
(4) પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવસપાટી એ શુદ્ધ ફુગાવો છે.
(5) ફુગાવો એ આર્થિક સમસ્યા અને નાણાંકીય ઘટના છે.
ફુગાવાનાં કારણો
ફુગાવો અટલે અર્થતંત્રના બધાજ ક્ષેત્રોમાં ચીજવસ્તુઓ અને સેવાની કિંમતોમાં સતત વધારો વસ્તુ કે સેવાની કીંમત નક્કી કરવાના બે પરિબળો છે.
1.માંગમાં વધારો (માંગપ્રેરિત ફુગાવો)
2.ખર્ચમાં વધારો (ખર્ચપ્રેરિત ફુગાવો)
[1] માંગમાં વધારો (માંગપ્રેરિત ફુગાવો) :
સામાન્ય રીતે વસ્તુ કે સેવાની માંગ વધે પરંતુ કોઈ કારણસર તે વસ્તુ કે સેવાના પુરવઠામાં વધારો ન થાય કે ધીમા દરે વધારો થાય તો વસ્તુ કે સેવાની અછત સર્જાય છે જેથી તેની કિંમતમાં વધારો થાય છે. જેથી ફુગાવો સર્જાય છે તેને માંગપ્રેરિત ફુગાવો કહે છે.

(1)નાણાંના પુરવઠામાં વધારો :
પ્રો. ફ્રિડમેન અને હોટ્રે જેવા નાણાંવાદી અર્થસાસ્ત્રીએ [ ફુગાવાને શુદ્ધ નાણાંકીય ઘટના માને છે.
તેમના મતે ભાવવધારા માટે નાણાંના પુરવઠામાં સરકાર દ્વારા કરવામાં આવતો વધારો જ જવાબદાર છે.
દેશમાં નાણાંનો પુરવઠો વધવાથી લોકોની નાણાંકીય આવકો વધે છે, જે ચીજ-વસ્તુ અને સેવાની માંગમાં વધારો જન્માવે છે, જેની સામે તેનો પુરવઠો લગભગ સ્થિર હોવાથી અથવા ધીમા દરે વધવાથી કિંમતો વધે છે અને ફુગાવાનું સર્જન થાય છે.
પ્રો. મેચલપે સાચું જ કહ્યું છે કે....
‘ખૂબ જ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે.'
ટૂંકમાં ફુગાવારૂપી આગ ચાલુ રહે અથવા વધારે ભડકે બળે તે માટે નાણાંનાં પુરવઠારૂપી ‘ઘી’ જવાબદાર છે.
(ii) સરકારના જાહેર ખર્ચમાં વધારો :
ભારત જેવા વિકાસમાન દેશોમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને વધુ વેગવાન બનાવવા સરકારોએ જાહેરખર્ચ કરવું પડે છે. જેમ કે આંતરમાળખા(ઇન્ફ્રાસ્ટ્રક્ચર)નો વિકાસ, રોજગારીની તકોનું સર્જન, પાયાની જરૂરિયાતો પૂરી પાડવી વગેરે માટે વધુ ને વધુ ખર્ચ કરવો પડે છે. આવા ખર્ચને પહોંચી વળવા ઘણીવાર સરકારે ખાધ પુરવણીનો આશ્રય લેવો પડે છે. જેનાથી દેશમાં નાણાંનો પુરવઠો વધે છે. લોકોની આવકમાં વધારો થાય છે અને વસ્તુની માંગમાં વધારો થતાં ભાવવધારો સર્જાય છે. જેથી ફુગાવાનું સર્જન થાય છે.
આમ નાણાંના પુરવઠા સામે વસ્તુનું ઉત્પાદન ઓછું હોય ત્યાર ફુગાવો વેગ પકડે છે.
(iii) વસ્તીવધારો :
ભારત જેવા દેશમાં સરેરાશ 2 ટકાના દરે વધતી વસ્તી રોજિંદી વપરાશની વસ્તુની માંગમાં વધારો કરે છે અને બીજી બાજુ બચત અને રોકાણો પર માઠી અસરો સર્જે છે, જેથી વસ્તુ પુરવઠો વધતો નથી.
આમ, વસ્તુની માંગ અને પુરવઠા વચ્ચે તફાવત (અંતર) સર્જાય છે. પરિણામે ભાવસપાટીમાં વધારો થતાં ફુગાવાને વેગ મળે છે.
ક્યારેક વસ્તી સ્થિર હોય પરંતુ લોકોની આવકોમાં વધારો થતાં ફુગાવાજનક ભાવવધારો થાય છે.
(i) કાળું નાણું : દેશમાં વધતું જતું કાળું નાણું પણ ભાવ વધારાને વેગ આપે છે. લોકો કાળાં નાણાંમાંથી વસ્તુ કે મિલકતો ખરીદે છે તેથી તેની માંગ વધતાં ફુગાવો સર્જાય છે.
(B) આયાતી વસ્તુની કિંમતમાં વધારો : ભારતે ઔધોગિકરણ કરવા પર ભાર મૂક્યો છે તેથી ભારતમાં પેટ્રોલિયમ પેદાશની માંગ વધી છે. એક અંદાજે આપણે 70% પેટ્રોલિયમ પેદાશોની આયાત કરવી પડે છે.
(બ) ખર્ચમાં વધારો (ખર્ચપ્રેરિત ફુગાવો ) :
કિંમતને અસર કરતું બીજું મહત્ત્વનું પરિબળ પુરવઠો છે. પુરવઠાને અસર કરતું પરિબળ ઉત્પાદન ખર્ચ છે. તેથી પુરવઠાવાદી અર્થશાસ્ત્રીઓ ફુગાવા માટે વસ્તુ કે સેવાના ઉત્પાદન ખર્ચમાં થતો વધારો જ જવાબદાર છે તેવું માને છે. ૧૯૫૦ પછી આ ખ્યાલ વધુ વ્યાપક બન્યો છે.
3. અન્ય કારણો
ફૂગાવાના મૂળતો બે કારણો છે. (1) માંગમા વધારો (2) ખર્ચમાં વધારો વ્યવહારમાં ભાવસપાટી વધવા માટે અન્ય પરિબળો પણ અસર કરે છે. દા.ત. વિદેશી આયાત પર ચાલતા ઉદ્યોગો. આયાત વેરામાં વધારો થાય. આકસ્મિક સંજોગોમાં અછત ઉભી થાય તોપણ ભાવમાં વધારો થાય.
મૂળબૂત રીતે તો માંગમા અને ઉત્પાદન-ખર્ચમાં જ વધારો થતો હોય છે. પણ તેને અસર કરતા પરિબળો સમજવા જરુરી છે.
(A) કરવેરાનીતિ : જ્યારે સરકાર વસ્તુ કે સેવા ઉપર (પરોક્ષવેરા) ઊંચા દરે કરવેરા નાંખે છે ત્યારે ઉત્પાદન ખર્ચમાં અને કિંમતમાં વધારો થાય છે. કારણ કે ઉત્પાદકો કરનો બોજ ભાવવધારા દ્વારા પોતાના ઉપરથી ગ્રાહક ઉપર ખસેડે છે, જે ફુગાવા માટે જવાબદાર બને છે.
(B) આયાતી વસ્તુની કિંમતમાં વધારો : ભારતે ઔધોગિકરણ કરવા પર ભાર મૂક્યો છે તેથી ભારતમાં પેટ્રોલિયમ પેદાશની માંગ વધી છે. એક અંદાજે આપણે 70% પેટ્રોલિયમ પેદાશોની આયાત કરવી પડે છે.
કિંમતો જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધે તો આયાતો મોંઘી બનતાં દેશમાં પણ પેટ્રોલ- ડીઝલના ભાવ વધે છે. જેથી ઉત્પાદન ખર્ચ અને વાહનવ્યવહાર ખર્ચ વધતાં અન્ય વસ્તુના ભાવ વધે છે. પરિણામે ફુગાવાને વેગ મળે છે. પ્રો. કેઈન્સના શબ્દોમાં કોઈ એક વસ્તુનો ભાવવધારોબીજી વસ્તુના ભાવવધારાને ચઢિયાતી રીતે પોષે છે.
(C) અછત : ઉત્પાદન પ્રક્રિયામાં વપરાતા કાચો માલ વીજળી કે અન્ય જરૂરી વસ્તુની કોઈ પણ કારણોસર અછત સર્જાય તો ભાવો વધે છે.
સંગ્રહખોરો વસ્તુની કૃત્રિમ અછત સર્જે છે. જો અછત લાંબા ગાળા સુધી રહે તો ફુગાવાને વેગ આપે છે.
સમીક્ષા : ફુગાવા માટે ઉપરોક્ત કારણો ઉપરાંત દુષ્કાળ કે કુદરતી આપત્તિમાં અનાજનું ઉત્પાદન ન વધતાં ભાવ વધે છે. તેથી જીવનનિર્વાહ ખર્ચ વધે છે. શ્રમિકો વધુ વેતનની માંગણી કરે છે જે ઉત્પાદન ખર્ચ વધારે છે. યુદ્ધ કે તેના ભયે સંરક્ષણ ખર્ચ વધે છે. જેથી ખર્ચપ્રેરિત ફુગાવો વેગ પકડે છે.
જ્યારે કાચા માલની કિંમતો, યંત્રો, વીજળી અને પાણીના દરમાં વધારો, શ્રમિકોના વેતનમાં, વાહનવ્યવહાર ખર્ચમાં વધારો થતાં વસ્તુ કે સેવાની કિંમતોમાં વધારો થાય છે. આમ ખર્ચ વધવાના કારણે જે ફુગાવો સર્જાય છે તેને ખર્ચપ્રેરિત ફુગાવો કહેવાય છે.