જ્ઞાન આધારિત ઉદ્યોગો, વર્તમાન સાથે જોડાયેલા વિચારો કે વિચારધારા આપવી, તેમનું પુનઃગઠન અને વ્યાખ્યા કરવી, માહિતીની (Data)ની વ્યાખ્યા કરવી, નવા પ્રયોગો, નવીનતમ પ્રૌદ્યોગિકી, અતિ આધુનિક સંશોધન કાર્યો, નૂતન દૃષ્ટિકોણથી કોઈ પણ પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવું વગેરે ઉચ્ચસ્તરીય સેવાઓ છે.
અતિસૂક્ષ્મ શક્તિ અને કલ્પનાતીત કૌશલ્યો આ પ્રકારની સેવા માટે જરૂરી બને છે.
વરિષ્ઠ વ્યાવસાયિકો, ઊંચા પ્રકારનો હોદો ધરાવતા સરકારી અધિકારીઓ, સંશોધન કાર્યો સાથે જોડાયેલા સંશોધકો, આર્થિક, રાજકીય કે નીતિ વિષયક સલાહકારો પોતાના ક્ષેત્રના સફળ નિષ્ણાતો, વિવિધ ક્ષેત્રો માટે નવા જ પ્રકારના છતાંય વ્યાવહારિક નિર્ણયો કરનારા સુજ્ઞ નિર્ણય નિર્ધારકો, ઉદ્યોગો, શાસનવ્યવસ્થા સંબંધી ક્ષેત્રો, સામાજિક, આર્થિક, વેપાર-વાણિજ્ય, વિદેશનીતિ કે અદ્યતન ટેક્નોલૉજી ક્ષેત્રના સલાહકારો આ સેવામાં સમાવિષ્ટ થાય છે.