પૃથ્વીનો ઉદભવ અને ઉત્ક્રાંતિ

પૃથ્વીના ઉદભવ અંગેના વિવિધ સિદ્ધાંત

વાયુવીય રાશિ ઉત્કલ્પનાં:


જર્મન તત્વજ્ઞ ઈમેન્યુઅલ કાંટે આ ઉત્કલ્પના આપી હતી. તેમના મતે અવકાશમાં એક ઠંડુ ગતીહિન વાયુ વાદળ હતું. આ વાયુ કણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણના કારણે એક ગરમ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારીકામાં રુપાંતર પામી.

નિહારિકા વાદળ ઉત્કલ્પના

નિહારિકા વાદળ ઉત્કલ્પનાં:


1796માં ફ્રાન્સના ગણિતશાસ્ત્રી  લાપ્લાસે કાંટની આ વિચારધારામાં સુધારો સુચવ્યો. લાપ્લાસે વાયુવિય અને ધુલિય રાશીના આ આદિ પદાર્થોમાથી સૂર્ય અને ગ્રહોનો ઉદ્ભવ વિષે માહિતી આપી.

યુગ્મ તારક અથવા દ્વૈ તારક ઉત્કલ્પના

1. બે અમેરિકન વૈજ્ઞાનિક 1.ટી.સી.ચેમ્બરલેન અને 2 , મોલ્ટને 1900 મા આ ઉત્કલ્પના આપી.

2.બ્રહ્માંડમા સૂર્ય પાસેથી એક ભ્રમણશીલ તારો પસાર થયો તેના ગુરુત્વાકર્ષણથી કેટલાક પદાર્થો છુટા પડ્યા.

3.છુટા પદાર્થો ગૃહો બન્યા અને સૂર્યની આસપાસ ભ્રમણ કરવા લાગ્યા.

4. આ વિચારધારાને સર જેમ્સ જીન્સ અને હેરોલ્ડ જેફરીનું સમર્થન મળેલુ છે.

વાયુવિય અને ધુલી વાદળ ઉત્કલ્પના

1. રશિયન વિચારક ઑટો શ્મિડે આ વિચારધારા રજૂ કરી.
2. આ વિચારધારા મુજબ બ્રહ્માંડમા આદી સૂર્ય હતો.
3. ગ્રહો નિર્માણ કરનારા પદાર્થો પરમાણું સ્વરુપે 600 કરોડ વર્ષ પહેલા હતા.
4. આ વિચારધારાને સર જેમ્સ જીન્સ અને હેરોલ્ડ જેફરીનું સમર્થન મળેલુ છે
5. સમયાંતરે તેમાથી હાઇડ્રોજન અને હિલિયમ તથા ધુલિ વાદળની ઉત્પતિ થઇ
6. સૂર્યની આકર્ષણ શક્તિના કારણે તારાઓની મધ્યમા રહેલા વાયુવિય વાદળો ચપટી તાસકના સ્વરુપે સૂર્યની આસપાસ પરિક્રમા કરવા લાગ્યા 
7.. ત્યારબાદ ધુલિ વાયુ વાદળમાથી ગ્રહો અને તેમાથી ઉપગ્રહોની રચના થઇ.

ગ્રહાણું ઉત્કલ્પનાં:


1. બે અમેરિકન વૈજ્ઞાનિક

(I) ટી.સી.ચેમ્બરલેન અને

(II) મોલ્ટને 1900 મા આ ઉત્કલ્પના આપી.

2 . બ્રહ્માંડમા સૂર્ય પાસેથી એક ભ્રમણશીલ તારો પસાર થયો તેના ગુરુત્વાકર્ષણથી કેટલાક પદાર્થો છુટા પડ્યા અને બ્રહ્માંડમાંદૂર-સુદૂર વિખરાઈ ગયા.

3. છુટા પદાર્થો ગૃહમાં રૂપાંતરિત થઈ  સૂર્યની આસપાસ ભ્રમણ કરવા લાગ્યા.

4. આ વિચારધારાને સર જેમ્સ જીન્સ અને હેરોલ્ડ જેફરીનું સમર્થન મળેલુ છે.

વાયુવિય અને ધૂલી વાદળો પર આધારિત ઉત્કલ્પના

પૃથ્વીનો ઉત્ક્રાંતિ Evolution of Earth

પૃથ્વી આજે જે સ્વરૂપમાં જોવા મળે છે તે ભૂતકાળમાં ન હતી . પૃથ્વીનું વર્તમાન સ્વરૂપ તેના ક્રમિક વિકાસના અનેક યુગો પછી પ્રાપ્ત થયું છે . પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અતિશય તપ્ત વાયુના ગોળા સ્વરૂપે હતી 

પૃથ્વી પરનું વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓનું બનેલું હતું પરંતુ આજે પૃથ્વી જળ અને જીવજગતથી પણ સુશોભિત એક સુંદર જીવંત ગ્રહ છે . પૃથ્વીના આ રૂપ - પરિવર્તન માટે અનેક ઘટનાઓ અને પ્રક્રિયાઓ જવાબદાર છે . પૃથ્વીસપાટીના લગભગ 71 % વિસ્તાર ઉપર જળરાશિ પથરાયેલી છે . તેથી તેને જલીય ગ્રહ પણ કહે છે .

પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ અને પૃથ્વી પરની વિશાળ જળરાશિને જલાવરણ કહે છે . વાતાવરણમાં રહેલા ઑક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ જીવસૃષ્ટિને જીવંત રાખે છે .

પૃથ્વીસપાટીનું ઘન આવરણ જે માટીના સ્તરો કે ખડક સ્તરોનું બનેલું છે તેને મૃદાવરણ કહે છે.
મૃદાવરણ એ ભૂકવચ છે .વાતાવરણ , જલાવરણ અને મૃદાવરણ આ ત્રણેય આવરણોમાં જુદી જુદી જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે . સમગ્ર જીવસૃષ્ટિને સાંકળતા આવરણને જીવાવરણ કહે છે .

મૃદાવરણની ઉત્ક્રાંતિ

મૃદાવરણ સરેરાશ 33 કિમીની જાડાઈ ધરાવે છે. પૃથ્વીની ઘન સપાટીથી ભૂ - કેન્દ્ર તરફ જતાં સામાન્ય રીતે દર 32 મીટરની ઊંડાઈએ 1° સે તાપમાન વધે છે . પૃથ્વીસપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે .
તેના બે પેટા વિભાગ છે :
( 1 ) ભૂકવચ ( સિયાલ- Sial ) અને
( 2 ) ભૂરસ ( સાયમા- Sima )
સિયાલ સ્તર ગ્રેનાઇટ ખડકોનું અને સાઈમા સ્તર બેસાલ્ટ ખડકોનું બનેલું છે.
મૃદાવરણની નીચે આશરે 2880 કિમીની ઊંડાઈ સુધી મેન્ટલ કે મિશ્રાવરણ ( Mantle ) છે. તેને ભૂરસ પણ કહે છે.
મિશ્રાવરણથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર ભૂ- ગર્ભ ( Core ) કહેવાય છે. તેને કેન્દ્રીય ધાતુપીંડ પણ કહે છે . તેનો વ્યાસ 6020 કિમી છે . આ સ્તરમાં નિક્લ ( Nickel ) અને લોખંડ ( Ferrous ) નાં ખનીજ દ્રવ્યો મુખ્ય હોવાથી તેને નિફે ( Nife ) કહે છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ કે ચુંબકીય બળ આ ધાતુપિંડને આભારી છે.
ભૂગર્ભમાં થતી ભૂસંચલન - પ્રક્રિયા અને આંતરક્રિયાના પરિણામે ખંડો , મહાસાગરો , પર્વતો , ઉચ્ચપ્રદેશો , ફાટખીણો , કિનારાનાં મેદાનો વગેરે ભૂમિ - સ્વરૂપો રચાયાં છે .

વાતાવરણ અને જલાવરણનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ

પ્રથમ અવસ્થા: પૃથ્વી પરના પ્રારંભિક વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ વિશેષ પ્રમાણમાં હતા. સૂર્યના સૌર પવનોને કારણે પૃથ્વી પરના આદિકાલીન વાયુઓ દૂર થઈ ગયા. વાતાવરણની ઉત્ક્રાંતિની આ પ્રથમ અવસ્થા હતી.

દ્વિતીય અવસ્થા: પૃથ્વી સમયાંતરે ઠંડી પડવા લાગી. પરિણામે તેની અંદરથી વાયુઓ અને પાણીની વરાળ બહાર નીકળવા લાગ્યાં. આ પ્રક્રિયાને વાયુ - ઉત્સર્જન કહે છે. આ અવસ્થા દરમિયાન વાતાવરણમાં પાણીની વરાળ, નાઇટ્રોજન, કાર્બન ડાયૉક્સાઇડ , મીથેન અને એમોનિયા વાયુઓનું પ્રમાણ વિશેષ હતું. જ્વાળામુખીઓના પ્રસ્ફોટનના કારણે વાતાવરણમાં પાણીની વરાળ અને અન્ય વાયુઓનું પ્રમાણ વધતું જ રહ્યું.

તૃતીય અવસ્થા: આ અવસ્થામાં પૃથ્વી ઠંડી પડવાના કારણે વરાળનું ઘનીભવન શક્ય બન્યું. જેથી વૃષ્ટિ થવા લાગી.

વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વૃષ્ટિ - જળમાં ભળી જવાના કારણે પૃથ્વી પરનું તાપમાન ઘટવા લાગ્યું અને મુશળધાર વરસાદ થવા લાગ્યો. આ વરસાદનું પાણી પૃથ્વીસપાટી પરના ઊંડી અને વિશાળ ગર્તાઓમાં એકઠું થવાના કારણે સાગરો અને મહાસાગરો રચાયા.

પૃથ્વીના ઉદ્ભવ પછી 50 કરોડ વર્ષ બાદ મહાસાગરો રચાયા. તે પછી કરોડો વર્ષ પછી જીવસૃષ્ટિની ઉત્ક્રાંતિનો આરંભ થયો. ત્યારબાદ જીવ સૃષ્ટિનો પ્રારંભ થયો.

જીવનો ઉદ્ભવ ( Origion of Life )

જીવનો ઉદ્ભવ ( Origion of Life )
પૃથ્વી પરનું પ્રારંભિક વાતાવરણ સજીવના ઉદ્ભવ અને વિકાસ માટે પ્રતિકૂળ હતું. તેથી જીવનો ઉદ્ભવ પૃથ્વી ઉદ્ભવના અંતિમ ચરણમાં શક્ય બન્યો. આધુનિક વિજ્ઞાનીઓ જીવના ઉદ્ભવને એક રાસાયણિક પ્રક્રિયા માને છે. સૌથી પહેલાં જટિલ જૈવ અણુનો ઉદ્ભવ થયો, આ અણુઓના સમૂહમાંથી જીવનો ઉદ્ભવ થયો.

આશરે 3.8 બિલિયન વર્ષ દરમિયાન પૃથ્વી પર મહાસાગરોના પાણીમાં સૌથી પ્રથમ અતિ સૂક્ષ્મ જીવસૃષ્ટિનો પ્રારંભ થયો હશે. શરૂઆતના જીવો એક કોષના બનેલા અને અમીબા નામથી ઓળખાયા. આ અતિસૂક્ષ્માતિસૂક્ષ્મ જીવો હાડકાં વગરના લોચા જેવા હતા.

સમયાંતરે કોમળ હાડકાંવાળાં પ્રાણીઓમાંથી કરોડરજ્જુ અને જડબાં વગરના કરચલા જેવા જીવોનો ઉદ્ભવ થયો. વનસ્પતિ સૃષ્ટિના વિકાસને પણ કરોડો વર્ષ લાગ્યાં છે. સૌપ્રથમ મહાસાગરમાં લીલ - શેવાળ પછી જમીન પર ઘાસ તથા નાના છોડ અને કાળક્રમે ફૂલવાળા છોડ, વેલા અને વૃક્ષોની ઉત્પત્તિ થઈ છે. ત્યાર પછી કરોડરજ્જુવાળાં, ડોક તથા પૂંછડીવાળાં પ્રાણીઓનો વિકાસ થયો . ત્યાર પછી શારીરિક રચનામાં ફેરફાર થતાં મહાકાય પક્ષીઓ, મહાકાય ધરાવતા ડાયનોસોર જેવાં પ્રાણીઓનો ઉદ્ભવ થયો.

જમીન પરનું વાતાવરણ અનુકૂળ બનતાં આંચળવાળાં પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યાં. આ પ્રાણીઓ ઇંડાં મૂકવાને બદલે બચ્ચાંને જન્મ આપવા લાગ્યાં. બચ્ચાંના જન્મ પછી તેઓ તેમની સંભાળ લેતાં હતાં. આશરે ચાર કરોડ વર્ષ પહેલાં વાનરોની ઉત્પત્તિ થઈ. કાળક્રમે ચિમ્પાંઝિ, ગોરીલા અને બન પ્રકારના વિકસિત મગજવાળાં પ્રાણીઓની ઉત્પત્તિ થઈ.