7. ભૂમિસ્વરૂપો

પર્વત

  • પૃથ્વીસપાટીના આશરે 26 % ભાગ ઉપર પર્વતો આવેલા છે.
  • ઊંચાઈ એ પર્વતની મુખ્ય લાક્ષણિકતા છે.
  • સમુદ્રસપાટીથી આશરે 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા, ઊંચા-નીચા ઢોળાવો અને સાંકડા શિખરક્ષેત્રો ધરાવતા ભૂમિસ્વરૂપને પર્વત કહે છે.
  • આ બધી લાક્ષણિક્તા હોવા છતાં ઊંચાઈનો આંક પર્વતની સાચી ઓળખ નથી. જેમ કે તિબ્બતનો ઉચ્ચપ્રદેશ 5000 મીટર કરતાં વધુ ઊંચો હોવા છતાં તેને પર્વત કહેવામાં આવતો નથી.
  • તે માટે ભૂમિસ્વરૂપની ઊંચાઈ, આકાર અને ઢોળાવને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.

પર્વતો અર્થ અને પ્રકારો

પર્વતોનું મહત્વ

પર્વતોનું મહત્ત્વ :

  • દેશની જમીન-સરહદ પર આવેલા પર્વતો દેશનું સંરક્ષણ કરે છે.

  • પર્વતમાંથી નીકળતી નદીઓ, ઝરણાં વગેરે પાણીનો પુરવઠો પૂરો પાડે છે.

  • નદીઓ દ્વારા નિક્ષેપ થતાં કાંપ, કાદવ અને સેન્દ્રિય દ્રવ્યોથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે.

  • પર્વતોમાંથી વિવિધ ઉપયોગી ખનીજ પ્રાપ્ત થાય છે.

  • પર્વતીય જંગલોમાંથી ઈમારતી લાકડું, ઔષધિઓ અને અન્ય વનિલ પેદાશો મળે છે.

  • ઊંચા પર્વતો ભેજવાળા પવનોને રોકી વરસાદ લાવવા મદદરૂપ થાય છે.

  • પર્વતોના ઢોળાવો પર ચા, કૉફી, ફળો વગેરે બાગાયતી તથા અન્ય પાક લેવામાં આવે છે.

  • પર્વતીય ક્ષેત્રો પ્રવાસન ઉદ્યોગનાં કેન્દ્રો બને છે. પર્વતોમાં આવેલા કુદરતી ધોધ જળવિદ્યુત ઉત્પન્ન કરવાની અનુકૂળતા પૂરી પાડે છે.

ઉચ્ચપ્રદેશનુંમહત્વ

  • ઉચ્ચપ્રદેશો ખનીજોના ભંડાર છે.
  • ઉચ્ચપ્રદેશોની લાવાયિક કાળી જમીન કપાસના પાક માટે ઉત્તમ છે.
  • ઉચ્ચપ્રદેશોના ટૂંકા ઘાસ ધરાવતા પ્રદેશોમાં પશુપાલન થઈ શકે છે.
  • ઉચ્ચપ્રદેશોના  વધુ વરસાદવાળાં ક્ષેત્રોમાં જંગલોમાંથી વનિલ પેદાશો પ્રાપ્ત થાય છે. જે ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે.

 

મેદાનનું મહત્ત્વ :

  • મેદાનોનો માનવીના વિકાસમાં મોટો ફાળો રહેલો છે.
  • પ્રાચીન સંસ્કૃતિનો વિકાસ મેદાનીક્ષેત્રોમાં થયેલો છે.
  • મેદાનોમાં ખેતી, ઉદ્યોગ, પરિવહન, વ્યાપાર વગેરે પ્રવૃત્તિઓને વિકસવાની તકો મળી રહે છે. વિશ્વની કુલ વસ્તીના આશરે75 % વસ્તી મેદાનીક્ષેત્રોમાં વસવાટ કરે છે.
  • વિશ્વનાં કેટલાંક મોટાં શહેરો મેદાની વિસ્તારમાં વિકસ્યાં છે. અહીં સાહિત્ય, કલા, સંગીત, સ્થાપત્ય વગેરે કલાઓનો ઉદ્ભવ, સંવર્ધન અને વિકાસ થયેલો છે.