
(1) નીચો માથાદીઠ ઘરગથ્થું વપરાશી ખર્ચ :
માથાદીઠ ઘરગથ્થું વપરાશી ખર્ચ એટલે કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલી બધી જ વસ્તુઓ અને સેવાઓ (ટકાઉ વસ્તુઓ જેવી કે કાર, કમ્પ્યૂટર, ફ્રીઝ વગેરે)ના બજાર-મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે ભાગતાં પ્રાપ્ત થતું ખર્ચ (આંક).
આ પ્રકારનું ખર્ચ લોકોની જીવન-જરૂરિયાત તેમજ સુખસગવડની વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિ દર્શાવે છે.
વિકસિત દેશો કરતાં વિકાસમાન દેશોમાં માથાદીઠ વપરાશી ખર્ચ ઘણું જ ઓછું હોવાથી જીવનની ગુણવત્તા નીચી હોય છે તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે.
દા. ત., માથાદીઠ વપરાશી ખર્ચ પ્રમાણે -વર્ષ 2005ના સ્થિરભાવે 2014 પ્રમાણે

(2) કુપોષણનું પ્રમાણ :
કુપોષણ એટલે વ્યક્તિ દ્વારા લેવાતાં ખોરાકમાં કેલરી, પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ વગેરે પૂરતાં પ્રમાણમાં મળતાં ન હોય તેવી સ્થિતિ.
ભારતમાં નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીને કારણે ઓછી આવકવાળા લોકોને પૂરતો પોષણક્ષમ ખોરાક પ્રાપ્ત થતો નથી.
FAOના 2015ના અહેવાલ મુજબ ભારતમાં કુપોષિત વસ્તીનું પ્રમાણ વિશ્વમાં બીજા નંબરે હતું જે ગરીબીનો નિર્દેશ કરે છે.
દા. ત., કુલ કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ (ટકાવારીમાં)
| વર્ષ |
1990-92 |
2000-02 |
2005-07 |
2010-12 |
2014-2016 |
| પ્રમાણમાં |
23.7 |
17.5 |
20.5 |
15.6 |
15.2 |
(3) અપેક્ષિત આયુષ્ય અને બાળમૃત્યુ-દર :
અપેક્ષિત આયુષ્ય એટલે નવું જન્મેલું બાળક સરેરાશ કેટલાં વર્ષ જીવશે તેવી અપેક્ષા.
અપેક્ષિત આયુષ્યનો આધાર પોષણક્ષમ આહાર, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય વિષયક સેવાઓ વગેરે પર છે.
વિકસતા દેશોમાં ગરીબો આ પ્રકારની સગવડો ઓછી મેળવી શકે છે તેથી તેમનું સરેરાશ આયુષ્ય નીચું રહે છે, જે ગરીબીનો નિર્દેશ કરે છે.
બાળમૃત્યુ-દર એટલે દર 1000 જીવિત જન્મતાં બાળકોમાંથી એક વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતાં બાળકોનું પ્રમાણ.
બાળમૃત્યુ-દરના પ્રમાણનો આધાર સ્વાસ્થ્ય સેવાઓ, માતાનું શિક્ષણ, બાળકોમાં રસીકરણ, પોષણક્ષમ આહાર વગેરે પર રહેલો છે પરંતુ ગરીબ વર્ગનાં બાળકોને આ સેવાઓ પૂરતા પ્રમાણમાં ન મળતાં બળમૃત્યુ-દર ઊંચો રહે છે, જે ગરીબીનો નિર્દેશ કરે છે.
દા. ત., અપેક્ષિત આયુષ્ય અને બાળમૃત્યુ-દર (2014 પ્રમાણે)
| દેશ |
નોર્વે |
અમેરિકા |
શ્રીલંકા |
ચીન |
ભારત |
| અપેક્ષિત આયુષ્ય (વર્ષ) |
81.6 |
79.1 |
74.9 |
75.8 |
68.0 |
| બાળ મૃત્યુદર |
02 |
06 |
09 |
10 |
39 |
(4)તબીબી સગવડો :
ભારત સહિત વિકસતા ગરીબ દેશોમાં ગરીબોને પૂરતો પૌષ્ટિક ખોરાક ન મળવાથી તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોયછે.અને બીજી તરફ લોકોને તબીબી સગવડો ઓછી મળે છે, ડૉક્ટરોની અછતજોવા મળે છે. પરિણામે લોકો વરંવાર અનેક રોગોના ભોગ બને છે.
વિકસતા દેશોમાં 6 હજારની વસ્તી માટે 1 ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે જ્યારે વિકસિત દેશોમાં 350ની વસ્તીએ 1 ડોક્ટરની સેવા ઉપલબ્ધ છે, જે ગરીબો, નિર્દેશ કરે છે.
(5) પીવાનું પાણી
લોકોનું સ્વાસ્થ્ય હંમેશાં પીવાલાયક (શુદ્ધિ કરણ યુક્ત) પાણી અને સ્વચ્છતાની સગવડ સાથે સંકળાયેલું છે. શુદ્ધ પીવાના પાણીનો અભાવ લોકોને ગંદું પ્રદૂષણયુક્ત પાણી પીવા માટે મજબૂર કરે છે જેથી પાણીજન્ય રોગોનું પ્રમાણ વધે છે જે ગરીબી નિર્દેશ કરે છે.
દા. ત., 2011 પ્રમાણે ભારતમાં માત્ર 63.3 ટકા કુટુંબો શુદ્ધિકરણ થયેલું પાણી પીવે છે.
(6) વીજળીનો વપરાશ :
દેશના આર્થિક વિકાસ માટે અને લોકોના જીવનને ગુણવત્તા સુધારવા વીજળીની સગવડ ખૂબ જ મહત્ત્વની છે. વળી, ભારત વીજળીનો એક મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ હોવા છતાં વધુ વસ્તી અને ઓછી માથાદીઠ આવક હોવાથી માથાદીઠ વીજળીની વપરાશ ખૂબ જ ઓછી છે. જે ગરીબીનો નિર્દેશ કરે છે.
દા. ત., વીજળીનો માથાદીઠ વપરાશ અનુક્રમે..
U.S.માં 12985 KV, જાપાનમાં 7836 KV, જ્યારે ભારતમાં 765 KV છે.
6) શૌચાલયની સુવિધા :
ભારત જેવા વિકસતા દેશોમાં અને તેમાં ગરીબોમાં શૌચાલયની સુવિધાનો અભાવ જોવા મા છે. પરિણામે તેઓ ખુલ્લામાં શૌચક્રિયા કરે છે જેટ વાતાવરણ પ્રદૂષિત થાય છે અને લોકો રોગનો ભોગ બને છે. જે ગરીબીનો નિર્દેશ કરે છે.
દા. ત., ભારતમાં ૨૦૧૧ મુજબ ૬૬ ટકા મકાનોમાં જ શૌચાલયની સુવિધા છે.

(9) શિક્ષણ :
દેશની પ્રગતિનો આધાર શિક્ષિત અને તાલીમબદ્ધ શ્રમિકો ઉપર છે. તેથી જે દેશમાં શિક્ષણ અને તાલીમનું પ્રમાણ ઓછું હોય છે ત્યાં શ્રમિકો અકુશળ અને ઓછા ઉત્પાદક હોય છે.
જેથી શ્રમિકો પાસે વ્યવસાય, રોજગારી અને પસંદગીની તકો મર્યાદિત બને છે પરિણામે તેમનાં વેતન કે આવક ઓછાં રહેતાં ગરીબીનો ભોગ બને છે.
ઉપરાંત અશિક્ષિત લોકો રૂઢિચુસ્ત માનસ ધરાવતા હોવાથી નવાં પરિવર્તનો અપનાવતા નથી જે ગરીબીનો નિર્દેશક છે.
દા. ત., 2011 પ્રમાણે બ્રાઝિલમાં સાક્ષરતાનો દર 91 ટકા છે જ્યારે ભારતમાં 74.04 ટકા જ છે.
(10) આવક અને સંપત્તિની અસમાન વહેંચણી :
નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીને લીધે ધનિકો વધુ ધનિક અને ગરીબો વધુ ગરીબ બનતા જાય છે.
ઓછી આવક ધરાવતો ગરીબ વર્ગ મકાન વિહોણા તેમજ ગંદા વસવાટોમાં રહે છે. તે પૌષ્ટિક ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્યની જરૂરિયાતોથી વંચિત રહે છે જે ગરીબીનો નિર્દેશ કરે છે.
ટોચની 1 ટકા વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો :
| દેશ |
US |
UK |
ભારત |
| વર્ષ- 1998 |
15.2 |
12.5 |
9.0 |
| વર્ષ- 2012 |
18.9 |
12.7 |
12.6 |

(11) બેરોજગારીનો ઊંચો દર :
પ્રવર્તમાન દરે કામ કરવાની ઇચ્છા, શક્તિ અને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તો તે બેકાર કહેવાય, તેવી સામૂહિક સ્થિતિને બેકારી કહેવાય.
આયોજનની શરૂઆતમાં નીચો આર્થિક વિકાસ અને 1991 પછી રોજગારી વિહોણી પ્રગતિને કારણે રોજગારી સર્જનનો દર શ્રમના વધતા પુરવઠાના સંદર્ભમાં નીચો રહ્યો હોવાથી બેરોજગારીનું પ્રમાણ ઊંચું રહ્યું. પરિણામે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે.
વર્ષ 2013-14માં શ્રમબ્યૂરોની મોજણી પ્રમાણે 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારી નો દર 4.9 હતો. વળી. ગ્રામીણ ક્ષેત્ર માટે આ દર 4.7% અને શહેરી ક્ષેત્રો માટે તે 5.5 હતો.

(A) ઐતિહાસિક કારણો
ઇતિહાસકારોના મતે 17મી સદીમાં અંગ્રેજોના આગમન પહેલાં ભારત એક સમૃદ્ધ, સુસંસ્કૃત, શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. ભારત સુતરાઉ કાપડ, સિલ્ક, મરી મસાલા, તેજાના, ચોખા, હાથશાળની વસ્તુઓ વગેરેની નિકાસ કરતો એક ઔઘોગિક દેશ હતો, પરંતુ ડચ, ફ્રેન્ચ, અંગ્રેજો જેવી વિદેશી પ્રજાના આગમન બાદ તેમની સંસ્થાનવાદી શોષણ નીતિને કારણે ભારતની ખેતી અને ઉધોગોની સ્થિતિ કથળતી ગઈ.
ભારતમાં ખેતી ક્ષેત્રની નાજુક સ્થિતિ હોવા છતાં બ્રિટિશ શાસને સિંચાઈ માટે મૂડીરોકાણમાં રસ દાખવ્યો નહીં, વળી, વારંવાર પડતા દુષ્કાળો, જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા, સાંથ પ્રથા, વધતું જમીન મહેસૂલ વગેરેને કારણે તથા જમીનદારો, શાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજાને કારણે ખેડૂતો અને ખેતી બેહાલ બન્યા પરિણામે ગરીબીમાં વધારો થયો.
ભારતમાં અંગ્રેજોએ દાખલ કરેલી વેપારનીતિ, કરનીતિ અને ઓધોગિક નીતિ અન્યાયી અને શોષણયુક્ત હતી. પરિણામે ભારતીય નિકાસો ઘટી, ઇંગ્લેન્ડની વસ્તુઓને ભારતનું બજાર મળ્યું. ભારતના ગૃહઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગો પડી ભાંગ્યા. પરિણામે ભારતમાં બેકારી અને ગરીબી વધવા લાગી.
(B) ગ્રામીણ ગરીબીનાં કારણો :
(i) કુદરતી પરિબળો (કારણો) :
→ ભારતમાં મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભર છે. ખેતીનો આધાર કુદરતી પરિબળો પર છે. પરંતુ વારંવાર પડતા દુષ્કાળ, વરસાદની અનિશ્ચિતતા, પૂર વગેરેને કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદન તથા આવકો ઓછી અને અનિશ્ચિત રહે છે. પરિણામે ગરીબી વધુ જોવા મળે છે.
(ii) વસ્તીવિષયક પરિબળો :
ભારતમાં ઝડપી વધતી વસ્તીને કારણે શ્રમના પુરવઠામાં (શ્રમિકોની સંખ્યા) ઝડપી વધારો થયો છે જ્યારે શ્રમની માંગમાં (રોજગારીની તકો) ધીમા દરે વધારો થયો છે. પરિણામે વેતન દરો ઘટતા ગયા. આમ, આવક ઘટતાં ગરીબીમાં વધારો થયો.
ઉપરાંત ઝડપથી વસ્તી વધતાં માથાદીઠ આવકમાં ખાસ વધારો થયો નહિ પરિણામે લોકોનું જીવનધોરણ નીચું રહેતાં પણ ગરીબીમાં વધારો થયો.
(C) તબીબી સગવડો :
(i) શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા :
• ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડોનો અભાવ, અપૂરતી ટેક્નોલોજી, શિક્ષણ અને તાલીમની ઊણપ, મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનું વધુ પડતું ભારણ વગેરેને કારણે શ્રમદીઠ ખેત ઉત્પાદકતા નીચી રહે છે પરિણામે ખેડૂતોની આવકો નીચી રહેતાં ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે.
(ii) જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી :
- ભારતમાં અંગ્રેજ શાસનકાળથી જ જમીનદારી પ્રથાને કારણે જમીનની માલિકી મૂઠીભર જમીનદારોન હાથમાં હતી. આ વર્ગ ખેતી સાથે પ્રત્યક્ષ રીત સંકળાયેલો ન હોવાથી તેઓને ખેતીના વિકાસ માટે મૂડીરોકાણમાં રસ ન હતો.
બીજી બાજુ ખેતી કરનાર ખેતમજૂરો કે ભાગિયા, ગણોતિયાઓ પાસે પોતાની માલિકીની જમીન ન હોવાથી તેઓને પણ ખેતી ક્ષેત્રે મૂડીરોકાણમાં રસ ન હતો. પરિણામે ખેતી ક્ષેત્રે ખેતઉત્પાદન અને ખેત ઉત્પાદકતા નીચી રહેતાં ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે.
(iii) નાના અને ગૃહઉધોગોનો અલ્પવિકાસ :
ભારતમાં ગ્રામ્યક્ષેત્રે નાના અને ગૃહઉદ્યોગો ઉત્પાદન, આવક અને રોજગારીમાં મોટો ફાળો આપે છે, પરંતુ બીજી પંચવર્ષીય યોજના પછી તેની અવગણના થઈ કારણ કે મોટા પાયાના ઉદ્યોગોને વધુ મહત્ત્વ આપ્યું છે.
ઉપરાંત ખેતી સાથે સંલગ્ન ઉદ્યોગો જેવા કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન વગેરેનો ઓછો વિકાસ થવાથી બેકારી અને ગરીબીનું પ્રમાણ વધ્યું છે.
(iv) ઝડપી વધતા ભાવો :
- યુદ્ધનું વાતાવરણ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરે કારણોસર ચીજવસ્તુઓ અને સેવાઓ તેમજ ખાદ્ય ચીજોના ભાવોમાં ઝડપથી વધારો થાય છે. જેના પરિણામે ઓછી આવકવાળા વર્ગની ખરીદશક્તિ માં ઘટાડો થાય છે.
(v) બેરોજગારીનું ઊંચું પ્રમાણ :
ભારતમાં ખેતી વરસાદ પર આધારિત હોવાથી વર્ષમાં એક કે બે જ પાક લેવાય છે. (સઘન ખેતી થતી નથી) આથી ખેતી ક્ષેત્રે મોસમી બેકારી જોવા મળે છે તથા ખેતી પર વસ્તીનું ભારણ વધતાં પ્રચ્છન્ન બેકારી પણ વધે છે.
ગામડાંઓમાં ખેતીક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ, નિરક્ષરતા, શ્રમની ઓછી ગતિશીલતા વગેરેને કારણે બેરોજગારીનું પ્રમાણ ઘણું જ ઊંચું જોવા મળે છે. પરિણામે ગરીબીનું પ્રમાણ પણ ઊંચું રહે છે.
(D) સામાજિક કારણો :
(1) શિક્ષણનું નીચું સ્તર :
ભારતમાં શિક્ષણ, તાલીમ અને કૌશલ્યના નીચા સ્તરને કારણે કૃષિક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેતપદ્ધતિઓ, સંશોધનો, ખેત ઉત્પાદનના વેચાણ માટે બજારોના લાભ પ્રાપ્ત થતા નથી પરિણામે ખેતી ક્ષેત્રે હેક્ટરદીઠ તથા શ્રમદીઠ ઉત્પાદકતા નીચી રહે છે જેથી ખેડૂતોની આવક પણ નીચી રહે છે. પરિણામે ગરીબી વધે છે.
ઉપરાંત ગામડાંઓમાં ખેતી સિવાયની રોજગારીની તકો ઓછી મળે છે તેથી પણ ગરીબી વધુ જોવા મળે છે.
(ii) સ્ત્રી-પુરુષ અસમાનતા (લૈંગિક અસમાનતા) :
ભારતમાં સ્ત્રીઓમાં શિક્ષણનું નીચું (ઓછું) પ્રમાણ, આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકો, સ્ત્રીઓ પ્રત્યે ઉપેક્ષા, સ્ત્રીઓમાં કુપોષણનું વધુ પ્રમાણ, શારીરિક નબળાઈ, ઊંચો માતા મૃત્યુદર, સ્ત્રીઓનું નબળું સ્વાસ્થ્ય, સ્ત્રીઓના કામકાજમાં વેતનદર નીચા વગેરેને કારણે કુટુંબની આવક નીચી પરિણામે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે.
(E) અન્ય કારણો :
(1) યુદ્ધ :
આઝાદી પછી ભારતે ચીન અને પાકિસ્તાન સાથે યુદ્ધનો સામનો કરવો પડયો. હાલમાં પણ વારંવાર આતંકવાદી હુમલાને લીધે શસ્ત્ર-સરંજામના ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચ વધ્યો છે તેથી વિકાસલક્ષી ખર્ચમાં કાપ મૂકવો પડ્યો છે. લોકો પણ જીવન- જરૂરી વસ્તુઓની સંગ્રહખોરી કરે છે પરિણામે ભાવો વધતાં જીવનધોરણ ઘટે છે પરિણામે ગરીબી વધે છે.
(4) સંરક્ષણ ખર્ચમાં વધારો :
• ભારતે સંરક્ષણ વ્યવસ્થા મજબૂત બનાવવા આધુનિક મિસાઇલો, લડાકુ વિમાનો, ટેન્કો વગેરેની ખરીદી પાછળ વધુ સંરક્ષણ ખર્ચ કરવો પડે છે. આ ખર્ચ બિનવિકાસલક્ષી ખર્ચ છે. પરિણામે આર્થિક વિકાસ માટેના ખર્ચમાં કાપ મૂકવો પડે છે પરિણામે વિકાસદર નીચો રહેતાં ગરીબી વધે છે.
(iii) ખામીયુક્ત નીતિઓ :
ભારતે ઝડપી આર્થિક વિકાસ કરવા અમલમાં મૂકેલી નીતિઓ ગરીબી નિવારવાની દૃષ્ટિએ અયોગ્ય પુરવાર થઈ છે.
દા. ત., મોટા પાયાના ઉદ્યોગોને વધુ મહત્ત્વ આપતાં અનાજ અને વપરાશી વસ્તુઓનું પૂરતું ઉત્પાદન વધવા દીધું નથી. પરિણામે ફુગાવો અને ગરીબી વધ્યાં છે.
ખેતી અને નાના-ગૃહ ઉદ્યોગોની અવગણના કરી છે. વારંવાર બદલાતી સરકારોને લીધે બેકારી અને
ગરીબી નિવારવા ઘડવામાં આવેલી યોજનામાં સાતત્ય અને સંકલન જોવા મળતું નથી.
સામાજિક કલ્યાણ ઉપર પૂરતું ધ્યાન અપાયું નથી પરિણામે ગરીબીનું પ્રમાણ વધુ છે.
ગરીબી ઘટાડવાના ઉપાયોની ચર્ચા કરો ?
(1) ખેતીક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી :
ભારતમાં ખેતીક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારી તેમની આવકો વધારીને ગરીબીને ઘટાડી શકાય છે.
આ માટે ખેડૂતોને જાહેર (સરકારી) કાર્યક્રમો દ્વારા સુધારેલી ટેક્નોલોજી, પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે કૃષિ નીપજકો (નિક્ષેપો) જેવા કે સુધારેલાં બિયારણ, જંતુનાશકો, રાસાયણિક ખાતર વગેરે પૂરાં પાડવાં.
ઉપરાંત માળખાકીય સુધારેલી સેવાઓ (વાહનવ્યવહાર, સંદેશા વ્યવહાર, વખાર વગેરે), કૃષિ-પેદાશો માટે પૂરતા ભાવો અને બજારો, કૃષિ- સંશોધનની માહિતી પહોંચાડવામાં આવે છે જેથી ખેડૂતોને કૃષિ-ઉત્પાદનમાં રસ પડે.
(2) નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ :
ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને કુલ રોજગારીમાં નાના અને ગૃહઉધોગોનો ફાળો મોટો છે. આથી જો નાના અને ગૃહઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે તથા તેમને પ્રોત્સાહન આપવામાં આવે તો મોટા પાયા પર ગરીબી નાબૂદ કરી શકાય છે.
આવા ઉદ્યોગોના વિકાસ માટે ભારત સરકારે 8 એપ્રિલ, 2015ના રોજ MUDRA (Micro Unit Development and Refinance Agency Ltd.)of સ્થાપના કરી છે.
ઉપરાંત 16 જાન્યુઆરી, 2016થી આ ઉદ્યોગો માટે બેન્ક ધિરાણની સગવડ ઊભી કરી તથા સ્ટાર્ટ અપ (Start up) ઇન્ડિયાનો અભિગમ અપનાવ્યો છે.

(3) અસંગઠિત ક્ષેત્રનો વિકાસ :
અસંગઠિત ક્ષેત્રમાં શાકભાજી વેચનારા, બાંધકામ ક્ષેત્રના મજૂરો, ખેતમજૂરો, હાથલારી ચલાવનારા, પેડલરિક્ષા ચલાવનારા વગેરેનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રીય આયોગના અંદાજ મુજબ 2005માં કુલ શ્રમિકોમાં 86% ટકા શ્રમિકોને આ ક્ષેત્ર રોજગારી પૂરી પાડે છે. તેથી ગરીબી નિવારવા રાષ્ટ્રીય આયોગે કામની પરિસ્થિતિ નક્કી કરવી, જીવન વીમા તથા સ્વાસ્થ્ય અને પેન્શન જેવી વિવિધ યોજના દ્વારા સામાજિક સલામતી પૂરી પાડવા ભલામણ કરી છે.
- નાના અને સીમાંત ખેડૂતોને સિંચાઈ અને ધિરાણ પૂરું પાડવાની ભલામણ કરી છે જેથી અસંગઠિત વર્ગની આવક વધારી ગરીબી ઘટાડી શકાશે.
(4) યોગ્ય કરનીતિનો ઉપયોગ :
- સરકાર દ્વારા આવકની અસમાનતા અને ગરીબી ઘટે તથા આવકની પુનઃ વહેંચણી માટે યોગ્ય કરનીતિનો ઉપયોગ કરવામાં આવે છે.
જેમ કે ધનિક વર્ગ પાસેથી વધુ કર વસૂલવામાં આવે છે અને ગરીબ વર્ગને ઓછો કર ભરવો પડે તેવી કરરાહતો આપવામાં આવે છે.
પરિણામે ગરીબોની આર્થિક-સામાજિક સ્થિતિમાં સુધારો થાય છે, આવકની અસમાનતા ઘટે છે અને ગરીબી ઘટે છે.
(5) માનવ મૂડીરોકાણમાં વધારો :
'માનવ ક્ષમતાઓના વિકાસ માટે મોટા પાયા પર શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્યવર્ધનમાં જે મૂડીરોકાણ કરવામાં આવે છે તેને માનવ મૂડીરોકાણ કહે છે.'
વિકસિત દેશોમાં માનવમૂડીરોકાણ ખૂબ જ વધુ જોવા મળે છે તેથી ત્યાં બેરોજગારીનું પ્રમાણ અને ગરીબી પણ ઓછાં જોવા મળે છે.
સમાજમાં શિક્ષણનું સ્તર અને આરોગ્ય સારું હોવાથી
રોજગારીના વિકલ્પો અને પસંદગીની તકો વધુ યુ. છે. કામદારોની ઉત્પાદકતા વધે છે. ઊંચા વેતન મળી છે પરિણામે ગરીબી ઘટે છે.
(6) વાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ :
ગરીબ કુટુંબો તેમની આવકનો મોટો હિસ્સો ખાધ પદાર્થો પાછળ ખર્ચે છે. તેથી ગરીબી ઘટાડવા તેમણે રાહતના દરે પૂરતો પોષણક્ષમ આહાર કે ખાદ સુરક્ષા પૂરાં પાડવાની જરૂર છે.
આ માટે સરકારે આયોજનકાળ દરમિયાન વાવી ભાવની દુકાનો દ્વારા ગરીબોને પાયાની જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવાનાં પગલાં લીધાં છે. સરકાર જીવન જરૂરિયાતની વસ્તુના ભાવ બાંધી આપ્યા છે.
વળી દુષ્કાળ અને અછતના સમયમાં પાયાની જરૂરિયાતો ગરીબો ખરીદી શકે તે માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જાહેર વિતરણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
(7) રોજગારલક્ષી કાર્યક્રમો :
ગરીબી નિવારણ માટે રોજગારલક્ષી મુખ્ય કાર્યક્રમો નીચે મુજબ છે. જેવા કે......
સંકલિત ગ્રામવિકાસ કાર્યક્રમ (IRDP),


DWCRA, MWS, SITRA, ગંગા કલ્યાણ યોજના (GKY) વગેરે. ઉપરરાંત વેતન રોજગારી કાર્યક્રમો, પ્રધાનમંત્રી રોજગાર યોજના (PMRY), રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી કાનૂન (NREGA), આવાસ યોજનાઓ, સામાજિક સલામતી યોજનાઓ, જનધન યોજના વગેરેનો સમાવેશ થાય છે.
1લી એપ્રિલ, 1990થી IRDP અને તેની સાથે સંકળાયેલી અન્ય યોજનાઓને ભેગી કરી તેને સ્વર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજના (SGSY) નામ આપવામાં આવ્યું. આ યોજનામાં ગામડાઓમાં ટચુકડા ઉદ્યોગોના વિકાસ સાથે સ્વસહાય જૂથોને માળખાકીય મદદ, ટેક્નોલોજી, પિરાણ, ઉત્પાદિત વસ્તુઓના બજાર માટેની સુવિધા ગ્રામીણ ગરીબોને પૂરી પાડવામાં આવે છે.

1લી એપ્રિલ, 1990થી IRDP અને તેની સાથે સંકળાયેલી અન્ય યોજનાઓને ભેગી કરી તેને સ્વર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજના (SGSY) નામ આપવામાં આવ્યું. આ યોજનામાં ગામડાઓમાં ટચુકડા ઉદ્યોગોના વિકાસ સાથે સ્વસહાય જૂથોને માળખાકીય મદદ, ટેક્નોલોજી, પિરાણ, ઉત્પાદિત વસ્તુઓના બજાર માટેની સુવિધા ગ્રામીણ ગરીબોને પૂરી પાડવામાં આવે છે.
2 વેતન રોજગારી કાર્યક્રમો :
આ કાર્યક્રમો ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચનાનો એક ભાગ છે જે બહુઆયામી ઉદેશો ધરાવે છે. વેતન રોજગારી માટેના કાર્યક્રમોનું લક્ષ્યાંક તેવા ગરીબો હતા જેમની પાસે તેમના ભૌતિક શ્રમ સિવાય આવકનું કોઈ સાધન ન હતું. આ કાર્યક્રમો ફક્ત ખેતી સિવાયના મોસમમાં સ્વરોજગારી પૂરી નથી પાડતી પરંતુ પૂર, દુષ્કાળ, અછત અને અન્ય કુદરતી આફતો દરમિયાન રોજગારી પૂરી પાડે છે. આ કાર્યક્રમો હેઠળ ગામડાઓમાં માળખાકીય સેવાઓનો વિકાસ કરવામાં આવે છે. તેમજ શ્રમિકોને યોગ્ય વેતન પ્રાપ્ત થાય તેવા પ્રયાસો થાય છે. વેતન રોજગારી કાર્યક્રમમાં
1. જવાહર રોજગાર યોજના (JRY)
2. રોજગારી બાંહેધરી યોજના (EAS) કાર્યક્રમોનો સમાવેશ થયો હતો.
3 પ્રધાનમંત્રી રોજગાર યોજના (PMRY) :
1990ના દાયકામાં સંગઠિત ક્ષેત્રમાં રોજગારી વૃદ્ધિ સ્થગિત થઈ ગઈ હતી તેમજ જાહેર ક્ષેત્રની વૃદ્ધિ નકારાત્મક રહી હતી. બીજી તરફ બેરોજગારી-દરમાં ઝડપથી વધારો થઈ રહ્યો હતો. આ પરિસ્થિતિમાં સ્વરોજગાર માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરવામાં આવી જેનો મુખ્ય હેતુ શિક્ષિત બેરોજગારોને મદદ કરી સ્વરોજગારો માટે સાહસો સ્થાપવા મદદ કરવાનો છે.
4 રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાનૂન(2005) (NREGA):
વર્ષ 2005માં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેંટી કાનૂન (NREGA) મંજૂર કરવામાં આવ્યો, જેનો હેતુ સાર્વજનિક નિર્માણ કાર્યક્રમો હેઠળ સંપત્તિઓ ઊભી કરીવર્ષે ગ્રામીણ, શહેરી ગરીબ તેમજ નીચલા મધ્યમ વર્ગના કુટુંબના એક વ્યક્તિને ઓછામાં ઓછી 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો છે. વર્ષ 2009માં NREGA ને સુધારીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રાણ રોજગાર ગેરેંટી કાનૂન (MGNREGA)નું સ્વરૂપ આપવામાં આવ્યું.
5. આવાસ યોજનાઓ :
ભારતનાં ગામડાઓમાં આજે પણ ખૂબ મોટા પ્રમાણમાં ગરીબીરેખા હૈટા જીવતાં કુટુંબો અર્પસ્થાયી કે કામચલાઉ મકાનોમાં વસવાટ કરે છે. ગરીબોને યોગ્ય રહેઠાશની સુવિધાઓ પૂર પાડવાના હેતુથી વર્ષ 1985-86માં ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબીરેખાથી નીચેનાં કુટુંબો તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગને મકાનની સુવિધા પૂરી પાડવા ઇન્દિરા આવાસ યોજના (IAY) શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ 2013-14માં રાજીવ આવાસ યોજના અમલમાં મુકાઈ હતી. શહેરી ક્ષેત્રોમાં પણ ગરીબ કુટુંબ ગંદી ઝૂંપડપટ્ટીઓમાં રહે છે. શહેરી ક્ષેત્રમાં ઝડપથી વધતી આવાસની સમસ્યાને ધ્યાનમાં રાખી 25 જૂન 2015થી શહેરી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) શરૂ કરવામાં આવી છે. આવામ યોજનાઓ ગરીબ કુટુંબોને રહેઠાણની સુવિધાઓ તો પૂરી પાડે છે. પરંતુ સાથે-સાથે તે રોજગાર સર્જનનું મહત્ત્વનું સ્રોત પણ છે.
6. સામાજિક સલામતીની યોજનાઓ :
ભારતમાં ગરીબીને ઘટાડવાની વ્યૂહરચનાના એક ભાગરૂ': વિવિધ સામાજિક સલામતીની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે 9 મે, 2015 થી અટલ પેન્શન યોજના (APY) અમલમાં આવી છે. આ સાથે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ 18 થી 70 વર્ષની ઉંમરના વ્યક્તિઓને ₹ 12ના નજીવા પ્રીમિયમે ₹ 2 લાખનો અકસ્માત વીમો તેમજ વાર્ષિક ₹ 330 ના પ્રીમિયમે ₹ ? લાખનો જીવનવીમો આપતી જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરાઈ છે. ખેતીક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY) શરૂ કરવામાં આવી છે.
7. જનધન યોજના :
નાણાકીય સમાવેશીકરણ દ્વારા ગરીબીના મુળમાં થા કરવા માટેની મહત્ત્વાકાંથી યોજના એટલે પ્રધાનમંત્રી જનધન યોજના. આ યોજનાની શરૂઆત 28 ઑગસ્ટ 2014ના રોજ કરવામાં આવી જેના પ્રથમ દિવસે જ 1.5 કરોડ ખાતા ખોલવામાં આવ્યા. અને 8 જાન્યુઆરી સુધીમાં તેની સંખ્યા 12.58 કરોડ થઈ જ્યાં 10,590 કરોડની થાપણો મૂકવામાં આવી.
જનધન યોજનાનું મહત્ત્વ અને લક્ષણો : પ્રતિવસ્તી બૅન્કિંગ સેવાનું પ્રમાણ વધે અને પ્રાદેશિા અસમાનતા ઘટે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી જેના મૂળમાં સરકારની ગરીબ પરિવારોને આપવામાં આવતી સહાય સીધી જ તેના બૅન્ક ખાતામાં જમા થાય તે હતો.
જનષન યોજનાની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં શૂન્ય સિલક સાથે ખાતુ ખોલાવી શકાય છે અને ખાટુ ખોલાવ્યાના પાંચ માસ પછી તેમાંથી ₹ 5000નો ઑવર ડ્રાફ્ટ મળી શકે છે. આ યોજનામાં 26 જાન્યુઆરી 2015 પહેલા ખાતુ ખોલાવનારને જીવન વીમાનો લાભ પણ આપવાનું જાહેર થયું.
પ્રધાનમંત્રી જનધન યોજના મૂળભૂત રીતે નાણાકીય સમાવેશીકરણ (Financial Inclusion) માટેની સર્વગ્રાહી યોજના ગણવામાં આવી છે. જે બીજી રીતે (માઈકો ફાઈનાન્સ) સૂક્ષ્મ ધિરાણ અને બેન્કિંગ સુવિધા દ્વારા ગરીબીના મૂળમાં થા કરવાની યોજના છે.