નકશા : અર્થ અને પ્રકાર

સામાન્ય અર્થમાં નકશો એટલે......

વક્રાકાર પૃથ્વીસપાટી અથવા તેના કોઈ એક ભાગનું અવકાશમાંથી જોતાં દેખાતું નાના માપથી કરેલું રૂઢ આલેખન છે.

"નકશો એટલે વક્રાકાર પૃથ્વીની સમગ્ર સપાટીને કે તેના કોઈ એક ભાગનું ઉપરથી જોતાં દેખાતું વિશિષ્ટ પ્રમાણમાપ, પ્રક્ષેપ પદ્ધતિને રૂઢ સંજ્ઞાઓ દ્વારા સપાટી પર તૈયાર કરેલું સાંકેતિક ચિત્ર.'

નકશો સપાટ કાગળ, કાપડ, પ્લાસ્ટિક, ફિલ્મપટ્ટી કે પ્લાસ્ટર ઓફ પેરિસની ઉપર તૈયાર કરવામાં આવે છે. વિશિષ્ટ પ્રમાણમાપ, રૂઢ સંજ્ઞાઓ અને વિવિધ પ્રક્ષેપો નકશાની રચનાનાં મુખ્ય અંગો છે.

નકશાના પ્રકારો

નકશામાં દર્શાવાતી માપપદ્ધતિ અને નકશાના વિશિષ્ટ હેતુઓને અનુલક્ષીને નકશાના મુખ્ય બે પ્રકાર પડે છે

(I) માપ પ્રમાણેના નકશા અને

(2) હેતુ કે ઉપયોગ પ્રમાણેના નકશા.

1) પ્રમાણમાપ પ્રમાણે નકશા : પ્રમાણમાપ પ્રમાણે નકશાના બે પ્રકાર છે :

(1) નાના માપવાળા નકશા અને (2) મોટા માપવાળા નકશા.

Q. નકશાના પ્રકારો વિશે માહિતી આપો ?

1. પ્રમાણમાપના નકશા

જો આપણી પાસે બે નકશા હોય, જેમાંના એક નકશાનું પ્રમાણમાપ 1 સેમી : 50 કિમી છે અને બીજા નકશાનું પ્રમાણમાપ 1 સેમી : 100 કિમી છે. આ બંને નકશાઓના પ્રમાણમાપની સરખામણી કરવાની હોય ત્યારે જે નકશાના પ્રમાણમાપનો છેદનો અંક એટલે કે જમીન પરનું અંતર દર્શાવતો અંક નાનો હોય તે મોટા માપનો નકશો કહેવાય. જેમાં આ અંક મોટો હોય તે નાના માપનો નકશો કહેવાય.

મોટા માપના નકશામાં પૃથ્વીસપાટીના મર્યાદિત પરંતુ નાના વિસ્તારને વધુ વીગતો સાથે દર્શાવવામાં આવે છે. શહેર, ગામ, તાલુકા, જિલ્લા વગેરેના નકશા આ પ્રકારના છે.

નાના માપના નકશામાં પૃથ્વીસપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે. જુદા જુદા દેશો કે ભૂમિખંડોના નકશા આ પ્રકારના હોય છે. નકશાપોથીના નકશા, ભીંત નકશા આ પ્રકારના છે.

(2) હેતુ આધારિત નકશા :

આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વીગતોના આધારે તૈયાર કરવામાં આવે છે. હેતુ કે ઉપયોગના આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવાતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બાબતોને આધારે બે પેટા વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે

(1) પ્રાકૃતિક નકશા:

કુદરતી કે પ્રાકૃતિક તત્ત્વોને દર્શાવતા નકશાને પ્રાકૃતિક નકશા કહે છે. ભૂગોળમાં આ પ્રકારના નકશા વિશેષ મહત્ત્વ ધરાવે છે.

ભૂપૃષ્ઠના નકશા (Relief Maps) :

આ નકશામાં પર્વતો, મેદાનો, ઉચ્ચપ્રદેશો, જળપરિવાહ વગેરે દર્શાવાય છે.

હવામાનના નકશા

 તેમાં હવામાનનો તત્વો, તાપમાન, પવનો, પાતાવરણનું દબાણ, આર્દ્રતા વગેરેની દૈનિક સ્થિતિ દર્શાવાય છે.

આબોહવાકીય નકશા (Climatic Maps) : તેમાં આબોહવાનો તત્ત્વો - તાપમાન, વરસાદ, પવનો, વાતાવરણનું દબાણ વગેરેની લાંબા ગાળાની (માસિક, ત્રિમાસિક, વાર્ષિક વગેરે) સ્થિતિ દર્શાવાય છે.

જમીનના નકશા (Soil Maps) : તેમાં જમીનની લાક્ષણિક્તાઓ - જમીનનો પ્રકાર, તેનો ઉપયોગ, જમીનનું વિતરવા દર્શાવાય છે.

વન્ય પ્રાણીઓના નકશા (Wild Life Maps) : તેમાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો વગેરેનું વિતરણ દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત ખનીજો, વનસ્પતિ, પાસનાં મેદાનો, જળપરિવહન વગેરે કુદરતી સંસાધનો દર્શાવતા, ભૂસ્તરીય સંરચના, સામુદ્રિક જળવિસ્તારો, ખગોળીય વીગતો દર્શાવતા નકશાને પ્રાકૃતિક નકશા કહેવામાં આવે છે.

સાંસ્કૃતિક નકશા :

આ પ્રકારના નકશામાં માનવસર્જિત વીગતોનું આલેખન કરવામાં આવે છે. ખાસ કરીને માનવીની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનો

નિર્દેશ આ પ્રકારના નકશામાં થાય છે. તેમાં ખેતી, પરિવહન માર્ગો, ઔદ્યોગિક કેન્દ્રો, શહેરો, બંદરો, દેશના રાજકીય વિભાગો,

રાજ્યોની રાજધાનીઓ, ગામડાં, વસાહતો વગેરે વીગતોને દર્શાવવામાં આવે છે. માનવસર્જિત તત્વોના આધારે આ પ્રકારના સાંસ્કૃતિક નકશા-ખેતીવિષયક નકશા, ઔદ્યોગિક નકશા, વસ્તીવિષયક નકશા વગેરે તૈયાર કરવામાં આવે છે. વર્તમાનમાં કૃત્રિમ ઉપગ્રહો દ્વારા મળેલી વીગતોને કમ્યુટરની અદ્યતન તકનીકી સહાય વડે વધુ ચોકસાઈ ધરાવતા સેટેલાઇટ નકશા તૈયાર થવા લાગ્યા છે.

નકશાના અંગો

નકશાનાં અંગો

નકશાવાચન તેમ જ તેના અર્થઘટન માટે નકશાનાં અંગો વિશેનો ખ્યાલ જરૂરી બને છે. નકશાવાચનમાં નકશાનાં અંગો વિશે જેટલી જાણકારી વધારે તેટલું નકશાનું વાચન અને અર્થઘટન સચોટ અને અર્થપૂર્ણ બને છે. નકશાનાં મુખ્ય ત્રણ અંગો છે :

(1) પ્રમાણમાપ

(2) પ્રક્ષેપ (Projection)

(3) રૂઢ સંજ્ઞાઓ.

(1) પ્રમાણમાપ

નકશામાં દર્શાવેલા પ્રદેશો ચોક્કસ પ્રમાણમાપથી દોરેલા હોય છે. પ્રમાણમાપ નક્કી કરતી વખતે જમીન પરનાં બે બિંદુઓ અને નકશા ઉપર દર્શાવેલાં તે જ બે બિંદુઓ વચ્ચેના અંતરનો પ્રમાણ સંબંધ નક્કી કરવો જરૂરી છે. આ રીતે, નકશામાં દર્શાવેલ પ્રદેશના કોઈ પણ બે ચોક્કસ બિંદુઓ વચ્ચેના આકુંચિત અંતર અને જમીન પરના તે પ્રદેશના મેં જ બે બિંદુઓ કે સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેના ગુણોત્તરને નકશાનું પ્રમાણમાપ કહે છે.

નકશામાં પ્રમાણમાપ દર્શાવવાની પદ્ધતિઓ માટે ત્રણ પદ્ધતિઓ ઉપયોગમાં લઈ શકાય છે :

(1) વિધાન પદ્ધતિ અથવા વિધાનમાપ.

(2) પ્રમાણમાપ દર્શાવવા અંકાત્મક પદ્ધતિ અથવા પ્રાતિનિધિક અપૂર્ણાંક

(3) આલેખાત્મક માપપટ્ટી અથવા રૈખિક માપપટ્ટી.

 

(1) વિધાન પદ્ધતિ અથવા વિધાનમાપ.

પ્રમાણમાપ દર્શાવવાની આ સૌથી સરળ અને સાદી પદ્ધતિ છે. તેથી સામાન્ય માણસ પણ તે સમજી શકે છે અને જમીન પરના બે સ્થળો વચ્ચેના અંતરની ગણતરી કરી શકે છે. આ પદ્ધતિમાં પ્રમાણમાપની વીગતો શબ્દ દ્વારા કે વિધાન સ્વરૂપે દર્શાવાય છે. માપનાં એકમ સૂચક ચિહ્નો કે પ્રમાણસૂચક ચિહ્નોનો ઉપયોગ થતો નથી.

આ પદ્ધતિમાં 1 સેમી : 10 કિમી એમ લખાય છે. આ પદ્ધતિમાં વિધાન લેવામાં આવતું હોવાથી તેને વિધાન પદ્ધતિ કહે છે.

(2) અંકાત્મક પ્રમાણમાપ / પ્રાતિનિધિક અપૂર્ણાંક પદ્ધતિ

આ પદ્ધતિમાં પ્રમાણમાપ દર્શાવતા અંક સાથે લંબાઈ કે અંતરના માપસૂચક એકમો લખવામાં આવતા નથી. અંતરો કેવળ અંકાત્મક સંખ્ય કે અપૂર્ણાંક ગુણોત્તર દ્વારા દર્શાવાય છે.

જેમકે, વિધાન પ્રમાણમાપ 1 સેમી : 10 કિમી હોય તો આ પદ્ધતિમા 1 : 10,00,000 અથવા 1/10,00,000 રૂપે લખાય છે.

અહીં ડાબી તરફ અથવા અંશમાં (ઉપર) દર્શાવેલો એક નકશા ઉપ અને છેદમાં (નીચે), દર્શાવેલો આંક પૃથ્વીસપાટી પરના વાસ્તવિક અંતરનો નિર્દેશ કરે છે.

આ પદ્ધતિને પ્રાતિનિધિક અપૂર્ણાંક પદ્ધતિ પણ કરી છે કારણ કે આ પદ્ધતિમાં પ્રમાણમાપ સ્પષ્ટ ગુણોત્તરરૂપે દર્શાવાય છે. આ પદ્ધતિમાં આંકડાની પાછળ સેમી કે ક્રિમી એવો કોઈ એક્રમ દર્શાવવામાં આવતું નથી. તેથી કોઈ પણ દેશમાં આ માપ પદ્ધતિથી ગણતરી કરી શકાય છે.

(3) રૈખિક માપપટ્ટી

આ પદ્ધતિમાં નકશા સાથે માપપટ્ટી કે રેખા દોરેલી હોય છે.

કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર માપવા માટે જેમ માપપટ્ટી વપરાય છે, તેવી જ રીતે નકશા પુરતી આપેલી માપપટ્ટી વપરાતી હોવાથી આ પદ્ધતિને રૈખિક માપપટ્ટી કહે છે.

આપણે જે માપપટ્ટી વાપરીએ છીએ તેની ઉપર સેમી કે ઇચ દર્શાવેલા હોય છે. જ્યારે આ માપપટ્ટી પર મીટર કે કલોંગ કે માઈલ જેવાં જમીન ઉપરના અંતરસૂચક એકમો લખેલા હોય છે.

આ પદ્ધતિમાં જમીન પરનાં અંતર સીધેસીધાં માપી શકાય કે વાંચી શકાય તેવી માપપટ્ટી નકશાના કોઈ એક ભાગમાં દોરવામાં આવે છે.

આ રીતે આલેખન કરીને દર્શાવાતા પ્રમાણમાપને આલેખાત્મક પ્રમાણમાપ કહે છે. માપપટ્ટી દર્શાવવા રેખાનો ઉપયોગ થતો હોવાથી તેને રેબિક માપપટ્ટી પણ કહે છે.

સામાન્ય રીતે નકશાના નીચેના કોઈ એક ભાગમાં જરૂરિયાત મુજબની અને યોગ્ય લંબાઈની માપપટ્ટી દોરવામાં આવે છે. નાના કદના નકશામાં માત્ર 1 સેમી કે 1 ઈંચ લંબાઈની રેખા દ્વારા પણ પ્રમાણમાપ દર્શાવવામાં આવે છે. આ માપપટ્ટીમાં શૂન્યથી જમણી તરફ પ્રમાણમાપના મુખ્ય વિભાગો (કિમી કે માઈલ કે અન્ય) દર્શાવવામાં આવે છે. ડાબી બાજુ મુખ્ય વિભાગના જરૂરી ઉપવિભાગો પાડવામાં આવે છે, જે મીટર કે ફર્લાંગ વગેરે નાના એકમના અંતર દર્શાવે છે. આ વીગત નીચેની આકૃતિ પરથી વધુ સ્પષ્ટ થાય છે.

પ્રક્ષેપ

પૃથ્વીની ગોળાકાર સપાટીને સપાટ માધ્યમ પર ઉતારતાં તેના ક્ષેત્રફળ, સ્થાન, અંતર, સાપેલ દિશા, આકાર કે કદમાં કોઈ ખાસ ફેરફાર ન થાય તે માટે નકશામાં પ્રક્ષેપનો ઉપયોગ કરવામાં આવે છે.

પ્રક્ષેપ એટલે પૃથ્વીની ગોળાકાર કે વકાકાર સપાટીને કાગળ પર ઉતારવાનો પ્રયત્ન એટલે પ્રક્ષેપ

 ત્રિમિતિ ધરાવતી પૃથ્વીસપાટી પરના વક્રાકાર અક્ષાંશવૃત્તો અને રેખાંશવૃત્તોની જાળને દ્વિમિતિ ધરાવતા સપાટ કાગળ પર ઉતારવા માટે જે પદ્ધતિ વપરાય છે તેને નકશાની પ્રક્ષેપ પદ્ધતિ કહે છે.

પ્રક્ષેપ ક્રિયા એટલે પ્રક્ષેપણ ક્રિયા. પૃથ્વીની વક્રાકાર સપાટીને સમતલ કાગળ ઉપર દર્શાવવાની પદ્ધતિને પ્રક્ષેપ પદ્ધતિ કહે છે. આ ક્રિયા માટે ત્રણ વસ્તુઓ જરૂરી છે :

(1) તારનો બનેલો પૃથ્વીનો ગોળો

(2) જેના પર પ્રક્ષેપણ ક્રિયા કરવાની છે. તે સપાટ પૃષ્ઠભાગ

(3) પ્રકાશ પ્રક્ષેપક એટલે કે પ્રકાશ આપનાર વસ્તુ.

આ ત્રણેય બાબતોના સંયોજનમાંથી રચાયેલા પ્રક્ષેપ અને જરૂરિયાત મુજબ પ્રક્ષેપમાં જળવાયેલા વિશિષ્ટ ગુણધર્મને આધારે પ્રક્ષેપના અનેક પ્રકારો થઈ શકે છે.

(3) રૂઢ સંજ્ઞાઓ (Conventional Signs) :

નકશામાં જુદી જુદી અનેક પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બાબતો દર્શાવવામા આવે છે. આ બંને બાબતોને સરળતાથી દર્શાવવા માટે કેટલીક રૂઢ સંજ્ઞાઓ કે સાંકેતિક ચિહ્નોની મદદ લેવામાં આવે છે.

ભૂસપાટી પરની બધી વીગતોને એમના કદ-આકાર પ્રમાણે યથાવત્ સ્વરૂપે નકશામાં દર્શાવવી શક્ય નથી. પ્રાકૃતિ બાબતોમાં ભૂપૃષ્ઠ, ભૂમિસ્વરૂપો, જલપરિવાહ, કુદરતી વનસ્પતિ, આબોહવા, જમીનના પ્રકાર વગેરે બાબતોને રૂઢ સંજ્ઞા વડેે દર્શાવવામા આવે છે.

કેટલીક વિશિષ્ટ વસાહતો માટે નિશ્ચિત આકૃતિઓ કે પ્રથમાક્ષરી શબ્દો  રુઢ સંજ્ઞા તરીકે વપરાય છે.  જેમકે  આરામગૃહ માટે RH,  તાર અને ટપાલ માટે PTO, પોલીસ સ્ટેશન માટે PS વગેરે. મંદિર, મસ્જિદ, દેવળ, વગેરે કેટલીક વિશિષ્ટ ઈમારતો માટે તેના જેવી નાના કદની આકૃતિઓ નો ઉપયોગ થાય છે. આમ, સાંસ્કૃતિક તત્વોના શાબ્દીક અર્થ ઘટનને ટુૂકાવવા આવા રૂઢ ચિહ્નો ઉપયોગ થાય છે. તેથી રૂઢ સંજ્ઞાના નકશાની લધુલીપી કહે છે. 

 

Q. નકશાનું મહત્વ

પ્રાચીન કાળથી માંડી આજ સુધી નકશા માનવજીવનનું અભિન્ન અંગ રહ્યા છે. ભૂગોળના અભ્યાસ માટે નકશો મહત્ત્વનું ઉપકરણ છે. ઉપરાંત ઈતિહાસ, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વનસ્પતિ અને પ્રાણીશાસ્ત્ર, ઈજનેરી, મિલિટરી વિજ્ઞાન વગેરે અનેક વિજ્ઞાનો કે શાસ્ત્રોના અભ્યાપનકાર્યમાં નકશા અતિ ઉપયોગી સાબિત થયા છે. આ વિષયોની લગતી માહિતીઓનું પ્રાદેશિક વિતરણ તેમજ વિશ્વના સંદર્ભમાં અર્થઘટન કરવા નકશા સહાયક બને છે.

નકશાનો સામાન્ય અને સાર્વત્રિક ઉપયોગ સ્થળ કે પ્રદેશનું ભૌગોલિક સ્થાન જાણવા માટેનો છે. પ્રવાસ કે પર્યટન જવાનું હોય કે પછી વ્યાપાર માટે ચીજવસ્તુની લેવડદેવડ અંગેની બાબતો હોય, સ્થળના અંતર જાણવા માટે નકશાની જરૂર અવશ્ય પડવાની. પોતાના સ્થળથી નિર્દિષ્ટ સ્થળ કેટલા અંતરે આવેલ છે, તેમજ ત્યાં પહોંચતાં કેટલો સમય લાગશે તેની અગાઉથી માહિતી નકશા દ્વારા પ્રાપ્ત થશે. તેથી પર્યટકો-સહેલાણીઓ તેમજ વ્યાપારીઓને નકશો ભોમિયાની ગરજ સારે છે. નાવિકો, વિમાનચાલકો, વ્યવસ્થાપન સાથે સંકળાયેલા વ્યવસ્થાપકો, લશ્કરી અધિકારીઓ, સૈનિકો માટે પણ નકશા ખૂબ ઉપયોગી છે.

હવે તો ટીવી અને સમાચારપત્રો તથા સામયિકોમાં રોજબરોજની ઘટનાઓ, હવામાનની વીગતો અને આગાહી, રાજકીય કે સામાજિક સમસ્યાઓને નકશા સચોટ રીતે રજૂ કરે છે. રાષ્ટ્રીય કે સંસ્થાગત આયોજનો, વસાહતોનું નવ-આયોજન કે વિસ્તરણ કરવું હોય તો નકશાની જરૂર પડે જ છે.

નકશાની સૌને જરૂર પડે છે. આધુનિક સંશોધન યુગમાં નકશા સમુદ્ર સંશોધકો, અવકાશી સંશોધકો તેમજ નવા નવા ભૂમિ પ્રદેશોના સંશોધકોને આશીર્વાદરૂપ નીવડયા છે. વર્તમાનમાં નકશાનો ઉપયોગ ન કરતું હોય તેવું એક પણ ક્ષેત્ર ભાગ્યે જ જોવા મળશે.