વિભાગ-A:

  1. થેલ્સ: વિશ્વના પ્રથમ ભૂગોળવિદ્, ટોલેમી:
    જવાબ: (C) અક્ષાંશ અને રેખાંશ

  2. A B

    1. પૃથ્વી

    D. જીવનવાળો ગ્રહ

    2. સૂર્ય.

    C. પ્રાથમિક ઊર્જાસ્રોત

    3. હેલી C. પ્રાથમિક ઊર્જાસ્રોત

    A. ધૂમકેતુ

    4. ઉલ્કા

    B. ઉલ્કાપાત

    જવાબ: (A) 1-d, 2-c, 3-a, 4-b

  3. નિહારિકા વાદળ સિદ્ધાંત રજુ કરનાર:
    જવાબ: (A) કાન્ટ

  4. ભૂ-ગર્ભમાં કયાં ખનીજ તત્વો મુખ્ય છે?
    જવાબ: (A) નિકલ અને લોહ

  5. 'રોબિન્સન' સોનાની ખાણ કયા દેશમાં આવેલી છે?
    જવાબ: (C) દક્ષિણ આફ્રિકા

  6. આપેલ આકૃતિમાં ભૂકંપનું નિર્ગમન કેન્દ્ર (Epicenter) કયું બિંદુ દર્શાવે છે?
    જવાબ: ભૂકંપનું નિર્ગમન કેન્દ્ર (Epicenter) B .

  7. જાપાનનો કયો જ્વાળામુખી પવિત્ર ગણાય છે?
    જવાબ: (C) ફૂજિયામાં

  8. પૃથ્વી સપાટી પર જલાવરણનો કુલ વિસ્તાર કેટલા ટકા છે?
    જવાબ: (C) 71%

  9. ગ્રેનાઈટ ખડક કયા પ્રકારના ખનીજનું દૃષ્ટાંત છે?
    જવાબ: (B) આગ્નેય

  10. આરામગૃહ માટે કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ થાય છે?
    જવાબ: (C) RH

 

વિભાગ-B:

  11  સૂર્ય કલંક એટલે શું?
જવાબ: સૂર્યની સપાટી પર દેખાતાં કાળા ધાબાઓને સૂર્ય કલંક કહે છે.

12  જ્ઞાન તેમના પરિવારને પૃથ્વીના આંતરિક ભાગો વિશે સમજાવશે કે પૃથ્વીનું કેન્દ્ર અત્યંત ગરમ છે, અને આ ગરમીથી  જ્વાળામુખીઓ ફાટી નીકળે  છે.આ ઉપરાંતભૂકંપ અને  ગરમ પાણીના ઝરા દ્વારા પણ ગરમી બહાર આવે છે..

13. પેસિફિક કિનારાનો પટ્ટો શું કહેવાય છે?
જવાબ: 'રિંગ ઓફ ફાયર'

14. દ્વિતીય શ્રેણીના ભૂમિસ્વરૂપો કયા છે?
જવાબ: પર્વત,ઉચ્ચ પ્રદેશ મેદાન, ફાટખીણો, , ટેકરીઓ વગેરે.

15. મધ્યસ્થ આગ્નેય ખડકનું ઉદાહરણ આપો.
જવાબ: સીલ, ડાઈક, લોપોલીથ, લેકોલીથ

 

વિભાગ-C:

16.  ભારતના બે ભૂગોળવિદ્ના નામ જણાવો.
જવાબ: આર્યભટ્ટ, વરાહમિહિર

17.  પાર્થિવ અને બાહ્ય ગ્રહોના વર્ગીકરણની ચર્ચા કરો.
જવાબ: પાર્થિવ ગ્રહોમાં પૃથ્વી, મંગળ, શુક્ર અને બુધ છે. બાહ્ય ગ્રહોમાં ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચુન છે.

18.  સાઈમા સ્તરમાં કયાં ખનીજ તત્વો છે?
જવાબ: સિલિકા અને મેગ્નેશિયમ

19.  જ્વાળામુખીના પ્રકાર લખો.
જવાબ: સક્રીય જ્વાળામુખી, સુપ્ત જ્વાળામુખી અને નિષ્ક્રીય જ્વાળામુખી.

20.  આપેલ આકૃતિમાં કઈ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે?
જવાબ: દ્વીતીય શ્રેણીના અને તૃતીયક શ્રેણીના A પર્વત B મેદાન C ઉચ્ચ પ્રદેશ D જળધોધ  E રેતીના ઢુઆ

21.  ‘ગોંડવાનાલેન્ડ’ વિશે માહિતી આપો.
જવાબ: ખંડ પ્રવહન સિદ્ધાંત અનુસાર આ પેન્જિઓના ઉત્તર ભાગને લૉરેશિયા અને દક્ષિણ ભાગને ગોંડવાનાલૅન્ડ કહે છે.

22.  છિદ્રાળુ જમીનમાં પાણી કેમ ઉતરી જાય છે?
જવાબ: છિદ્રાળુ જમીન ખૂબ સારો પાણી શોષક છે અને તેમાં કણોનો અંતર વધુ હોય છે.

23.  પ્રક્ષેપ ક્રિયા માટે કઈ બાબતો જરૂરી છે?
જવાબ: તારનો બનાવેલ પૃથ્વીનો ગોળો, પ્રકાશ પ્રક્ષેપક, જેના પર પ્રક્ષેપણ ક્રિયા કરવાની છે તે સપાટ પૃષ્ઠ ભાગ

વિભાગ-D:

‘ભૂગોળ ખુબજ ઉપયોગી વિષય છે’ આ વિધાન સમજાવો.
જવાબ:

ભૂગોળનું  મહત્વ અથવા ભૂગોળની ઉપયોગીતા સમજાવો.

1.  વ્યક્તિમાં આંતરાષ્ટ્રીય સમજ વિકસે વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય તેમાટે ..

2.  ખેતી, વ્યાપાર, ઉધ્યોગ, પરિવહનની સ્થાપના અને વિકાસ માટે..

3.  નકશા વાંચન,નકશા પૂરણી, વરસાદ, તાપમાન, ભૂકંપની તિવ્રતા, હવાનું દબાણ વગેરે  પ્રકારની ક્ષમતાઓ વિકસવવા ભૂગોળ એક ટેકણ લાકડી બને છે.

4.  ભૂગોળના અભ્યાસથી પૃથ્વીનો ગોળો, પ્રાકૃતિક અને ભૌતિક તત્વોની નિરીક્ષણની કળા વ્યક્તિમાં વિકશે છે.

5.  વિશ્વના દેશો વચ્ચેના આંતર-અવલંબનની સમજ ભૂગોળ આપેછે.

6. ભુકંપ, વાવાઝોડું, પૂર, દૂષ્કાળ વગેરે જેવી આપતિ અંગે જરૂરી માર્ગદર્શન ભૂગોળના અભ્યાસ દ્વારા મળે છે.

25.  ભરતીવાદનો સિદ્ધાંત સમજાવો


આ ઉત્કલ્પના મુજબ વિશાલકાય વાયુ પીંડ ધરાવતા આપણા આદિસૂર્ય નજીકથી એક પ્રવાસી તારો પસાર થયો. પ્રવાસી તારો આપણા સૂર્ય કરતા કદમાં મોટો હોવાથી તેના ગુરુત્વાકર્ષણ બળને કારણે સૂર્યની સપાટી પર વાયુની ભરતી આવી. જેમ-જેમ પ્રવાસી તારો આપણા સૂર્યની નજીક આવતો ગયો તેમ-તેમ ભરતીની ઉંચાઇ વધતી રહી.એક સિગાર આકાર નો વાયુવિય જથ્થો પ્રવાસી તારા તરફ આકર્ષાયો. અને સૂર્ય માથી છુટો પડી ગયો. આ પ્રવાસી તારો આપણા સૂર્યથી જેમ-જેમ દુર થતો ગયો તેમ-તેમ તેનું ગુરુત્વાકર્ષણ બળ ઘટવા લાગ્યુ. સૂર્ય માથી છુટા પડેલા ભાગને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળથી પરિભ્રમણ અને પરિક્રમણ ગતિ મળી. સમય જતા સિગાર આકારનો ભાગ ઠરવા લાગ્યો અને તેમાથી ગ્રહો બન્યા. સૂર્ય અને આ ગ્રહો વચ્ચે આ ક્રિયાનું પુનરાવર્તન થતા તેમાથી ઉપગ્રહો બન્યા. આ ઉત્કલ્પના પ્રમાણે આપણા સૂર્ય મંડળનો ઉદ્ભવ થયો. પૃથ્વી સહિત તમામ ગ્રહોના ક્રમ,કદ,નમન,ઉપગ્રહો સંખ્યા વગેરે અનેક પ્રશ્નના ઉકેલ આ વિચારધારા પ્રમાણે પ્રાપ્ત થાય છે. તેથી આ વિચારધારા લોકપ્રિય અને સર્વસ્વીકૃત બની. આપણું સૂર્યમંડળ એકજ પ્રકારના વાયુવીય પદાર્થોની ભરતી પ્રક્રિયાથી રચાયેલું છે.

26. પૃથ્વીનું મૃદાવરણ બે મુખ્ય સ્તરો, સિયાલ અને સાઈમા દ્વારા રચાયું છે. મહાસાગરોના તળિયાંમાં મુખ્યત્વે સાઈમાનો વિસ્તાર છે, જ્યારે ભૂમિખંડો સિયાલના ખડકોમાંથી બનેલા છે. ગીરના વિસ્તારમાં બેસાલ્ટ અને ગ્રેનાઇટના ખડકો જોવા મળે છે, જે ભૂમિખંડોના ઊંચા વિસ્તારોમાં જોવા મળતા હોય છે. માથેરાન વિસ્તારની ધરતી બેસાલ્ટના ઘન ખડકોનું બનેલું છે, જેમાં મૃદાવરણના સાઈમા સ્તરનું મહત્વ છે. આ વિસ્તારના ધરતી તળિયાનો અભ્યાસ ખનિજ સંપત્તિ શોધવા માટે કરવામાં આવી રહ્યો છે. આ ખડકો પૃથ્વીના ભૌતિક ઇતિહાસના જાણવાના મહત્તવના તત્વો છે.

ક. ગીરના વિસ્તારના ખડકો કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા હશે ?

=> ગીરના ખડકો મુખ્યત્વે આગ્નેય પ્રવૃત્તિ દ્વારા અસ્તિત્વમાં આવ્યા હશે.

ખ.  બેસાલ્ટ અને ગ્રેનાઇટના ખડકોનું અભ્યાસ ભોતિક ઇતિહાસ સમજવામાં કેમ ઉપયોગી છે?

=>  આ ખડકોના અભ્યાસ દ્વારા પૃથ્વીના ભૌતિક ઇતિહાસ વિશે વધુ જાણવા મળે છે.

ગ. માથેરાનમાં કયા પ્રકારના ખડકો જોવા મળે છે?

=> માથેરાનમાં બેસાલ્ટના ઘન ખડકો છે.

27. જ્વાળામુખીની સર્જનાત્મક અસરો સમજાવો.

1. જ્વાળામુખી પ્રાકૃતિક સુરક્ષા વાલ્વ તરિકેનું કાર્ય કરે છે.

2. જ્વાળામુખીની પ્રક્રિયાથી પૃથ્વીની ઉત્પિતનો ઈતિહાસ તથા પૃથ્વીની સંરચના સમજવામાં મદદ મળે છે.

3. લાવારસ ઠરી ગયા પછી તેમાંથી અનેક ખનિજો પ્રાપ્ત થાય છે.

4.જ્વાળામુખી ક્રેટરમાં વરસાદનું પાણી ભરાતાં સુંદર જ્વાળામુખી સરોવર બને છે.

5. જ્વાળામુખીનો ઉપયોગ ભૂ-તાપિય ઉર્જા મેળવવા થાય છે.

6. લાવારસથી અસ્તિત્વમાંઆવેલા બેસાલ્ટ અને ગ્રેનાઈટ આગ્નેય ખડકનો ઉપયોગ મકાન બાંધકામમાં થાય છે.

7. જ્વાળામુખીના પ્રસ્ફોટનથી નીકળતી રાખ તેના આસપાસનાં ક્ષેત્રોમાં પથરાય છે. પરિણામે ખેતરો અને બગીચાની જમીન ફળદ્રુપ બને છે. આ પ્રકારની જમીનમા દ્રાક્ષનું મહતમ ઉત્પાદન થાય છે.

28 મયુર જાણવા માગે છે કે ઉત્તર ગોળાર્ધમાં જમીનવિસ્તાર વધારે કેમ છે અને દક્ષિણ ગોળાર્ધમાં જળવિસ્તાર વધારે કેમ છે. તમે તેને કઈ રીતે સમજાવશો?

મયુરને સમજાવી શકાય છે કે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જમીનવિસ્તાર વધારે છે કારણ કે પૃથ્વીના મુખ્ય ખંડો ઉત્તર ગોળાર્ધમાં આવેલા છે, જેમ કે એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા, અને આફ્રિકાના કેટલાક ભાગો. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં મહાસાગરો અને સમુદ્રોનો વિસ્તાર વધારે હોવાથી જળવિસ્તાર વધારે જોવા મળે છે.

29.  આગ્નેય ખડકોના પેટા વિભાગો જણાવો ?

પૃથ્વીનું પેટાળ ગરમ હોવાથી તેનું લાલચોળ તત્વ-મેગ્મા વિવિઘરુપે ઠરવાથી બનતા ખડકોને આગ્નેય ખડકો કહે છે.

સૌપ્રથમ આ ખડકોની ઉત્પતિ થઈ હોવાથી તેમને પ્રાથિમક ખડકો કહે છે.

આગ્નેય ખડકોના મખ્ય બે પ્રકારો પાડવામાં આવે છે.

  1. આંતરિક આગ્નેય
  2. બાહ્ય આગ્નેય ખડકો

આંતરિક આગ્નેય ખડકના બે પ્રકાર પડે છે.

i અંતસ્થ આગ્નેય ખડક

ii મધ્યસ્થ આગ્નેય ખડક

ખડક પૃથ્વીના પેટાળમાં રહેલો મેગ્માં જો પૃથ્વીના પેટાળમાં કે વધુ ઉંડાઈએ ઠરી જાય, તો તે સ્થાને રચાયેલા ખડકોને અંતસ્થ અથવા પાતાલીય આગ્નેય ખડક કહે છે આ ખડકો વઘુ સખત હોય છે. આ ખડકનું ઉતમ ઉદાહરણ ગ્રેનાઈટ ખડક છે.

અંતસ્થ આગ્નેય ખડકો દક્ષિણ ભારના ઉચ્ચપ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં જોવા મળે છે.

2.મધ્યસ્થ આગ્નેય ખડક

જ્વાળામખી પ્રસ્ફોટન સમયે મેગ્મા ભૂ-સપાટી તરફ આવવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ પાતાલીય ખડકો અને બાહ્ય ખડકોની વચ્ચે મેગ્મા ઠરી જાય છે.

આ પ્રકારના ખડકો આંતરિક આગ્નેય ખડકોનો પેટા પ્રકાર છે.

સીલ, ડાઈક, લોપોલીથ, અને લેકોલીથ જેવાં સ્વરુપોની રચના કરે છે.આવા ખડકોના સ્ફટિકોનાં કદ નાના હોય છે.

3. બાહ્ય આગ્નેય ખડકો

જ્વાળામખી પ્રક્રિયા દરિમયાન મેગ્મા બહાર આવી ઠરી જાય છે. ઠરી ગયેલા લાવારસના બનેલા ખડકો આ પ્રકારના છે. જેમા સ્ફટિકો અતિ સૂક્ષ્મ છે.બેસાલ્ટ ખડક તેંનું ઉતમ ઉદાહરણ છે.

30 ખનીજના લક્ષણો જણાવો ?

નિશ્ચિત અણુંરચના રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુમય તત્વને ખનીજ કહે છે.

ખનીજના લક્ષણો સ્ફટિકમય બધારણ, ઘનતા, નક્કરતા, રંગ, ચમકવગેરે ખનીજનાં મુળભૂત લક્ષણો છે.

ઘનતા દરેક ખનીજને પોતાની ઘનતા હોય છે. ઘનતા એટલે ખનીજનું ભારેપણું.

નક્કરતા ખનીજ ઉપર જ્યારે ઘસરકો કરવામાં આવે ત્યારે તે ખનીજ કેટલો પ્રતિકાર કરે છે. તેને તે ખનીજની નક્કરતા કહે છે. ખનીજની નક્કકરતા માટે 1 થી 10 સધીના ક્રિમાક આપવામાં આવ્યા છે. જેમકે ટાલ્ક ખનીજનો ક્માક 1 અને હીરો 10 ક્માક ધરાવે છે.

રંગ, ચમક પ્રત્યેક ખનીજની સપાટી સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે. તેના આધારે ખનીજની ચમક નક્કી થાય છે. જુ દી જુ દી ખનીજની અને ધાતુઓની ચમક અલગ અલગ જોવા મળે છે.

વિવિધ રંગો પણ ધરાવે છે.ખનીજમાં રહેતી અશુદ્ધિઓના પ્રમાણને આધારે તેમના રંગ ઘેરા અથવા ઝાખા બને છે.

પ્રાથમિક લક્ષણોને આધારે ધાતુમય ખનીજ અને અધાતુમય ખનીજ એમ બે વિભાગોમાં વહેચી શકાય.

31.  પક્ષેપ વિશે ટુંક નોંધ લખો.

પૃથ્વીની ગોળાકાર સપાટીને સપાટ માધ્યમ પર ઉતારતાં તેના ક્ષેત્રફળ, સ્થાન, અંતર, સાપેલ દિશા, આકાર કે કદમાં કોઈ ખાસ ફેરફાર ન થાય તે માટે નકશામાં પ્રક્ષેપનો ઉપયોગ કરવામાં આવે છે.

પ્રક્ષેપ એટલે પૃથ્વીની ગોળાકાર કે વકાકાર સપાટીને કાગળ પર ઉતારવાનો પ્રયત્ન એટલે પ્રક્ષેપ

 ત્રિમિતિ ધરાવતી પૃથ્વીસપાટી પરના વક્રાકાર અક્ષાંશવૃત્તો અને રેખાંશવૃત્તોની જાળને દ્વિમિતિ ધરાવતા સપાટ કાગળ પર ઉતારવા માટે જે પદ્ધતિ વપરાય છે તેને નકશાની પ્રક્ષેપ પદ્ધતિ કહે છે

પ્રક્ષેપ ક્રિયા એટલે પ્રક્ષેપણ ક્રિયા. પૃથ્વીની વક્રાકાર સપાટીને સમતલ કાગળ ઉપર દર્શાવવાની પદ્ધતિને પ્રક્ષેપ પદ્ધતિ કહે છે. આ ક્રિયા માટે ત્રણ વસ્તુઓ જરૂરી છે :

(1) તારનો બનેલો પૃથ્વીનો ગોળો

(2) જેના પર પ્રક્ષેપણ ક્રિયા કરવાની છે. તે સપાટ પૃષ્ઠભાગ

(3) પ્રકાશ પ્રક્ષેપક એટલે કે પ્રકાશ આપનાર વસ્તુ.

આ ત્રણેય બાબતોના સંયોજનમાંથી રચાયેલા પ્રક્ષેપ અને જરૂરિયાત મુજબ પ્રક્ષેપમાં જળવાયેલા વિશિષ્ટ ગુણધર્મને આધારે પ્રક્ષેપના અનેક પ્રકારો થઈ શકે છે.

વિભાગ-E

32. ભૂકંપના કારણો જણાવો ?

1.સ્તર ભંગ

  • ભૂગર્ભમાં થતા ભૂસંચલનના પરિણામે ખડક સ્તરોમાં દબાણ કે તણાવ પેદા થાય છે જેના લિધે પેટાળના ભૂ દ્રવ્યોમાં સંકોચન કે પ્રસરણ અનુભવાય છે.પરિણામે ખડકો તુટે છે અને ભૂકંપ થાય છે.
  • હિમાલય,આલ્પ્સ વગેરે નવી ગેડ પર્વતશ્રેણીઓ તથા આફ્રિકાની ફાટખીણમાં થતા ભૂકંપ માટે આવી સ્તરભંગ પ્રક્રિયા જવાબદાર છે.

2.જવાળામુખી પ્રસ્ફોટન

  • પૃથ્વી સપાટી પર થતા મોટા ભાગના ભૂકંપો જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે થાય છે.
  • જ્વાળામુખી વિસ્ફોટ થતા ગરમ મેગ્મા બહાર નિકળવાનો પ્રયત્ન કરે છે.
  • જેથી જ્વાળામુખીની આસપાસના લગભગ 150 થી 200 કિ.મી.વિસ્તારમાં તિવ્ર ભૂકંપ થાય છે.

3. ભૂ સંતુલન પરિસ્થિતિ

  • પૃથ્વી સપાટીના ઉંચા ઉપસેલા ભાગો અને નીચે ધસેલા ભાગો નીચે ભૂ સંતુલન હોય છે.
  • આ સંતુલનની પરિસ્થિતિ ખોરવાતા સમતુલા પુનઃસ્થાપન માટે ભૂગર્ભની ઉંડાઇએ મેગ્માનું સ્થળાંતર થાય છે તેથી ખડક સ્તરોમાં ભૂકંપ થાય છે.
  • પામિરના ઉચ્ચપ્રદેશમાં હિંદુકુશ હારમાળામાં કારણસર ભૂકંપ થાય છે.

4. પાણીની વરાળ

  • પૃથ્વી સપાટીનું કેટલુંક પાણી નીચે ઉતરે છે.આ પાણી પૃથ્વીની આંતરિક ગરમીના કારણે વરાળમાં રુપાંતર થાય છે.
  • વરાળ પાણી કરતા 1300 ગણી વધુ જગ્યા રોકે છે.
  • વરાળના આ દબાણના કારણે પૃથ્વીના નબળા ભૂમિ ભાગોમા ભૂકંપ થાય છે.

5. માનવી

  • માનવી પૃથ્વી પર ખાણો ખોદે છે.
  • પૃથ્વીના પેટાળ માથી ખનીજતેલ બહાર કાઢે છે.બંધોનું નિર્માણ કરે છે,આ ઉપરાંત ગગન ચુંબી ઈમારતો, રેલવે, ટ્રેક, બનાવવા જમીન સમથળ કરે છે.
  • ભૂગર્ભમાં અણુ ધડાકા કરે છે તેથી સ્થાનિક વિસ્તારમાં ભૂકંપ આવે છે.

6.અન્ય

પર્વતીય વિસ્તારોમા ભૂ-સ્ખલન, હિમપ્રપાત,મોટા કદના ખડકો ધસી પડતા તથા અવકાશીય ઉલ્કાઓ પડવાથી ભૂકંપ થાય છે.

  1. જ્વાળામુખી શું છે?

    • જવાબ: જ્વાળામુખી એ પૃથ્વીના સપાટી પર એવી જગ્યા છે જ્યાં ગરમ લાવા, રાખ અને ગેસ જમીનમાંથી બહાર આવે છે.
  2. જ્વાળામુખી કઈ રીતે ઉત્પન્ન થાય છે?

    • જવાબ: પૃથ્વીના આંતરિક ભાગમાં મેગ્મા (ગરમ પધ્થર) જ્યારે બાહ્ય ભાગમાં દબાણના કારણે તૂટે છે, ત્યારે જ્વાળામુખી ઉત્પન્ન થાય છે.
  3. જ્વાળામુખીનું વિસ્ફોટ શું અસર કરે છે?

    • જવાબ: જ્વાળામુખીનું વિસ્ફોટ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, જેમાં જમીન નાશ, વાતાવરણમાં ધુમાડો અને રાખ ફેલાવા, અને જીવસૃષ્ટિ માટે જોખમ સમાવેશ થાય છે.
  4. ભારતમાં સૌથી મોટો જ્વાળામુખી ક્યાં આવેલો છે?

    • જવાબ: ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી અંદમાન અને નિકોબાર ટાપુઓ પર આવેલું છે, તેને બેરન જ્વાળામુખી કહે છે.
  5. જ્વાળામુખીમાંથી શું બહાર આવે છે?

    • જવાબ: જ્વાળામુખીમાંથી ગરમ લાવા, રાખ, અને વિવિધ વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઈડ વગેરે બહાર આવે છે.

34.  જમીનની સ્તર રચનાના વિભાગો કયા કયા છે.