તાપમાનનું ક્ષૈતિજ વિતરણ :
પૃથ્વીસપાટી પર તાપમાનના ક્ષૈતિજ વિતરણ પર અક્ષાંશ, સમુદ્રથી અંતર, મહાસાગરના પ્રવાહો, પવનોની દિશા અને સ્થળની ઊંચાઈ વગેરે પરિબળોની અસર જોવા મળે છે.
- વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણ ધ્રુવો તરફ જતાં સૂર્યનાં કિરણો ત્રાંસાં પડતાં હોવાથી તાપમાનમાં ઘટાડો થતો હોય છે.
- સમુદ્રકિનારાની નજીકના વિસ્તારોનું તાપમાન સમ અને કિનારાથી દૂર ખંડય જામીનવિસ્તારોનું તાપમાન વિષમ હોય છે. ખંડસ્થ જમીનવિસ્તારોમાં તાપમાનનો દૈનિકગાળો તથા વાર્ષિકગાળાનો તફાવત વધુ હોય છે, જ્યારે સમુદ્રકિનારા નજીકના જમીનવિસ્તારોનું તાપમાન સમયાત રહે છે.
- મહાસાગરના ઠંડા અને ગરમ પ્રવાહો જે-તે પ્રદેશના કિનારાના વિસ્તારોના તાપમાન પર અસર કરે છે. જે વિસ્તારમાં ઠંડા પ્રવાહો વહે તે કિનારાના પ્રદેશનું તાપમાન નીચું અને જે વિસ્તારોમાં ગરમ પ્રવાહો વહે તે કિનારાના પ્રદેશનું તાપમાન ઊંચું જાય છે.
- આ ઉપરાંત ગરમ અને સૂકા પવનો જે વિસ્તારમાં વાય છે ત્યાં તાપમાન ઊંચું હોય છે અને જ્યાં ઠંડા અને સૂકા પવનો વાય છે તે વિસ્તારોમાં તાપમાન નીચું રહે છે.
- જંગલનું પ્રમાણ, સ્થળની ઊંચાઈ, જમીનના પ્રકાર, વાદળનું પ્રમાણ વગેરે પરિબળો પણ તાપમાનના વિતરણ પર અસર કરે છે.