પૃથ્વીસપાટીના ચોક્કસ વિસ્તારોમાં હવાનું દબાણ ઘટે છે.
આવા વિસ્તારને લઘુદાબ પટ્ટ કહેવામાં આવે છે.
ભારે દબાણ (ગુરુદાબ):
જ્યાં હવાનો દબાણ વધુ હોય છે.
આવા વિસ્તારોને ગુરુદાબ પટ્ટ કહેવામાં આવે છે.
દબાણકેન્દ્રો (Pressure Cells):
પૃથ્વીસપાટી પર હવાના હલકા અથવા ભારે દબાણવાળા કેન્દ્રો હોય છે.
આ દબાણકેન્દ્રો પૂર્વ-પશ્ચિમ દિશામાં વિસ્તરે છે અને દબાણના પટ્ટા બને છે.
દબાણના પટ્ટા:
આ દબાણકેન્દ્રો પૃથ્વીસપાટી પર લગભગ એક જ અક્ષાંશીય સીમામાં ગોઠવાયેલા હોય છે.
આ દબાણના પટ્ટા હવાના પ્રવાહોને પ્રભાવિત કરે છે.
પ્રકાર:
ભારે દબાણના પટ્ટા:
પૂર્વ-પશ્ચિમ દિશામાં આવેલ ગંભીર (ભારે) દબાણવાળા વિસ્તાર.
હલકા દબાણના પટ્ટા:
હલકા દબાણવાળા વિસ્તારોના પટ્ટા.
પૃથ્વી સપાટી પર દબાણના કુલ સાત પટ્ટા છે જે નીચે પ્રમાણે છે
વિષુવવૃત્તીય લઘુદાબ ૫ટ્ટ:
વિષુવવૃત્તની આસપાસ 5° ઉત્તર અક્ષાંશવૃત્તથી 5° દક્ષિણ અક્ષાંશવૃત્તો વચ્ચેના પ્રદેશોમાં સૂર્યનાં કિરણો ભારેમાસ લગભગ લંબરૂપે પડે છે. તેથી ત્યાં સૂર્યાવાત બારેમાસ વધુ પ્રમાણમાં મળે છે.
પરિણામે અહીં હવા એકપધારી ગરમ રહે છે. ગરમ હવા વિસ્તૃત થઈ હલકી બને છે અને ઊંચે ચડે છે તેથી ત્યાં હવાનું દબાણ ઘટે છે.
અહીં હવા અતિશય ભેજવાળી હોવાથી પણ દબાણ ઘટે છે. પરિણામે વિષુવવૃત્તની આસપાસના ગરમ અને ભેજવાળી આબોહવાવાળા પૂર્વ-પશ્ચિમ પટ્ટામાં હવાનું હલકું દબાણ ઉત્પન્ન થાય છે. આ પટ્ટાને વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટ કહે છે.
આ પટ્ટો ઋતુના ફેરફારો પ્રમાણે જે તે ગોળાર્ધમાં 10° અક્ષાંશવૃત્ત સુધી વિસ્તરેલો જોવા મળે છે. આ પટ્ટામાં પવન લગભગ અનુભવાતો નથી. તેથી તેને નિર્વાત્ વાયુ પ્રદેશ (Doldrums) કહે છે.
અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ :
પૃથ્વીના બંને ગોળાર્ધમાં લગભગ 20° થી 30° અક્ષાંશવૃત્તો વચ્ચેના પ્રદેશોમાં અયનવૃત્તીય ગુરુદાબ ૫ટ્ટ તૈયાર થાય છે.
વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટની પાતળી અને હલકી હવા ઊંચે ચડે છે અને આશરે 3થી 7 કિમીની ઊંચાઈએ પહોંચી પૃથ્વીના ધરીભ્રમણને કારણે બે ભાગમાં વહેંચાઈને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરફ ક્ષૈતિજ દિશામાં વહે છે.
આ હવાનો કેટલોક જથ્થો બંને ગોળાર્ધમાં આશરે 20° થી 30° અક્ષાંશોના વિસ્તારમાં નીચે પૃથ્વીસપાટી તરફ આવે છે.
આ વિસ્તારમાં હવા એકત્રિત થાય છે અને હવાના ભારે (ગુરુ) દબાણ પટ્ટનું નિર્માણ થાય છે.
તેને ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ કહે છે.
ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ્ટ :
પૃથ્વીના બંને ગોળાર્ધમાં ધ્રુવવૃત્તોની પાસે આશરે 60° થી 70° અક્ષાંશવૃત્તો વચ્ચેના પ્રદેશો પર ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ્ટ ઉદ્ભવે છે. તેમના ઉદ્ભવ માટે પૃથ્વીની પરીભ્રમણ ગતિ જવાબદાર છે.
ધ્રુવીય ગુરુદાબ પટ્ટ પરથી ધ્રુવીય પવનો રૂપે આવતી હવા અને અયનવૃત્તિીય ગુરુદાબ પટ્ટ પરથી પશ્ચિમિયા પવનો રૂપે આવતી હવા ભિન્ન લક્ષણોવાળી છે. તે વિશાળ જથ્થામાં ધ્રુવવૃત્તોની આસપાસ એકઠી થઈ ચક્રવાત રૂપે ઊંચે ચડે છે.
આમ, હવાના મોટા પાયા પરના સંચરણને કારણે ચક્રવાત રૂપે ઊર્ધ્વગમન કરતી હવાથી ધ્રુવવૃત્તોની આસપાસ પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલા હલકા (લઘુ) દબાણ પહનું નિર્માણ થાય છે.
તેને ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ્ટ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ્ટ કહે છે.
ધ્રુવીય ગુરુદાબ પટ્ટ :
પૃથ્વીસપાટી પરના બંને ધ્રુવીય પ્રદેશો પર સૂર્યનાં કિરણો ત્રાંસાં પડે છે તેથી ત્યાં તાપમાન ખૂબ નીચું રહે છે.
નીચા તાપમાનને કારણે અહીં બાષ્પીભવન થતું નથી. તેથી અહીંની હવામાં ખાસ ભેજ હોતો નથી.
અહીંના મોટા ભાગના વિસ્તારોમાં બારેમાસ બરફ છવાયેલો રહે છે.
આ બધાં કારણોને લીધે ધ્રુવીય પ્રદેશો પર હવાના ભારે દબાણ પહનું નિર્માણ થાય છે.
તેને ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર ધ્રુવીય ગુરુદાબ પટ્ટ અને દક્ષિણ ગોળાર્યમાં દક્ષિણ ધ્રુવીય ગુરુદાબ પટ્ટ કહે છે.
પવનો અને તેમના પ્રકારો –
1. કાયમી પવનો (Permanent Winds)
વ્યાખ્યા: પૃથ્વીના સતત દબાણભિન્નતાના કારણે બારેમાસ એક જ દિશામાં વહેતા પવનો.
વિશેષતા: ભારે દબાણવાળા પટ્ટથી હલકા દબાણવાળા પટ્ટ તરફ વહે છે.