પંચાયતી રાજનો અર્થ:
પંચાયતી રાજ મોટે ભાગે ભારત, પાકિસ્તાન અને નેપાળમાં પ્રવર્તતી દક્ષિણ એશિયાઈ રાજકીય પ્રથા છે. 'પંચાયત' શબ્દ 'પંચ' પરથી આવ્યો છે, જેનો અર્થ છે 'પાંચ વડીલોનો સમૂહ'.
એસ. કે. ડે: "પંચાયતી રાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે. પંચાયતી રાજનો સાચો અર્થ એ છે કે લોકો સંગઠિત, જાગૃત અને સ્વાવલંબી બને અને સરકાર પાસે જે અધિકારો છે તે લઈને પોતે બજાવે."
વિદ્યાસાગર શર્મા: "પંચાયતી રાજ એક એવી કલ્પના છે, જે વિશ્વ સમક્ષ લોકશાહીનો એક નવો જ દૃષ્ટિકોણ રજૂ કરે છે." ટૂંકમાં, પંચાયતી રાજ એ છે કે સત્તાનું વિકેન્દ્રીકરણ કરી લોકશાહી પધ્ધતિથી સામૂહિક વિકાસ માટે ચૂંટાયેલી પંચાયતો દ્વારા કાર્ય કરવું.
ગ્રામ પંચાયતનાં કાર્યો:
ગ્રામ પંચાયતે ગામના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ કાર્યો કરવાનાં હોય છે. ગામની પાયાની જરૂરિયાતો સંતોષવા માટે તેના મુખ્ય બે પ્રકારનાં કાર્યો છે:
-
નાગરિક કાર્યો:
-
સફાઈ, સ્વચ્છતા, જલાપૂર્તિ, રસ્તાઓનું નિર્માણ અને જાળવણી.
-
પ્રકાશ વ્યવસ્થા, સ્મશાનની વ્યવસ્થા, પ્રાથમિક શિક્ષણ.
-
કુવા-તળાવ જેવા સાર્વજનિક અને ધાર્મિક સ્થળોની જાળવણી.
-
વિકાસાત્મક કાર્યો:
-
સહકારી પ્રવૃત્તિઓને વેગ આપવો.
-
નબળા વર્ગના લોકોના વિકાસ માટે વિશિષ્ટ પ્રયોગો કરવો.
-
ગામના યુવાનો, મહિલાઓ, બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવી.
-
મેળાઓ અને બજારની વ્યવસ્થા ઊભી કરવી.
આવકનાં સાધનો:
ગ્રામ પંચાયતને વિકાસના કાર્યો કરવા માટે આવકનાં વિવિધ સાધનો હોય છે:
-
ગ્રામ પંચાયત સ્થાનિક કરવેરા નાખીને નાણાં એકત્ર કરી શકે છે.
-
સરકારી ગ્રાન્ટ, લોકફાળો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આર્થિક સહાય.
તાલુકા પંચાયત (દ્વિતીય સ્તર)
તાલુકા પંચાયતનું સ્થાન ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની વચ્ચે છે. એક લાખની વસ્તી સુધી તાલુકા પંચાયત 15 સભ્યોની બનેલી હોય છે. 25 હજારની વસ્તી વધતા 2 સભ્યોનો વધારો થાય છે. કુલ બેઠકોમાંથી એક તૃતીયાંશ બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે. ઉપરાંત વસ્તીના પ્રમાણમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અનામત બેઠક રાખવામાં આવે છે. તાલુકા પંચાયતની મુદત 5 વર્ષની હોય છે.
તાલુકા પંચાયતનું માળખું (રચનાતંત્ર):
-
ચૂંટાયેલા સભ્યો: મતદારો સીધી ચૂંટણી દ્વારા સભ્યોની પસંદગી કરે છે, જે પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી કરે છે.
-
સહસભ્યો અને આમંત્રિત સભ્યો: મત અધિકાર વગર ચર્ચામાં ભાગ લે છે.
-
તાલુકા પંચાયતની સમિતિઓ: કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ ફરજિયાત, અને અન્ય મરજિયાત સમિતિઓ રચી શકાય છે.
તાલુકા પંચાયતના પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી (TDO):
તાલુકા પંચાયતનાં મુખ્ય કાર્યો:
-
સ્વાસ્થ્ય અને સફાઈ: ગ્રામીણ પાણી પુરવઠો, આરોગ્ય કેન્દ્રો, દવાખાનાં, કુટુંબનિયોજન.
-
શિક્ષણ: પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન, માધ્યમિક શિક્ષણ અને પ્રૌઢ શિક્ષણ.
-
બાંધકામ: ગામોને જોડતા રસ્તાઓ, વૃક્ષારોપણ, માર્ગ જાળવણી.
-
ગ્રામ વસવાટ: ગામતળ વિકાસ અને રહેઠાણ આયોજન.
-
ખેતીવાડી: સિંચાઈ યોજના, ખેતી સુધારણા, જમીન સંરક્ષણ.
-
પશુ સંવર્ધન: પશુચિકિત્સાલય, કૃત્રિમ ગર્ભાધાન કેન્દ્ર, ડેરી વિકાસ.
-
ગ્રામોદ્યોગ: કુટિર ઉદ્યોગો, ટેકનિકલ તાલીમ કેન્દ્રો.
-
સહકાર: સહકારી મંડળીઓની સ્થાપના.
-
રાહત સહાય: કુદરતી આફતોમાં રાહત સહાય.
-
સમાજ કલ્યાણ અને સુરક્ષા: વિકલાંગ, વૃદ્ધો, અનાથાશ્રમો માટે યોજનાઓ.
જિલ્લા પંચાયત (તૃતીય સ્તર)
જિલ્લા પંચાયત ત્રિ-સ્તરીય પંચાયતી રાજનું ટોચનું સ્તર છે. 4 લાખની વસ્તી સુધી 17 સભ્યો અને દર વધતા 1 લાખે 2 સભ્યોનો વધારો થાય છે. એક તૃતીયાંશ બેઠકો સ્ત્રીઓ માટે અનામત છે. અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે વિશિષ્ટ અનામત વ્યવસ્થા છે.
જિલ્લા પંચાયતનું માળખું (રચનાતંત્ર):
-
ચૂંટાયેલા સભ્યો: સીધી ચૂંટણી દ્વારા ચૂંટાય છે.
-
સહસભ્યો અને આમંત્રિત સભ્યો: મત અધિકાર વગર.
-
સમિતિઓ: વિવિધ વિકાસ કાર્યો માટે 10 જેટલી સમિતિઓ હોય છે.
-
જિલ્લા પંચાયત પ્રમુખ: જિલ્લામાં ગ્રામીણ પ્રજાનું નેતૃત્વ કરે છે.
-
જિલ્લા વિકાસ અધિકારી (DDO): વહીવટ સંભાળે અને માર્ગદર્શન આપે છે.
જિલ્લા પંચાયતનાં મુખ્ય કાર્યો:
-
જિલ્લા વિકાસનીતિ: તાલુકા અને ગ્રામ પંચાયત દ્વારા અમલ.
-
સંબંધિત માર્ગ અને વાહન વ્યવહાર: ગ્રામીણ વિસ્તારો માટે રસ્તા અને ટ્રાન્સપોર્ટ સુવિધાઓ.
-
ખેતી વિકાસ: સિંચાઈ, ખાતર, જંતુનાશક દવાઓ, નવી ખેતી પદ્ધતિઓ.
-
રોજગાર: નાના ઉદ્યોગો, હસ્તઉદ્યોગો, રોજગારના અવસરો.
-
આરોગ્ય: આરોગ્ય કેન્દ્રો, માતૃ-બાળ કલ્યાણ કેન્દ્રો, રોગચાળાની રોકથામ.
-
શિક્ષણ: પ્રાથમિક શાળાઓ, શિક્ષક ભરતી, શૈક્ષણિક સુધારા.
-
સમાજ કલ્યાણ: અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગ માટે યોજનાઓ.
-
સાંસ્કૃતિક અને રમતગમત: યુવક વિકાસ, મહિલા વિકાસ, પુસ્તકાલયો.
પંચાયતી રાજની સામાજિક અસરો:
-
લોકશાહી મૂલ્યોનો પ્રસાર: ગ્રામજનોમાં મતાધિકાર અને લોકશાહી સમજ વધે છે.
-
નવી નેતાગીરીનો વિકાસ: યુવા અને શિક્ષિત નેતાઓની પસંદગી.
-
સત્તાના વિકેન્દ્રીકરણ: ગ્રામજનો પોતાના વિકાસ માટે સક્રિય થાય છે.
-
સામાજિક ગતિશીલતા: અનુસૂચિત જાતિ-જનજાતિના હક્કો અને સમાનતાની પ્રગતિ.
-
રાજકીય જાગૃતિ: લોકો રાજકીય પ્રક્રિયાઓથી માહિતગાર થાય છે.
-
બિનસાંપ્રદાયિકતા: રાજકીય ગઠબંધનો જાતિ-કોમની હદો પાર કરે છે.
-
સામાજિક અંતરના ઘટાડો: વિવિધ જાતિ-વર્ગ વચ્ચે નજીક આવે છે.
-
લોકોની ભાગીદારી: ગ્રામ વિકાસમાં લોકો સક્રિય ભાગ લે છે.
નકારાત્મક અસરો:
-
જૂથવાદ અને પક્ષાપક્ષી: રાજકીય પાર્ટીઓ ગામડામાં જૂથવાદ વધારતી હોય છે.
-
પ્રતિસ્પર્ધા અને મતભેદ: ચૂંટણી વખતે વ્યક્તિગત અને સામાજિક વિખવાદ ઊભા થાય છે.
આ પ્રકારે, પંચાયતી રાજ ગવર્નન્સમાં લોકશાહી પ્રણાલી છે, જે ગ્રામજનોને સશક્ત બનાવવા અને વિકાસ લાવવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે.
પંચાયતી રાજ 73મા બંધારણીય સુધારાની વિશેષતાઓ
ગ્રામસભાને પંચાયતી રાજપ્રણાલીનો આધાર માનવામાં આવી છે. આ ગ્રામસભાઓ રાજ્ય વિધાનમંડળી દ્વારા સોંપવામાં આવેલાં કાર્યો તથા અધિકારોનો ઉપયોગ કરશે.
ગ્રામ, મધ્યવર્તી અને જિલ્લા સ્તરો પર પંચાયતો ત્રણ સ્તરે વહેંચાયેલી હશે.
20 લાખની જનસંખ્યા ધરાવતા રાજ્યોને એ અધિકાર હશે કે જો તેઓ ઈચ્છે તો મધ્યવર્તી સ્તરે પંચાયતોની રચના ન કરે. કલમ 243ને આધીન રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશો માટે વિશેષ વ્યવસ્થા અંતર્ગત પણ સભ્યો બની શકશે.
પ્રત્યક્ષ રીતે ત્રણેય સ્તરે સભ્યોની ચૂંટણી થશે. ગ્રામ પંચાયતોનો પ્રધાન મધ્યવર્તી સંસ્થાઓનો સભ્ય બની શકશે. આ જ રીતે મધ્યવર્તી સ્તરનો સભ્ય જિલ્લા સંસ્થાઓનો પણ સભ્ય બની શકશે.
પ્રત્યેક સ્તરે પંચાયતોનો કાર્યકાળ પાંચ વર્ષનો હશે અને કાર્યકાળ પૂરો થાય તે પહેલાં ચૂંટણી કરાવી લેવામાં આવશે. પંચાયત ભંગ કરવાની સ્થિતિ આવે તો છ મહિનાની અંદર ચૂંટણી કરાવવી અનિવાર્ય બની જશે.
તમામ પંચાયતોમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિ માટે તેમની વસ્તી પ્રમાણે બેઠકો અનામત રાખવામાં આવશે.
કુલ બેઠકોની 33% બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. આ જ રીતે પંચાયતમાં પણ પ્રત્યેક સ્તરે અધ્યક્ષોના હોદાની કુલ સંખ્યામાં ઓછામાં ઓછા એક તૃતીયાંશ હોદાઓ મહિલાઓ માટે અનામત રહેશે.
રાજ્યોની જનસંખ્યામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓમાં જનસંખ્યાનું જે પ્રમાણ છે તે જ પ્રકારનું એમના માટે અનામત હોદાનું પણ પ્રમાણ રહેશે. આ સિવાય રાજ્યોનાં વિધાનમંડળો દ્વારા પંચાયતમાં કોઈ પણ સ્તરે અથવા અધ્યક્ષોના હોદા માટે કોઈ પણ સ્તરે પછાત જાતિઓના નાગરિકો માટે હોદો અનામત રાખી શકાય છે.
24 એપ્રિલ, 1993થી એટલે કે 73મો બંધારણીય સુધારો અમલમાં આવ્યો તે તારીખથી એક વર્ષની અંદર અને તે પછી પાંચ વર્ષની સમાપ્તિ પછી તમામ રાજ્યોમાં એક નાણાં પંચની રચના કરવામાં આવશે, જે રાજ્યો અને તમામ સ્તરે પંચાયતો વચ્ચે નાણાકીય સંસાધનોના વિતરણ તથા હસ્તાંતરણના નિયંત્રિત સિદ્ધાંતો અને પંચાયતોની નાણાકીય સ્થિતિ સુધારવાના ઉપાયો પર વિચાર કરશે.
વિકાસ યોજનાઓ લાગુ કરવા માટે પંચાયતોને પૂરતા પ્રમાણમાં નાણાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. પંચાયતોને કર એકત્રિત કરવાની મંજૂરી આપવી અથવા મહેસૂલનો કેટલો ભાગ પંચાયતી રાજ સંસ્થાઓને આપવો કે નહિ તે બાબત રાજ્ય સરકાર પોતે નક્કી કરશે.
પંચાયતોની મતદાતા સૂચિ તૈયાર કરવાનું અને દરેક ચૂંટણી કરાવવાનું કામ રાજ્ય ચૂંટણી પંચનું હશે. જેની રચના તમામ રાજ્યોમાં કરવામાં આવશે.
જો કોઈ વ્યક્તિને રાજ્ય વિધાનમંડળના ચૂંટણીના કોઈ કાયદા દ્વારા કે પછી રાજ્યના અન્ય કોઈ કાયદા દ્વારા અયોગ્ય ઠેરવવામાં આવશે તો તે વ્યક્તિ પંચાયતની સભ્ય બની શકશે નહિ.
અંતમાં 29 મતોવાળી અગિયારમી અનુસૂચિ કલમ 243 જી જોડવામાં આવી છે. જેના દ્વારા સ્થાનિક મહત્ત્વના કાર્યોની યોજના બનાવવાની અને અમલીકરણમાં પંચાયતી રાજ સંસ્થાઓને પ્રભાવક ભૂમિકા આપવામાં આવે છે. આ મુદાઓમાંથી કેટલાક નીચે જણાવ્યા તે પ્રમાણેના છે :
(1) કૃષિ અંતર્ગત કૃષિ વિસ્તરણ. (2) ભૂમિ સુધારણાને લાગુ કરવી.
3) લઘુ સિંચાઈ, જળપ્રબંધ અને જળવિકાસ. (
સામુદાયિક વિકાસ માટે લોકભાગીદારી અને નિયમાનુસાર કાર્ય કરવું જરૂરી છે; પરંતુ જો તેમાં કોઈ કક્ષાએ વિચલિત વર્તન કે ધોરણભંગ થાય તો સામુદાયિક વિકાસ પર તેની વિપરીત અસર થવાની શક્યતાને નકારી શકાય નહિ. આવા ધોરણભંગ વર્તનની માહિતી હવે પછીના એકમમાં જોઈશું.