અર્થશાસ્ત્રમાં આલેખ

આકૃતિ અને આલેખનો અર્થ

આર્થશાસ્ત્રમાં આકૃત્તિ  તથા આલેખોનું મહત્વ :

આકૃત્તિ  અને આલેખો દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો  :

Q. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખોનું મહત્વ જણાવો .

  1. અભ્યાસને સરળ અને સ્પષ્ટ બનાવવા માટે.
  2. જુદાં જુદાં વર્ષોનાં વલણો દર્શાવવાં,
  3. વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો દર્શાવવા.
  4. વિવિધ પ્રદેશો તેમજ સમયગાળાની સરખામણી કરવા.
  5. સમય, શક્તિ તથા નાણાંની બચત.
  6. અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની સરળ સમજૂતી માટે.

Q. આકૃતિઓ અને આલેખોદોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો .

  1. પસંદગી અને રજૂઆત
  2. સ્પષ્ટતા
  3. સ્કેલમાપ
  4. બંને ધરી પરની વિગતો
  5. આંકડાકીય માહિતીનો સ્રોત
  6. આંકડાકીય માહિતી ગણવાની રીત

Q. આકૃતિના પ્રકારો :

 

(1) ચિત્રાકૃતિ,

(2) વિકિર્ણ આકૃતિ,

(3) રેખા આકૃતિ,

(4) વર્તુળ આકૃતિ,

(5) સ્તંભ આકૃતિ અને

(6) વૃતાંશ આકૃતિ 

(1) સમય આધારિત રેખા - આકૃતિ :

અર્થ : બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને ઢાળ દર્શાવતી આકૃતિ એટલે રેખા-આકૃતિ.

ઉ.દા , માંગ રેખા, પુરવઠારેખા, સીમાંત

આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ 'x' ધરી પર અને પરતંત્ર ચલ 'y' ધરી પર દર્શાવાય છે.

સમયના સંદર્ભમાં (વર્ષ, માસ) જ્યારે કોઈ એક ચલનાં સ્વયંસ્પષ્ટ વલણો જાણવા હોય ત્યારે સમય આધારિત રેખા-આકૃતિનો વધુ ઉપયોગ થાય છે.

દા. ત., કોઈ એક દેશમાં (ભારતમાં) વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા, ફુગાવાનો દર, ઉત્પાદન, સાક્ષરતાનું પ્રમાણ, આયાત-નિકાસનું પ્રમાણ વગેરે દર્શાવવામાં આવે છે.

ઉદાહરણ : ભારતના વસ્તી વૃદ્ધિદરની માહિતી

(3) વૃત્તાંશ આકૃતિ :

અર્થ : કુલ માહિતીના પેટાવિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે ત્યારે તેવી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવાય છે.

બીજી રીતે કહીએ તો ‘એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે અને માહિતીને વર્તુળના ભાગ પાડી દર્શાવવામાં આવે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે.'

વર્તુળનું ક્ષેત્રફળ 360° હોવાથી ચલનું કુલ મૂલ્ય 360° દ્વારા દર્શાવવામાં આવે છે અને માહિતીના પ્રમાણના આધારે વૃત્તાંશ પાડીને પેટામૂલ્યો દર્શાવાય છે.

વૃત્તાંશ = પેટામૂલ્ય / કુલ મૂલ્ય x 360°

આલેખના પ્રકાર

  1. સામયિક શ્રેણીના આલેખો
  2. સતત આવૃત્તિ-વિતરણના આલેખો,
    •  સ્તંભાલેખ,
    • આવૃત્તિ બહુકોણ આવૃત્તિ વક્ર અને
    • સંચયી આવૃત્તિ બહુકોણ,
  3. લઘુ ગુણક આધારીત આલેખ

Q. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેક્નોલોજીના ઉપયોગ અંગે સમજૂતી આપો ?

ટેકનોલૉજીનો ઉપયોગ :

[A] કમ્પ્યૂટર ટેકનોલૉજી :

આપણે શાળામાં કમ્પ્યૂટરનો ઉપયોગ અવાર-નવાર કરીએ છીએ. હવે તો તમારા મોબાઈલ ફોન પણ કમ્યુટરનું કામ આપી શકે તેવા જોવા મળે છે.

(1) પ્રેઝન્ટેશન બનાવવા :

અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ જ સરળતાથી સમજી શકાય.

દા. ત., અંદાજપત્રનો પાઠ સમજવા માટે કે સમજાવવા માટે ત્રણ જ સ્લાઇડ બનાવીને આપણે સમજી કે સમજાવી શકીએ :

  • એક સ્લાઇડમાં અંદાજપત્રનો અર્થ અને ખાતાંઓ,
  • બીજી સ્લાઇડમાં અંદાજપત્રનાં ખાતાંઓની વિગતો અને
  • ત્રીજી સ્લાઇડમાં આપણા દેશનું અંદાજપત્ર દર્શાવીને આખું પ્રકરણ સરળતાથી સમજી શકીએ અને ઝડપથી યાદ પણ રાખી શકીએ.

(2) એક્સલ વર્કશીટ : 

અર્થશાસ્ત્રમાં મોટા પ્રમાણમાં આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે.

  • સંશોધન કરતાં નિષ્ણાતો અત્યંત મોટા પ્રમાણની આંકડાકીય માહિતીની ચકાસણી કરે છે. જેમ કે જ્યારે આપ...g>

    &...g>કમ્પ્યૂટર ટેક્નોલોજીમાં અનેક પ્રોગ્રામો છે જેમના વડે અર્થશાસ્ત્રની વિવિધ આકૃતિ કે આલેખો દોરી શકાય.

    • સામાન્ય word ફાઇલમાં પુરવઠા અને માંગરેખા જેવી સરળ આકૃતિઓ દોરી શકાય છે.
    • એક્સલ શીટ દ્વારા આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખો સચોટ માપ પ્રમાણે દોરી શકાય છે. પરંતુ આ માટે આપણને કયા પ્રકારની આકૃતિ જોઈએ છે અને તેને માટે કઈ ફોર્મ્યુલા વપરાય છે તેની જાણકારી હોવી જોઇએ.

    (4) અભ્યાસ સામગ્રી સાચવવા માટે :

    => અર્થશાસ્ત્રના અભ્યાસ માટે અસંખ્ય શૈક્ષણિક સાધન – સામગ્રીની જરૂર પડે છે. આથી તેને સાચવવી અતિ આવશ્યક છે.

    => આ સામગ્રીને કમ્પ્યૂટરમાં સાચવી શકીએ ઉપરાંત હાર્ડડિસ્ક કે પેન ડ્રાઈવમાં તેને સાચવી રખાય છે.

    => Drop-Box, Google Drive, Digi- Locker વગેરે વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.

    (5) અન્ય સાધનો :

    => આંકડાશાસ્ત્રનાં એડવાન્સ પ્રોગ્રામ જેવાં કે SPSS, SHAZAM, e - viewss, SAS વગેરે અસંખ્ય માહિતી માટે આંકડાકીય ગણતરીઓ કરે છે.

કમ્પ્યૂટરના ઉપયોગનાં ભયસ્થાનો :

  • કમ્પ્યૂટર એક યંત્રસાધન છે તે અભ્યાસની પ્રક્રિયા સરળ બનાવે છે પણ તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં કરી શકાય નહીં.
  • આપણને કમ્પ્યૂટરના પ્રોગ્રામની જાણકારી ન હોય તો ખોટી આકૃતિ કે આલેખ, ખોટી સરેરાશ આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે.
  • ઘણી વખતે મટીરિયલ જો કમ્પ્યૂટરમાં યોગ્ય જગ્યાએ મૂકવામાં ના આવ્યું હોય તો ડિલીટ થઈ શકે છે.
  • કમ્પ્યૂટરમાં પડેલી માહિતી સરળતાથી ચોરાઈ જવાની શક્યતા રહે છે.
  • કમ્પ્યૂટર સિસ્ટમ ક્રેશ થાય તો તેમાં રહેલી તમામ માહિતી નાશ પામે છે.

[B] ઈન્ટરનેટ ટેકનોલોજી :

(1) ટ્યુટોરિયલ : કેટલીક વેબસાઈટ પર આપણા વિષયના પાવર પૉઇન્ટ પ્રેઝન્ટેશન વાંચવા લાયક સામગ્રી વગેરે Open access link માં મુકવામાં આવે છે.

(2) ત્વરીત શિક્ષણ કે જાણકારી : કેટલીક સંસ્થાઓ નિષ્ણાંતોના ભાષણો, ભાષણોનાં વિડિયો વગેરે Open access link પર મૂકે છે અને તે વર્ગ ખંડમાં ઉપયોગ કરી શકાય છે.

(3) વાંચવા લાયક સામગ્રી: અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ પર વિના મૂલ્યે વાંચવા મળે છે. ઉપરાંત જે તે વિષયના નિષ્ણાંતોના લેખો, જર્નલો વગેરે પણ વાંચવા મળે છે.

(4) આંકડાકીય માહિતી : અર્થશાસ્ત્રમાં અનેક પ્રકારની ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે રાજ્યના બજેટની માહિતી, બેન્કિંગ અંગેની માહિતી, આયાત અને નિકાસનું કદ, ગરીબીનું પ્રમાણ, રોજગારીનું પ્રમાણ આ બધી માહિતી વેબસાઈટ પર ઉપલબ્ધ બને છે. C.S.O, N.S.S.O, WHO, UNO, CMIE, ILO, IMF વગેરે વેબસાઈટનો ઉપયોગ થાય છે.

[C] કમ્પેકટ ડિસ્ક (CD) :

=> સંસ્થાઓ પ્રયોગશાળાો સંશોધન કેન્દ્રો, સંરકારી સંસ્થાઓ વગેરે જ સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે તેવી સંસ્થાઓ અધિકૃત આંકડાઓની CD બજારમાં વેચવા મૂકે છે જેને શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ વગેરે તેને ખરીદે છે.

 

ઇન્ટરનેટના ઉપયોગનાં ભયસ્થાનો :

  • ઇન્ટરનેટ પણ એક સાધન છે તે આપણી તર્કશક્તિ કે વિચારશક્તિનું સ્થાન લઈ શકે નહિ.
  • ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક, નકલ કરેલી માહિતી ઉપલબ્ધ હોય છે.
  • વાંચકે ખોટી, ભ્રામક માહિતીથી દૂર રહેવું જોઈએ.
  • સાચી અને ખોટી માહિતી અલગ પાડવાનો તર્ક વાપરવો પડે છે.
  • જો કોઇ માહિતી વિશ્વસનીય વેબસાઇટ ઉપરથી લેવામાં ન આવે તો ગેરમાર્ગે દોરવાઈ જવાય છે.

Q. અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પેક્ટ ડિસ્ક (CD)નો ઉપયોગ :

  • પ્રયોગશાળાઓ, સંશોધનકેન્દ્રો, સરકારી સંસ્થાઓ આંકડાઓની CD બજારમાં વેચવા મૂકે છે.
  • રાષ્ટ્રીય આવકની ગણતરીની CD
  • વસ્તી-ગણતરીના આંકડાની CD
  • ઉદ્યોગોના સર્વેની CD
  • N.S.S.O. ની CD
  • CMIE દ્વારા વેચવામાં આવતી CD

કૉમ્પેક્ટ ડિસ્ક ( CD ) વાપરવાની મુશ્કેલીઓ :

  • આંકડાઓ શોધવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ.
  • સોફ્ટવેરના ઉપયોગની જાણકારી જરૂરી.